Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
| अथ प्रारभ्यते केवलिभुक्तिव्यवस्थापनद्वात्रिंशिका ।।
अनन्तरं विनय उक्तस्तत्पालनेन च महात्मा केवली भवति, स च कवलभोजित्वान्न कृतार्थ इति दिगम्बरमतिभ्रमनिरासार्थमाह
આ પૂર્વેની બત્રીશીમાં વિનયનું નિરૂપણ કર્યું. તેના પાલનથી મહાત્મા કેવલી બને છે. તેઓશ્રી કવલાહાર કરે તો કૃતાર્થ નથી. આ દિગંબરમતનું નિરાકરણ કરવા માટે અહીં પ્રયત્ન કરાય છે. (અર્થાત્ કવલાહારને અને કૃતાર્થત્વને કોઈ વિરોધ નથી, તે જણાવાય છે.)
सर्वथा दोषविगमात्, कृतकृत्यतया तथा ।
आहारसज्ञाविरहादनन्तसुखसङ्गतेः ॥३०-१॥ सर्वथेति-सर्वथा सर्वप्रकारैर्दोषविगमात् क्षुधायाश्च दोषत्वात्तदभावे कवलाहारानुपपत्तेः । तथा कृतकृत्यतया केवलिनः कवलभोजित्वे तद्धान्यापत्तेः । आहारसज्ञाविरहात् तस्याश्चाहारहेतुत्वाद् । अनन्तसुखस्य सङ्गतः केवलिनः कवलभुक्तौ तत्कारणक्षुद्वेदनोदयावश्यम्भावात्तेनानन्तसुखविरोधात् ।।३०-१।।
“સર્વથા દોષનો વિગમ(ક્ષય) થવાથી, કૃતકૃત્ય હોવાથી, આહારસંજ્ઞાનો વિરહ હોવાથી અને અનંતસુખ પ્રાપ્ત થયું હોવાથી... (કેવલીભગવાન વાપરતા નથી – એમ દિગંબરો માને છે.)” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દિગંબરો, કેવલજ્ઞાની કવલાહાર કરતા નથી – એમ કહે છે. એની પાછળ એમનો જે આશય છે તે અહીં પાંચ શ્લોકોથી જણાવાય છે. પાંચમા શ્લોકમાં માવાન મુ નેતિ કિન્ડરી: - આ પદ તેનો સંબંધ તેની પૂર્વેના દરેક શ્લોકમાં છે.
શ્રી કેવલીપરમાત્માના સર્વ પ્રકારે દોષો નાશ પામેલા હોવાથી તેઓશ્રી કવલાહાર કરતા નથી. સુધા એ એક દોષ છે. તેને દૂર કરવા માટે કવલાહાર કરવો પડે છે. કેવલી કવલાહાર કરે તો તેમને સુધાસ્વરૂપ દોષ છે – એમ માનવું જોઇએ અને તેથી તેઓશ્રીના સર્વથા દોષો દૂર થયા છે – એમ માનવાનું વિરુદ્ધ થશે. સર્વથા દોષવિગમત્વનો વિરોધ આવે નહીં એ માટે કેવલીપરમાત્મામાં કવલાહારની પ્રવૃત્તિ મનાતી નથી.
શ્રી કેવલીભગવંતો કવલાહાર કરતા નથી. કારણ કે તેઓશ્રી કૃતકૃત્ય છે. તેઓશ્રી સામાન્ય લોકોની જેમ કવલાહાર કરે તો તેઓશ્રીમાં સામાન્ય જનોની જેમ જ કૃતકૃત્યત્વ માની શકાશે નહિ. કારણ કે કવલાહારની પ્રવૃત્તિ જયાં હોય ત્યાં કૃતકૃત્યત્વ રહેતું નથી. કેવલીભગવંતમાં કવલાહાર(કવલભોજિત્વ) માનવામાં આવે તો કૃતકૃત્યત્વની હાનિ થવાનો પ્રસંગ આવશે. જેઓ કૃતકૃત્ય નથી, તેઓ કવલાહાર કરે છે; જેમ કે આપણે બધા. પરંતુ જેઓ કૃતકૃત્ય છે, તેઓ કવલાહાર કરતા નથી; જેમ કે શ્રી સિદ્ધ-પરમાત્માઓ.
૧૯o
કેવલિભક્તિવ્યવસ્થાપન બત્રીશી