Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આવી રીતે જ શ્રી કેવલીપરમાત્માઓમાં આહારસંજ્ઞા ન હોવાથી તેઓશ્રી કવલાહાર કરતા નથી. કારણ કે આહારનું કારણ આહારસંજ્ઞા છે. કારણ(આહાર સંજ્ઞા)નો અભાવ હોવાથી કાર્યનો(કવલાહારનો) પણ અભાવ શ્રી કેવલીપરમાત્માને હોય છે. તેમ જ તેઓશ્રીને અનંતસુખ હોવાથી તેને લઈને તેઓશ્રીને કવલાહારનો અભાવ હોય છે. કારણ કે સુધાની વેદનાનો ઉદય થવાથી જ આહાર(ભોજન) કરવાનો પ્રસંગ આવે છે. શ્રી કેવલજ્ઞાની જો કવલાહાર કરતા હોય તો તેઓશ્રીને સુધા-વેદનીયનો ઉદય અવશ્ય માનવો પડશે અને તેથી તેઓશ્રીમાં અનંતસુખત્વનો વિરોધ આવશે. તેથી એ વિરોધને દૂર કરવા શ્રી કેવલજ્ઞાનીને કવલાહાર માનવામાં આવતો નથીઆ પ્રમાણે દિગંબરોનું કહેવું છે. આ પ્રથમ શ્લોકમાં કેવલીપરમાત્માના કવલાહારના અભાવમાં ચાર હેતુ વર્ણવ્યા છે, જેનું નિરાકરણ હવે પછીના શ્લોકોથી કરવામાં આવશે. ૩૦-૧૧ બીજા હેતુઓ જણાવાય છે–
दग्धरज्जुसमत्वाच्च, वेदनीयस्य कर्मणः ।
અક્ષોતિયા વેદતિયો: સુહલુહયોઃ રૂ૦-૨ા दग्धेति-च पुनर्वेदनीयकर्मणो दग्धरज्जुसमत्वात्तादृशेन तेन स्वकार्यस्य क्षुद्वेदनोदयस्य जनयितुमशक्यत्वात् । देहगतयोः शरीराश्रितयोः सुखदुःखयोरक्षोद्भवतयेन्द्रियाधीनतयाऽतीन्द्रियाणां भगवतां તદનુપત્તેિ: રૂ૦-૨I
“વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું હોવાથી અને શરીરસંબંધી સુખ-દુઃખ ઇન્દ્રિયોને આધીન હોવાથી (કેવલજ્ઞાની કવલાહાર કરતા નથી)” – આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આ શ્લોકમાં શ્રી કેવલીમહાત્માના કવલાહારના અભાવને સિદ્ધ કરવા માટે બે હેતુઓ આપ્યા છે.
આશય એ છે કે “શ્રી કેવલીભગવંતોનાં ઘાતી કર્મોનો ક્ષય થયો છે. પરંતુ નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય કર્મ : આ ચાર અઘાતી કર્મોનો ક્ષય થયો ન હોવાથી છદ્મસ્થ-અવસ્થાની જેમ વેદનીયકર્મના ઉદયથી સુધાવેદના કૈવલ્યાવસ્થામાં પણ થાય છે. તેથી તેઓશ્રી કવલાહાર કરે છે.” - આ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે શ્રી કેવલીપરમાત્માનું વેદનીય કર્મ બળેલા દોરડા જેવું હોય છે. બળેલું દોરડું જેમ પોતાના કાર્ય-બંધન માટે સમર્થ બનતું નથી. તેમ એ વેદનીયકર્મ પણ; તેઓશ્રીને સુધાવેદનાને ઉત્પન્ન કરવા સમર્થ બનતું નથી. તેથી કેવલપરમાત્મા સુધાને દૂર કરવા વાપરતા નથી.
તેમ જ શરીરને આશ્રયીને ઉત્પન્ન થતાં સુખ અને દુઃખ, ઇન્દ્રિયોના કારણે ઉત્પન્ન થતાં હોય છે. કેવલી પરમાત્માઓ અતીન્દ્રિય અર્થાતુ ભાવેન્દ્રિયથી રહિત હોવાથી વાપરતાં પહેલાં દુઃખ અને વાપર્યા પછી સુખ આવાં સુખ-દુઃખ તેઓશ્રીમાં ઘટતાં નથી. તેથી તેઓશ્રી આપણી
એક પરિશીલન
૧૯૧