Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અપાય છે તે દોષનું ઉદ્ભાવન કરનારાને છે. સૂર્ય ઉપર ધૂળ ઉડાડવાથી તે ધૂળ સૂર્ય સુધી તો પહોંચતી જ નથી, પણ ધૂળ ઉડાડનારના આંખમાં જાય છે. આ રીતે દિગંબરોની એક માન્યતાનું વિસ્તારથી નિરાકરણ થવાથી શ્વેતાંબરોની માન્યતાની નિર્દોષતા સિદ્ધ થાય છે. તેથી પરમાનંદને પામેલા શ્વેતાંબરોથી જૈનશાસન શોભાને પ્રાપ્ત કરી જયવંતું વર્તે છે.
દિગંબરોની માત્ર એક જ માન્યતાનું અહીં વિસ્તારથી નિરૂપણ કર્યું છે. બીજી પણ કેટલીક તેમની માન્યતાઓનું નિરાકરણ અન્ય ગ્રંથોમાં કર્યું છે. એ બધાનું વ્યવસ્થિત રીતે અધ્યયન કરવામાં આવે તો આપણા શાસ્ત્રકાર પરમર્ષિઓએ જે અનુગ્રહ કર્યો છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. આપણે અજ્ઞાનાદિથી ઉન્માર્ગમાર્ગી બની જઇએ નહિ - એ માટેનો એ મહાપુરુષોનો આ પ્રયત્ન છે. એને અનુરૂપ સાચી વસ્તુને સમજવા આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા...
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
ચંદાવરકર લેન, બોરીવલી,
મુંબઇ-૪૦૦ ૦૯૨.
વૈશાખ વદ-૧૨, શુક્રવાર, તા. ૦૩-૦૬-૨૦૦૫
એક પરિશીલન
૧૮૯