Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જેમ કવલાહાર કરતા નથી. તેઓશ્રી જો કવલાહાર કરે તો તેઓશ્રીમાં શરીરને આશ્રયીને સુખ અને દુઃખની ઉત્પત્તિ માનવાનો પ્રસંગ આવશે. ૩૦-રા શ્રી કેવલીભગવંતોને કવલાહાર હોતો નથી – એમાં હેવંતર જણાવાય છે–
मोहात्परप्रवृत्तेश्च, सातवेद्यानुदीरणात् ।
प्रमादजननादुच्चैराहारकथयाऽपि च ॥३०-३॥ मोहादिति-मोहान्मोहनीयकर्मणः परप्रवृत्तेः परद्रव्यप्रवृत्तेर्निर्मोहस्य सत आहारादिपरद्रव्यप्रवृत्त्यनुपपत्तेः । सातवेद्यस्य सातवेदनीयस्यानुदीरणात् सातासातमनुजायुषामुदीरणायाः सप्तमगुणस्थान एव निवृत्तेः केवलिनः कवलभुक्तौ तज्जन्यसातोदीरणप्रसङ्गात् । च पुनराहारकथयाप्युच्चैरत्यर्थं प्रमादजननादाहारस्य सुतरां तथात्वात् ।।३०-३।।
મોહના કારણે પરપ્રવૃત્તિ થાય છે, સાતા(શાતા)વેદનીયકર્મની ઉદીરણા ન હોવાથી અને આહારની કથાથી પણ અત્યંત પ્રમાદ થતો હોવાથી (શ્રી કેવલીપરમાત્માઓ કવલાહાર (ભોજન) કરતા નથી.) - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મોહનીય કર્મના ઉદયથી પરદ્રવ્યના ગ્રહણાદિની પ્રવૃત્તિ થાય છે. શ્રી કેવલજ્ઞાનીઓએ સર્વથા મોહનીયકર્મનો ક્ષય કર્યો હોવાથી મોહના અભાવમાં તેઓશ્રી આહારાદિ પરદ્રવ્ય (સ્વભિન્નદ્રવ્ય) ગ્રહણ કરી શકે નહિ. અન્યથા તેઓશ્રી આહારાદિનું ગ્રહણ કરે તો તેઓશ્રીને મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરનારા માની શકાશે નહિ. તેથી સર્વથા મોહનો ક્ષય કરનારા શ્રી કેવલીભગવંતો કવલાહાર કરતા નથી.
તેમ જ શ્રી કેવલીપરમાત્મા સુધાને દૂર કરવા કવલાહાર કરે તો ત્યારે શાતાવેદનીયકર્મની ઉદીરણાને માનવાનો પ્રસંગ આવશે. કારણ કે સાતમાં ગુણસ્થાનકે જ તે ઉદીરણાની નિવૃત્તિ થાય છે. તેથી તે પ્રસંગનું નિવારણ કરવા માટે શ્રી કેવલજ્ઞાનીભગવંતો કવલાહાર કરતા નથી. આહાર વાપરવાથી શાતાવેદનીયકર્મની ઉદીરણા થાય છે.
આવી જ રીતે જ્યાં આહારની કથા (ભક્તકથા) પણ અત્યંત પ્રમાદનું કારણ મનાય છે, ત્યારે આહાર તો સુતરાં પ્રમાદનું કારણ છે – એ સમજી શકાય છે. તેથી જ શ્રી કેવલીપરમાત્મા, અત્યંત પ્રસાદના કારણભૂત કવલાહારને વાપરતા નથી. અન્યથા તેઓશ્રીને અત્યંત પ્રમાદનો પ્રસંગ આવે - એ સ્પષ્ટ છે. આ શ્લોકમાં ત્રણ હેતુઓ જણાવ્યા છે. એનું નિરાકરણ હવે પછીના શ્લોકોથી કરાશે. ૩૦-all
આ રીતે શ્રી કેવલજ્ઞાનીઓના કવલભુક્તિના અભાવના સમર્થન માટે નવ હતુઓનું નિરૂપણ કરીને બીજા પણ કેટલાક હેતુઓ જણાવાય છે– ૧૯૨
કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી