Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ભોજનની જેમ જ જો તેઓશ્રી દેશનાદિની પ્રવૃત્તિ કરતા હોય તો તેને મોહજન્ય માનવાનું ઇષ્ટ ४ छ." - मा प्रभारीनी बरोनी मान्यतानुं नि२।४२९॥ ४२।५ छ
यत्नं विना निसर्गाच्चेद्, देशनादिकमिष्यते ।
भुक्त्यादिकं तथैव स्याद्, दृष्टबाधा समोभयोः ॥३०-१६॥ यसमिति-यनं ताल्वोष्ठदिव्यापारजनकप्रयत्नं विना निसर्गात्स्वभावाच्चेद्देशनादिकमिष्यते भगवतः, तदा भुक्त्यादिकं तथैव यतं विनैव स्यात् । दृष्टबाधोभयोः पक्षयोः समा । भुक्तेरिव देशनाया अपि यत्नं विना क्वाप्यदर्शनात् । चेष्टाविशेषे यलहेतुत्वकल्पनस्य चोभयत्र साम्यात् । ननु प्रयतं विना चेष्टामात्रं न भवत्येव, देशना च भगवतामव्यापृतानामेव ध्वनिमयी सम्भवत्यक्षरमय्यामेव तस्यां यत्नजन्यत्वे(ने)च्छाजन्यत्वादिनियमावधारणादिति न साम्यं । यदाह समन्तभद्र:-“अनात्मार्थं विना रागैः शास्ता शास्ति सतो हितम् । ध्वनन् शिल्पिकरस्पर्शान्मुरजः किमपेक्षते ॥१॥” इति, मैवम्, शब्दस्य शब्दान्तरपरिणामकल्पनस्य साजात्येन न्याय्यत्वेऽपि ध्वनेस्तत्कल्पनस्यातिशयतोऽप्यन्याय्यत्वाद्, भगवद्देशनाया ध्वनिरूपत्वेऽपि वाग्योगापेक्षत्वेन तादृशशब्दमात्रे पुरुषप्रयत्नानुसरणधौव्याद् । अन्यथाऽपौरुषेयमागमं वदतो मीमांसकस्य दुर्जयत्वापत्तेरिति न किञ्चिदेतद् । अथ सुहृद्भावेन पृच्छामः-बुद्धिपूर्वकप्रवृत्ताविच्छाया हेतुत्वात् कथं केवलिनो देशनादावाहारादौ च प्रवृत्तिरिति चेत्, सुहृद्भावेन बूमः-बुद्धिः खल्विष्टसाधनताधीरन्यस्यातिप्रसक्तत्वात्तत्पूर्वकत्वं च यदीष्टसाधनताधीजन्यतावच्छेदकं तदाप्यबुद्धिपूर्वकप्रवृत्तेर्जीवनयोनिभूताया इव भवोपग्राहिकर्मवशादुपपत्तेर्न कश्चिद्दोष इति । प्रवृत्तिसामान्ये तु योगानामेव हेतुत्वादिच्छापूर्वकत्वमार्थसमाजसिद्धमेव । यदवदाम-“परदव्वम्मि पवित्ती ण मोहजणिया व मोहजण्णा वा । जोगकया हु पवित्ती फलकंखा रागदोसकया ॥१॥” इत्यधिकमन्यत्र ॥३०-१६॥
“પ્રયત્ન વિના સ્વભાવથી જ, શ્રી કેવલી પરમાત્માની દેશનાદિની પ્રવૃત્તિ છે એમ માનવાનું ઇષ્ટ હોય તો તેઓશ્રીની આહારાદિની પ્રવૃત્તિ પણ તે જ રીતે સ્વભાવથી થાય છે એમ માનવામાં પણ કોઈ દોષ નથી. યદ્યપિ આહારાદિની પ્રવૃત્તિ સ્વભાવથી નથી એ પ્રત્યક્ષ દેખાય છે. અર્થાતુ શ્રી કેવલીપરમાત્માની આહારાદિની પ્રવૃત્તિને સ્વાભાવિક માનવામાં પ્રત્યક્ષનો બાધ છે. પરંતુ એવો બાધ તો દેશનાદિને સ્વાભાવિક માનવામાં પણ છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે અહીં તાળવું, હોઠ અને જીભ વગેરેની ક્રિયાવિશેષને ઉત્પન્ન કરનાર પ્રયત્નવિશેષસ્વરૂપ “યત્ન'ની વિવેક્ષા છે. તેવા પ્રકારના યત્ન વિના જ ભગવાન કેવલીપરમાત્માની દેશના નિસર્ગ-સ્વભાવથી જ પ્રવર્તે છે – એમ માનવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ તેઓશ્રીની આહારાદિ ગ્રહણની પ્રવૃત્તિને પણ નિસર્ગથી જ માનવામાં કોઈ દોષ નથી. પ્રત્યક્ષમાં તો આહારાદિની પ્રવૃત્તિ પ્રયત્નજન્ય દેખાય છે, તેથી યદ્યપિ પ્રત્યક્ષનો
એક પરિશીલન
૨૦૩