Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રથમ શ્લોકમાં જણાવેલી વાતનું નિરાકરણ કરાય છે–
हन्ताज्ञानादिका दोषा, घातिकर्मोदयोद्भवाः ।
तदभावेऽपि किं न स्याद्, वेदनीयोदवा क्षुधा ॥३०-७॥ हन्तेति-हन्त अज्ञानादिका घातिकर्मोदयोद्भवा दोषाः प्रसिद्धाः । तदभावेऽपि वेदनीयोद्भवा क्षुधा किं न स्यात् । न हि वयं भवन्तमिव तत्त्वमनालोच्य क्षुत्पिपासादीनेव दोषानभ्युपेमो येन निर्दोषस्य केवलिनः સુધાદમાવ: સ્થાતિ માવ: //રૂ૦-૭ી
ખરેખર ઘાતિકર્મના ઉદયના કારણે ઉદ્ભવેલા અજ્ઞાનાદિ દોષો છે, કેવલીપરમાત્મામાં એ દોષોનો અભાવ હોવા છતાં વેદનીયકર્મના ઉદયે થયેલી ક્ષુધા તેઓશ્રીને કેમ ન હોય ?” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થનારા અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લોભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શોક, અસત્યવચન, ચોરી, મત્સર, ભય, પ્રાણીવધ, પ્રેમ, ક્રીડાપ્રસંગ અને હાસ્ય : આ અઢાર દોષો પ્રસિદ્ધ છે, જે ઘાતકર્મોના ઉદયથી ઉદ્ભવે છે.
ઘાતકર્મોનો સર્વથા ક્ષય થયો હોવાથી પરમાત્મા શ્રી કેવલીભગવંતમાં એ દોષો ન હોવા છતાં, અઘાતી કર્મોનો ક્ષય થયો ન હોવાથી તેના ઉદયથી થનારા સુધા અને પિપાસા વગેરે તેઓશ્રીને કેમ ન હોય? “દિગંબરો સુધાપિપાસાદિને પણ દોષસ્વરૂપ જ માને છે, તેથી સર્વથા દોષથી રહિત એવા પરમાત્મામાં એ ન જ હોવા જોઈએ, અન્યથા શ્રી કેવલજ્ઞાનીની સર્વથા દોષથી રહિત અવસ્થાની અનુપપત્તિ થશે.' - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે અમે શ્વેતાંબર તમારી (દિગંબરની) જેમ વિચાર્યા વિના (તત્ત્વની વિચારણા કર્યા વિના). સુધાપિપાસાદિને જ દોષસ્વરૂપ માનતા નથી કે જેથી અઢાર દોષોથી સર્વથા રહિત એવા પરમાત્મા શ્રી કેવલીને સુધાદિનો અભાવ માનવો પડે. ઘાતિકર્મોના ઉદયથી ઉદ્ભવતા અજ્ઞાનાદિ દોષો શ્રી કેવલીપરમાત્મામાં ન હોવા છતાં, અઘાતી કર્મોના ઉદયથી ઉત્પન્ન થનારા સુધા-પિપાસા વગેરે તેઓશ્રીને માનવામાં કોઈ બાધક નથી. ૩૦-શા
દિગંબરોએ કેવલજ્ઞાની પરમાત્માઓને સુધાદિ માનવામાં જણાવેલા બાધકનું નિરાકરણ કરાય છે–
अव्याबाधविघाताच्चेत्, सा दोष इति ते मतम् ।
नरत्वमपि दोषः स्यात्, तदा सिद्धत्वदूषणात् ॥३०-८॥ अव्याबाधेति-अव्याबाधस्य निरतिशयसुखस्य विघातात् सा क्षुधा दोषो गुणदूषणस्यैव दोषलक्षणत्वादिति चेदि ते तव मतं, तदा नरत्वमपि भवतो दोषः स्यात् सिद्धत्वदूषणात् । तस्मात् केवलज्ञानप्रतिबन्धकत्वेन घातिकर्मोदयोद्भवानामज्ञानानादीनामेव दोषत्वं न तु क्षुधादीनामिति युक्तमुत्पश्यामः ।।३०-८।। એક પરિશીલન
૧૯૫