Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જેમ બધા મિષ્ટાન્નમાં મધુરરસ મુખ્યરૂપે પડ્યો છે, તેમ સર્વત્ર વિનયનું મુખ્યત્વ છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. સર્વત્ર વ્યાપીને રહેવાનું જે સામર્થ્ય છે તેને સર્વાનુગમ શક્તિ કહેવાય છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે જેમ મિષ્ટાન્નમાં અનેક દ્રવ્યો હોવા છતાં બધાં જ મિષ્ટાન્નમાં મધુર રસ તો હોય જ. એ જો ન હોય તો મિષ્ટાન્નને મિષ્ટાન્ન જ કહેવાય નહિ, કારણ કે તેથી મિષ્ટાન્નનું સ્વરૂપ જ રહેતું નથી. આવી જ રીતે જ્ઞાન દર્શન ચારિત્ર તપ વગેરેની આરાધનામાં, મિષ્ટાન્નોમાં પડેલા મધુરરસની જેમ વિનય રહેલો છે. તે, દરેક આરાધનામાં મુખ્ય છે. એ જો ન હોય તો જ્ઞાનાદિ આરાધનાનું સ્વરૂપ જ નાશ પામે છે. જ્યાં પોતાનું સ્વરૂપ જ ન હોય ત્યાં તેના કાર્યનું અસ્તિત્વ ક્યાંથી હોય? ર૯-૨શા વિનયથી જેમ ગુણની પ્રાપ્તિ થાય છે; તેમ દોષોનો ક્ષય થાય છે, તે જણાવાય છે–
दोषाः किल तमांसीव, क्षीयन्ते विनयेन च ।
प्रसृतेनांशुजालेन, चण्डमार्तण्डमण्डलात् ॥२९-२८॥ પ્રખર એવા સૂર્યબિંબમાંથી પ્રસરેલાં કિરણોના સમુદાયથી જેમ અંધકાર દૂર થાય છે તેમ વિનય વડે ખરેખર જ દોષો ક્ષય પામે છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અંધકારને દૂર કરવાનું પ્રચંડ સામર્થ્ય સૂર્યનાં કિરણોમાં છે. એના પ્રસારથી અંધકાર દૂર થાય છે એ સમજી શકાય છે. એવી રીતે જ આત્માના સઘળાય દોષોને દૂર કરવાનું સામર્થ્ય વિનયમાં છે. વિષય, કષાય અને મોહ વગેરે દોષોને દૂર કરવાનું સામર્થ્ય વિનયમાં છે. વિનયથી પ્રાપ્ત થયેલ અને પરિણત થયેલ સમ્યજ્ઞાન વગેરેથી એ અજ્ઞાનાદિમૂલક સર્વ દોષો નાશ પામે છે. કુરગડુ મુનિ વગેરે મહાત્માઓએ જે રીતે વિનયથી દોષોનો ક્ષય કર્યો છે, તેનું અનુસંધાન કરવાથી તેમ જ કુલવાલક મુનિ વગેરે આત્માઓના દોષો; ઘોર સાધના કરવા છતાં ક્ષય પામ્યા નહીં, એનું અનુસંધાન કરવાથી સમજી શકાશે કે વિનયથી દોષોનો ક્ષય કઈ રીતે થાય છે. ૨૯-૨૮
વિનય વિના પ્રાપ્ત કરેલા શ્રુતજ્ઞાનની અનર્થકારિતા જણાવાય છે. આશય એ છે કે આ પૂર્વે એ જણાવ્યું છે કે વિનયપૂર્વક ગ્રહણ કરેલું શ્રુતજ્ઞાન, વિના વિલંબે વિવક્ષિત ફળનું કારણ બને છે. હવે એ જણાવાય છે કે વિનય વિના ગ્રહણ કરેલું શ્રુતજ્ઞાન વિવક્ષિત ફળને તો આપતું નથી, પણ અનર્થકારી બને છે–
श्रुतस्याऽप्यतिदोषाय, ग्रहणं विनयं विना । યથા મહાનિથાનસ્ય, વિના સાથનસન્નિધિમ્ /ર૦-૨૧
૧૮૪
વિનય બત્રીશી