Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આચરણ કરાય છે તે વિનયસમાધિનો ત્રીજો પ્રકાર છે અને ચોથો પ્રકાર તે છે કે આવા પ્રકારનું ઉત્તમ ચારિત્ર હું પાળું છું, દેવો પણ મને વંદન કરે છે... ઇત્યાદિ રૂપે મદ ન કરે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૯-૨૨
વિનયસમાધિનું નિરૂપણ કર્યું. હવે શ્રુતસમાધિનું વર્ણન કરાય છે—
श्रुतमेकाग्रता वा मे, भावितात्मानमेव वा ।
स्थापयिष्यामि धर्मेऽन्यं, वेत्यध्येति सदागमम् ॥२९-२३॥
“મને શ્રુતની પ્રાપ્તિ થશે, મારા ચિત્તની એકાગ્રતા થશે, મારા આત્માને ભાવિત બનાવી તેને ધર્મમાં સ્થાપન કરીશ, અથવા અન્ય જીવોને ધર્મમાં જોડીશ. આવી ભાવનાથી સુંદર આગમનું અધ્યયન કરે તે શ્રુતસમાધિનો અનુક્રમે પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ પ્રકાર છે.” - આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે.
શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક આગમનું અધ્યયન કરવું... તે શ્રુતસમાધિ છે. શ્રી જિનાગમના અધ્યયન પાછળના આશયવિશેષને લઇને તે શ્રુતસમાધિના ચાર પ્રકાર છે. શાસ્ત્રજ્ઞાન મળે : આ ભાવનાથી જે આગમ ભણે તે પૂ. સાધુ મહાત્માને પ્રથમ શ્રુતસમાધિ પ્રાપ્ત થાય છે. શ્રુતનો અભ્યાસ કરવાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. એ એકાગ્રતાને પામવાની ભાવનાથી કરાતું આગમનું અધ્યયન : એ શ્રુતસમાધિનો બીજો પ્રકાર છે. એકાગ્રચિત્તે સદાગમનું આ રીતે અધ્યયન કરવાથી આત્મા ધર્મથી ભાવિત બને છે, જેથી આત્મા ધર્મમાં સ્થિર બને છે. આ સ્થિરતાને પ્રાપ્ત કરાવવાની ભાવનાથી કરાતું અધ્યયન શ્રુતસમાધિનો ત્રીજો પ્રકાર છે. આ પ્રમાણે ત્રણ પ્રકારની શ્રુતસમાધિને પ્રાપ્ત કરી ચોથો પ્રકાર ત્યારે પ્રાપ્ત કરી શકાય છે કે જ્યારે આગમના અધ્યયનની પૂર્વે, યોગ્ય જીવોને તે તે ધર્મસ્થાનમાં જોડીશ – એવી ભાવના થઇ હોય. અર્થાત્ આ ભાવનાના યોગે કરાતું આગમનું અધ્યયન શ્રુતસમાધિનો ચોથો પ્રકાર છે. અહીં એ યાદ રાખવું જોઇએ કે પૂર્વેની ત્રણ ભાવનાઓથી સહિત જ ચોથી ભાવના શ્રુતસમાધિ છે. પરંતુ માત્ર બીજાઓને ધર્મમાં જોડવાની ભાવના હોય તો તે શ્રુતસમાધિનો પ્રકાર નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ।।૨૯-૨૩ા
હવે ક્રમપ્રાપ્ત તપ અને આચાર સમાધિનું વર્ણન કરાય છે—
कुर्यात् तपस्तथाऽऽचारं, नैहिकाऽऽमुष्मिकाऽऽशया ।
'
कीर्त्याद्यर्थं च नो किंतु, निष्कामो निर्जराकृते ।।२९-२४।।
તપ તથા આચાર; આ લોકની આશંસાએ, પરલોકની આશંસાએ અને કીર્ત્તિ વગેરેની ઇચ્છાએ ક૨વો ન જોઇએ. પરંતુ નિષ્કામભાવે માત્ર નિર્જરા માટે કરવો જોઇએ.” – આ પ્રમાણે
એક પરિશીલન
૧૮૧