Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
न चैवमस्य भावत्वाद, द्रव्यत्वोक्ति विरुध्यते ।
सद्भावकारणत्वोक्ते, र्भावस्याऽप्यागमाऽऽख्यया ॥२९-१६॥ न चैवमिति-न चैवं ज्ञानार्थं प्रकटप्रतिषेविणोऽपि विनयकरणेऽस्य ज्ञानार्थविनयस्य भावत्वाद द्रव्यत्वोक्तिरापवादिकविनयस्योपदेशपदादिप्रसिद्धा विरुध्यते, भावस्यापि आगमाख्यया आगमनाम्ना सद्भावकारणत्वोक्तेः पुष्टालम्बनत्ववचनादस्वारसिककारणस्थल एवोक्तनियमादिति । भावलेशस्तु मार्गानुसारी यत्र क्वचिदपि मार्गोद्भासनार्थं वन्दनादि विनयार्हतानिमित्तमेव श्रूयते । यदुक्तं बृहत्कल्पभाष्ये-“दंसणनाणचरित्तं तवविणयं जत्थ जत्तियं पासे । जिणपन्नत्तं भत्तीए पूयए तं तहिं भावं ।।१।।” ||२९-१६।।
આ રીતે જ્ઞાન માટેના વંદન વગેરે સ્વરૂપ વિનય ભાવસ્વરૂપ હોવાથી તેને દ્રવ્યસ્વરૂપ વર્ણવનારાં વચનનો વિરોધ આવે છે – આવી શંકા નહિ કરવી જોઇએ. કારણ કે આગમશબ્દથી ભાવને પણ સદ્ભાવના કારણ સ્વરૂપે વર્ણવ્યો છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે પ્રકટ પ્રતિસવી(શિથિલાચારી)નો જ્ઞાન માટે વિનય કરીએ ત્યારે જ્ઞાન માટે કરેલો વિનય ભાવસ્વરૂપ હોવાથી તેને દ્રવ્યસ્વરૂપ માનવાનું વિરુદ્ધ બનશે. ઉપદેશપદમાં અપવાદપદે કરેલા વિનયને દ્રવ્યસ્વરૂપે વર્ણવ્યો છે. તેથી તેનો અહીં વિરોધ આવે છે – એવી શંકા નહિ કરવી જોઇએ. કારણ કે ત્યાં ભાવને પણ (જ્ઞાનને પણ) આગમ શબ્દથી પુષ્ટાલંબન તરીકે વર્ણવ્યો છે. અર્થાતુ ત્યાં પણ દ્રવ્યવંદનાંતર્ગત ભાવનિમિત્તક વંદનનું વર્ણન છે જ. જયાં પ્રકટ પ્રતિસેવી વગેરેને વંદન કરવાનો પરિણામ ન હોય અને વંદન કરવું પડતું હોય ત્યાં જ દ્રવ્યવંદન માનવાનો નિયમ છે.
બાકી તો મોક્ષમાર્ગને અનુસરનારો ભાવનો અંશ જ્યાં ક્યાંય પણ દેખાય તો તે મોક્ષમાર્ગના ઉભાસન (પ્રભાવના) માટે; વંદનાદિ વિનયની યોગ્યતાનું નિમિત્ત જ છે – એમ જણાવાયું છે. આ વસ્તુને જણાવતાં બૃહત્કલ્પભાષ્યમાં ફરમાવ્યું છે કે – સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય જ્યાં જેટલા પ્રમાણમાં દેખાય ત્યાં તે શ્રી જિનેશ્વરદેવોએ કહેલા ભાવને ભક્તિથી પૂજવો જોઇએ. ઇત્યાદિ ઉપયોગપૂર્વક બરાબર સમજી લેવું જોઇએ. ૨૯-૧૬ll વિનયનું માહાભ્ય વર્ણવાય છે
विनयेन विना न स्याज्जिनप्रवचनोन्नतिः ।
पयःसेकं विना किं वा, वर्धते भुवि पादपः ॥२९-१७॥ “વિનય વિના શ્રી જિનશાસનની ઉન્નતિ થતી નથી. પાણીનું સિંચન કર્યા વિના આ પૃથ્વી પર શું વૃક્ષ વધે ખરું?” – આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે વૃક્ષની વૃદ્ધિ માટે જેટલી આવશ્યકતા પાણીના સિંચનની છે, એટલી જ આવશ્યકતા શ્રી જિનશાસનની ઉન્નતિ માટે વિનયની છે.
એક પરિશીલન
૧૭૭