Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છે. આવા ગુરુભગવંત ભણેલા નથી, પર્યાયમાં નાના છે અથવા નીચકુળમાંથી આવેલા છે.. ઇત્યાદિ દોષોની અપેક્ષાએ તેમની હીલના ન કરવી જોઇએ. જો કોઈ તેઓશ્રીની હલના કરે તો તે પોતાના ચારિત્રગુણોને ખલાસ કરે છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધય છે. જિજ્ઞાસુએ તેના જ્ઞાતાઓ પાસેથી સ્પષ્ટપણે સમજી લેવું જોઇએ. ૨૯-૧૦ના પૂ. ગુરુદેવશ્રીની હલનાને, તેના ભયંકર વિપાકને આશ્રયીને વર્ણવાય છે–
शक्त्यग्रज्वलनव्यालसिंहक्रोधातिशायिनी ।
अनन्तदुःखजननी, कीर्तिता गुरुहीलना ॥२९-११॥ शक्त्यग्रेति-शक्तिः प्रहरणविशेषस्तदग्रं शक्त्यग्रं, ज्वलनोऽग्निः, व्यालसिंहयोः सर्पकेसरिणोः क्रोधः कोपः, तदतिशायिनी तेभ्योऽप्यधिका अनन्तदुःखजननी गुरुहीलना कीर्तिता दशवैकालिके ।।२९-११।।
શક્તિનો અગ્રભાગ, અગ્નિ, સર્પ અને સિંહના ક્રોધ કરતાં પણ વધારે ભયંકર અનંતદુઃખને આપનારી ગુરુહલના છે – એમ શાસ્ત્રમાં જણાવ્યું છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય જણાવતાં ટીકામાં ફરમાવ્યું છે કે શક્તિ, શસ્ત્રવિશેષનું નામ છે. શક્તિસ્વરૂપ શસ્ત્રનો અગ્રભાગ ખૂબ જ તીક્ષ્ણ હોય છે. અગ્નિ તેમ જ સર્પ અને સિંહનો ક્રોધઃ આ બધા કરતાં પણ અધિક ખરાબ(ભયંકર) ગુરુની હીલના છે, જે અનંત દુઃખનું કારણ છે – આ પ્રમાણે શ્રી દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં જણાવ્યું છે. શક્તિનો અગ્રભાગ કે અગ્નિ વગેરે દેવતાના પ્રભાવથી દુઃખનું કારણ ન પણ બને, અથવા એક ભવમાં જ દુઃખનું કારણ બને. પરંતુ ગુરુની હલના તો આ ભવમાં અને પરભવમાં અવશ્ય અનંત દુઃખનું કારણ બન્યા વિના રહેતી નથી. તેથી તે શક્યઝ અને અગ્નિ વગેરે કરતાં અધિક ભયંકર છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૯-૧૧.
વિનય વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તે પણ ગુરુને આધીન છે. તેમનો વિનય કઈ રીતે અવશ્ય કરવો જોઇએ તે જણાવાય છે–
पठेद् यस्याऽन्तिके धर्मपदान्यस्याऽपि सन्ततम् ।
कायवाङ्मनसां शुद्ध्या, कुर्याद् विनयमुत्तमम् ॥२९-१२॥ पठेदिति-यस्यान्तिके धर्मपदानि धर्मफलानि सिद्धान्तपदानि पठेत् । अस्य सन्ततमपि निरन्तरमपि, न तु सूत्रग्रहणकाल एव, कुशलानुबन्धव्यवच्छेदप्रसङ्गात् । कायवाङ्मनसां शुद्ध्या उत्तमं विनयं कुर्यात् T/ર૧-૧૨
જેમની પાસે ધર્મપદોનો અભ્યાસ કરે, તેમનો નિરંતર પણ કાય, વચન અને મનની શુદ્ધિથી ઉત્તમ વિનય કરવો જોઈએ.” – આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. એનો આશય
એક પરિશીલન
૧૭૩