Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“(શ્રી અરિહંતપરમાત્માદિ તેર સ્થાનોની) આશાતના ન કરવાથી, ભક્તિ કરવાથી, બહુમાન કરવાથી અને વર્ણન કરવાથી બાવન પ્રકારનો બીજો ઔપચારિક વિનય વર્ણવ્યો છે.” – આ પ્રમાણે આઠમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શ્રી અરિહંતપરમાત્માદિ તેર સ્થાનો(શ્લો.નં. ૭માં જણાવેલા)ની સર્વથા હીલના ન કરવા સ્વરૂપ અર્થાત્ આશાતનાનું વર્જન કરવા સ્વરૂપ, બીજા ઔપચારિક વિનયનો પહેલો પ્રકાર છે. એના કુલ તેર ભેદ છે.
શ્રી અરિહંતપરમાત્માદિ તેર સ્થાનોની પુષ્પાદિ દ્રવ્યોથી ઉચિત ઉપચાર સ્વરૂપ ભક્તિ, બીજા ઔપચારિક વિનયનો બીજો પ્રકાર છે. એના કુલ તેર ભેદ થાય છે. આ રીતે તે તેર સ્થાનો વિશે આંતરિક પ્રીતિ સ્વરૂપ બહુમાનથી બીજા ઔપચારિક વિનયનો ત્રીજો પ્રકાર થાય છે. તેના પણ કુલ તેર ભેદ થાય છે. અને બીજા ઔપચારિક (અનાશાતના સ્વરૂપ ઔપચારિક) વિનયનો ચોથો પ્રકાર, ઉપર જણાવેલાં તેર સ્થાનોના સદ્ભૂત-વાસ્તવિક ગુણોની સ્તવના કરવા સ્વરૂપ છે. એના પણ ઉપર જણાવ્યા મુજબ શ્રી અરિહંતપરમાત્માદિ તેર સ્થાનોને આશ્રયીને તે ભેદ થાય છે. તેર પદોને આ રીતે ચારથી ગુણવાથી બધા મળીને અનાશાતનૌપચારિક વિનયના બાવન પ્રકાર છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. [૨૯-૮॥
ઉપર જણાવેલાં શ્રી અરિહંતપરમાત્માદિ તેર સ્થાનોમાંથી કોઇ પણ એકની પણ આશાતના કરવાથી તાત્ત્વિક રીતે સર્વની આશાતના થાય છે - એ જણાવાય છે—–
एकस्याऽऽशातनाऽप्यत्र, सर्वेषामेव तत्त्वतः ।
અન્યોઽન્યમનુવિદ્ધા હિ, તેવુ જ્ઞાનાવ્યો મુળા: ૦ર૬-૬||
एकस्येति – अत्रार्हदादिपदेषु एकस्यापि आशातना तत्त्वतः सर्वेषां । हि यतस्तेषु ज्ञानादयो गुणा अन्योन्यमनुविद्धाः । यदेव ह्येकस्य शुद्धं ज्ञानं तदेवापरस्यापि । इत्थं च हीलनाविषयीभूतज्ञानादिसम्बन्धस्य सर्वत्राविशेषादेकहीलने सर्वहीलनापत्तेर्दारुणविपाकत्वमवधार्य न कस्यापि हीलना कार्येति भावः ।। २९-९।। “અહીં એકની પણ આશાતના(હીલનાદિ) કરવાથી તત્ત્વને આશ્રયીને સર્વની જ આશાતના થાય છે. કારણ કે શ્રી અરિહંતપરમાત્માદિમાં પરસ્પર જ્ઞાનાદિ ગુણો એકબીજામાં સમાયેલા છે.” – આ પ્રમાણે નવમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી અરિહંત પરમાત્મા વગેરે તેર પદોમાંથી કોઇ પણ એક પદની હીલના કરવાથી બાકીનાં બધાં જ પદોની હીલના થાય છે. કારણ કે તેઓમાં જ્ઞાનાદિ ગુણો પરસ્પર સંકળાયેલા છે.
જે શુદ્ધ જ્ઞાન શ્રી અરિહંતપરમાત્માદિ એક પદમાં છે, તે જ શુદ્ધ જ્ઞાન, શ્રી સિદ્ધપ૨માત્માદિમાં પણ છે. તેથી જેમની હીલના કરી છે, તેમનામાં રહેલા જ્ઞાનાદિ ગુણોનો સંબંધ બીજામાં પણ હોવાથી એક સ્થાને જો તેની હીલના કરી હોય તો અન્યત્ર પણ તેની હીલના થયેલી છે જ. કારણ કે તે તે સ્થાનમાં વિદ્યમાન જ્ઞાનાદિ ગુણોમાં કોઇ વિશેષતા નથી, કે જેને એક પરિશીલન
૧૭૧