Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સામે કોણ છે, તે કેવો છે, તેને કહ્યા પછી કહેવાનું પરિણામ કેવું આવશે... ઇત્યાદિનો ચોક્કસપણે વિચાર કરીને પછી જ બોલવું. આ પ્રમાણે સારી રીતે વિચારીને બોલનારાને ચતુર્થ વાચિક વિનયની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વાચિક ઉચિત યોગાત્મક ઉપચારવિનય ચાર પ્રકારનો છે. ર૯-પા માનસિક વિનયના પ્રકારો જણાવાય છે
मानसश्च द्विधा शुद्धप्रवृत्त्याऽसन्निरोधतः ।
छद्मस्थानामयं प्रायः, सकलोऽन्याऽनुवृत्तितः ॥२९-६।। मानसश्चेति-मानसश्चोपचारो द्विधा शुद्धप्रवृत्त्या धर्मध्यानादिप्रवृत्त्या, असन्निरोधत आर्तध्यानादिप्रतिषेधाद् । अयं च सकलः प्रायः प्रतिरूपो विनयश्छद्मस्थानामन्यानुवृत्तित आत्मव्यतिरिक्तप्रधानानुवृत्तेः । प्रायोग्रहणादज्ञातकेवलभावदशायां केवलिनामपि । अन्यदा तु तेषामप्रतिरूप एव विनयस्तथैव तत्कर्मविनयनोपपत्तेः । तदुक्तं-“पडिरूवो खलु विणओ पराणुअत्तिमइओ मुणेअव्यो । अप्पडिरूवो विणओ Tયવ્યો વત્ની તુ Iકા” ર૧-દા.
શુદ્ધપ્રવૃત્તિ અને અસત્ પ્રવૃત્તિના વિરોધને લઈને માનસિક ઉપચારવિનય બે પ્રકારનો છે. પ્રાય: બીજાને અનુસરવાથી આ બધો વિનય છદ્મસ્થ આત્માઓને પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. જેનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે માનસ ઉપચાર વિનય બે પ્રકારનો છે. એક પ્રકાર ધર્મધ્યાનાદિની પ્રવૃત્તિને લઇને છે. બીજો પ્રકાર આર્તધ્યાનાદિના પરિવારને લઇને છે. શુભધ્યાનથી યુક્ત એવા મનની ઉદીરણા કરવી અને અકુશલ એવા મનનો વિરોધ કરવો. આ રીતે માનસ ઉપચારવિનયના બે પ્રકાર છે.
આ બધો પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનય, છબસ્થ આત્માઓને પોતાથી અતિરિક્ત એવી પ્રધાન(મોટા) વ્યક્તિને અનુસરવાથી સંભવે છે. શ્લોકમાં પ્રઃ શબ્દનું ગ્રહણ એટલા માટે કર્યું છે કે ઉપર જણાવ્યા મુજબ પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનય મોટા ભાગે છદ્મસ્થા આત્માઓને જ સંભવે છે તેથી કોઇવાર કેવલીપરમાત્માને પણ એ સંભવે છે. એ અર્થ જણાવી શકાય. કેવલી ભગવંતોને કેવલજ્ઞાન થયું છે – એ, બીજાને જાણવા ન મળ્યું હોય ત્યાં સુધી તેઓશ્રી પણ માતા-પિતાદિનો વિનય કરે છે, ત્યારે શ્રી કેવલજ્ઞાનીને પણ ઉપચારવિનય(પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનય) હોય છે. પરંતુ જ્યારે કેવલી પરમાત્માને કેવલજ્ઞાન થયું છે એની જાણ બીજાને થઈ હોય ત્યારે તેઓશ્રી બીજાની પ્રત્યે કાયિકાદિ વિનય કરતા ન હોવાથી શ્રી કેવલીપરમાત્માને અપ્રતિરૂપ જ વિનય હોય છે. તાદશ જ વિનયથી તેઓશ્રીનાં કર્મોની નિર્જરા થાય છે - આ વસ્તુને જણાવવા માટે શ્લોકમાં પ્રાય: પદનું ઉપાદાન છે. શ્રી દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનની નિયુક્તિમાં એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે – “પ્રતિરૂપ વિનય,
એક પરિશીલન
૧૬૯