Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ચોથા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય વર્ણવતાં ટીકામાં ફ૨માવ્યું છે કે પૂ. ગુરુદેવશ્રીનાં કાર્યો કરવાનો અભિગ્રહ ધારણ કરવા સ્વરૂપ પ્રથમ કાયિક વિનયનો પ્રથમ પ્રકાર છે.
પૂ. ગુરુદેવશ્રી માટે આસનાદિનો ત્યાગ કરી તેઓશ્રીને ઉપયોગી એવા પીઠફલક-પાટિયાં વગેરે આપવા સ્વરૂપ બીજો કાયિકવિનય છે. આસને બેસેલા શિષ્યને અભ્યુત્થાન માટે યોગ્ય એવા પૂજ્ય ગુરુદેવશ્રીના એકાએક દર્શન થતાંની સાથે શિષ્યનું ઊભા થવું તે સ્વરૂપ ત્રીજો કાયિક વિનયનો પ્રકાર છે. પ્રશ્ન પૂછવા વગેરે પ્રસંગે અંજલિ કરવી તે ચોથો પ્રકાર છે. વંદન કરવા સ્વરૂપ પાંચમો પ્રકાર છે. વિધિપૂર્વક બહુ નજીક પણ નહિ અને દૂર પણ નહિ - એ રીતે ગુરુદેવાદિની સેવા કરવી તે શુશ્રુષા સ્વરૂપ છઠ્ઠો પ્રકાર છે. પૂ. ગુરુદેવાદિ વડીલ જનો જતા હોય ત્યારે પાછળ વળાવવા જવું અને તેઓશ્રી આવતા હોય ત્યારે સામે લેવા જવું તે અનુક્રમે કાયિક ઉપચારવિનયનો સાતમો અને આઠમો પ્રકા૨ છે. ૨૯-૪][
વાચિક ઉપચારવિનયના પ્રકાર જણાવાય છે—
कायिकोऽष्टविधश्चायं वाचिकश्च चतुर्विधः ।
हितं मितं चाऽपरुषं, बुवतोऽनुविचिन्त्य च ॥ २९-५।।
कायिक इति-अयं चाष्टविधः कायिक उपचारः । वाचिकस्तु चतुर्विधः । हितं परिणामसुन्दरं ब्रुवतः प्रथमः । मितं स्तोकाक्षरं ब्रुवतो द्वितीयः । अपरुषं चानिष्ठुरं ब्रुवतस्तृतीयः । अनुविचिन्त्य स्वालोच्य ૬ યુવતૠતુર્થ કૃતિ II૨૬-૧।।
“આ રીતે કાયિક ઉપચારવિનય આઠ પ્રકારનો છે. તેમ જ વાચિક ઉપચારવિનય ચાર પ્રકારનો છે. હિતકર, પરિમિત, અકઠોર અને બરાબર ચિંતવીને બોલનારને ચાર પ્રકારનો વાચિક વિનય થાય છે. - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે ચોથા શ્લોકમાં જણાવેલા અભિગ્રહાદિસ્વરૂપ આઠ વિનયના પ્રકારો કાયિક ઉપચારવિનયના છે. હિતકર બોલવું, પ્રમાણસર બોલવું, અકઠોર બોલવું અને સારી રીતે વિચારીને બોલવું : આ ચાર વાચિક ઉપચાર વિનયના(પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનયના) પ્રકાર છે.
જે બોલવાથી પરિણામ સુંદર આવે એવા પરિણામસુંદર વચનને હિતકર(હિતસ્વરૂપ) કહેવાય છે. એવા હિતકર વચનને બોલનારાને પ્રથમ વાચિક વિનય પ્રાપ્ત થાય છે. હિતકારક એવું પણ વચન ખૂબ જ થોડું અલ્પ અક્ષરવાળું બોલવું જોઇએ. એક વાક્યથી ચાલતું હોય તો બીજું વાક્ય નહીં બોલવું જોઇએ. આ પ્રમાણે થોડું બોલનારને દ્વિતીય વાચિક વિનયની પ્રાપ્તિ થાય છે. પરિણામસુંદર અને થોડું પણ વચન અનિષ્ઠુર-સ્નેહથી યુક્ત બોલવું જોઇએ. પરંતુ પરુષ-કઠોર નહીં બોલવું જોઇએ. આ પ્રમાણે અનિષ્ઠુર બોલનારને તૃતીય વાચિક-વિનયની પ્રાપ્તિ થાય છે. અનિષ્ઠુર, મિત અને હિતસ્વરૂપ વચન પણ, સારી રીતે વિચારીને બોલવું જોઇએ.
વિનય બત્રીશી
૧૬૮