Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
મિથ પ્રરશ્ય વિનયત્રિશિરા ||
अनन्तरं दीक्षा निरूपिता तस्याश्च विनयगर्भाया एव सफलत्वमिति विनयं निरूपयन्नाह
આ પૂર્વે અઠ્ઠાવીસમી બત્રીશીમાં દીક્ષાનું સ્વરૂપ વર્ણવ્યું. એ દીક્ષા પણ વિનયગર્ભિત હોય તો જ સફળ બને છે. તેથી હવે વિનયનું સ્વરૂપ વર્ણવાય છે
कर्मणां द्राग् विनयनाद, विनयो विदुषां मतः ।
अपवर्गफलाऽऽढ्यस्य, मूलं धर्मतरोरयम् ॥२९-१॥ कर्मणामिति-कर्मणां ज्ञानावरणीयादीनां द्राक् शीघ्रं विनयनादपनयनाद् विदुषां विनयो मतः । अयमपवर्गफलेनाढ्यस्य पूर्णस्य धर्मतरोर्मूलम् ।।२९-१।।
“શીઘપણે કર્મોને દૂર કરવાના કારણે વિનયને વિદ્વાનો માને છે. મોક્ષસ્વરૂપ ફળથી પૂર્ણ એવા ધર્મવૃક્ષનું મૂળ વિનય છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. શીધ્રપણે, આત્મા ઉપર લાગેલાં જ્ઞાનાવરણીય વગેરે આઠેય કર્મને દૂર કરનારને વિનય કહેવાય છે. વિનય' શબ્દની “વિનયન વિનય:' - આ વ્યુત્પત્તિને આશ્રયીને “વિનય' શબ્દનો ઉપર જણાવ્યા મુજબ અર્થ છે. આ વિનયને વિદ્વાનો માને છે. સર્વ કર્મોને દૂર કરતો હોવાથી તે વિદ્વાનોને માન્ય હોય જ - એ સમજી શકાય છે. વિનય, સકલ કર્મના ક્ષયને કરે છે, જેથી શીધ્રપણે મોક્ષની પ્રાપ્તિ થાય છે. અપવર્ગ - મોક્ષસ્વરૂપ ફળથી જે પરિપૂર્ણ છે, એવા ધર્મસ્વરૂપ વૃક્ષનું મૂળ વિનય છે.
વિનયથી રહિત એવો ધર્મ, મોક્ષફળને પ્રાપ્ત કરાવતો નથી. કારણ કે વિનય વિના વિદ્યા મળતી નથી. વિદ્યા વિના ચારિત્ર મળતું નથી અને ચારિત્ર વિના મોક્ષ મળતો નથી. આ રીતે ધર્મસ્વરૂપ વૃક્ષનું મૂળ વિનય છે એ સ્પષ્ટ છે, જેનું ફળ અપવર્ગ છે. જન્મ, જરા અને મરણાદિનો ઉચ્છેદ જેમાં થાય છે – તેને અપવર્ગ કહેવાય છે. ll૨૯-૧il વિનયનો વિભાગ કરાય છે અર્થાત્ તેના પ્રકાર જણાવાય છે–
ज्ञानदर्शनचारित्रतपोभिरुपचारतः ।
अयं च पञ्चधा भिन्नो, दर्शितो मुनिपुङ्गवैः ॥२९-२॥ ज्ञानेति-ज्ञानादीनां विनयत्वं पूर्वकर्मविनयनादुत्तरकर्माबन्धाच्च द्रष्टव्यम् ।।२९-२।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચારને આશ્રયીને વિનય પાંચ પ્રકારનો છે -એ મહામુનિઓએ જણાવ્યું છે. અન્યત્ર વિનયના પાંચ પ્રકાર પ્રકારોતરથી જણાવ્યા છે. તેમ જ કોઈ કોઈ સ્થાને વિનયના ચાર પ્રકાર જણાવ્યા છે. વિવક્ષાભેદથી એ સમજી લેવાનું
૧૬
વિનય બત્રીશી