Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તત્ત્વજ્ઞાનથી જન્ય ચરમદુઃખ છે. જનકતા તત્ત્વજ્ઞાનમાં છે અને જન્યતા ચરમદુઃખમાં છે. અનુક્રમે તેના અવચ્છેદક તત્ત્વજ્ઞાનત્વ અને ચરમદુઃખત્વ(ચરમ7) છે. જનકતાદિના ગૌણ સમનિયત ધર્મને જનકતાદિના અવચ્છેદક કહેવાય છે, જે લઘુભૂત અનતિપ્રસક્ત ધર્મ સ્વરૂપ હોય છે. એ ધર્મો બહુલતયા જાતિસ્વરૂપ હોય છે.
અહીં તત્ત્વજ્ઞાનનિષ્ઠજનકતાનિરૂપિતજન્યતા ચરમદુઃખમાં છે અને જન્મતાવચ્છેદક તરીકે ચરમદુઃખત્વને અર્થાતુ ચમત્વને વર્ણવાય છે. પરંતુ ચમત્વને, તે દુઃખત્વ-વ્યાપ્ય (દુઃખત્વના અધિકરણની અપેક્ષાએ અલ્પ અધિકરણમાં રહેનાર) જાતિ ન હોવાથી, જન્યતાવચ્છેદક માની શકાશે નહિ. કારણ કે તશરીર-પ્રયોજય જાતિને આશ્રયીને સાંકર્ય નામનો દોષ આવે છે. પરસ્પરના અભાવનું સામાનાધિકરણ્ય(તાદેશ અભાવવધ્રાં વૃત્તિ) હોય અને પરસ્પરનું સામાનાધિકરણ્ય(અર્થાત્ એકાધિકરણમાં ઉભય વૃત્તિ) હોય ત્યારે સાંકર્યઆવે છે. ભૂતત્વાભાવના અધિકરણ મનમાં મૂર્તિત્વ વૃત્તિ છે અને મૂર્તત્વાભાવના અધિકરણ આકાશમાં ભૂતત્વ વૃત્તિ છે અને એકાધિકરણ પૃથ્વી વગેરેમાં ભૂતત્વ અને મૂર્તત્વઃ બંન્ને વૃત્તિ છે. (રહે છે.) સામાન્યથી એકબીજાને છોડીને રહેતા હોય અને બંન્ને સાથે રહેતા હોય ત્યાં સાંર્ય મનાય છે. સાંકર્યસ્થળે બંન્ને જાતિ મનાતી નથી. બેમાંથી કોઈ એક પ્રમાણસિદ્ધ જાતિ મનાય છે.. ઇત્યાદિ અધ્યાપક પાસે બરાબર સમજી લેવું.
પ્રકૃતિ સ્થળે મૈત્રના ચરમ સુખમાં દુઃખત્વને છોડીને ચરમ– વૃત્તિ છે અને ચૈત્રના અચરમ દુઃખમાં ચમત્વને છોડીને દુઃખત્વ વૃત્તિ છે. તેમ જ ચૈત્રના ચરમદુઃખમાં ચમત્વ અને દુઃખત્વઃ બંન્ને વૃત્તિ છે. તેથી ચમત્વ જાતિ નથી. યદ્યપિ ચૈત્રાદિ તે તે વ્યક્તિના શરીરમાં રહેનારા ચરમ સુખ-દુઃખાદિમાં રહેનારી ચરમત્વ જાતિઓ જુદી જુદી હોવાથી ઉપર જણાવ્યા મુજબ સાંકર્યઆવતું નથી. પરંતુ એવી ચરમત અનેક જાતિઓ માનવાથી સુખત્વાદિ જાતિને લીધે સાંકર્ય સ્પષ્ટ છે. કારણ કે ચૈત્રસબંધી અચરમ સુખમાં અને દુઃખમાં અનુક્રમે ચમત્વ અને સુખત્વ નથી અને ચૈત્રના ચરમસુખમાં ચરમત્વ તેમ જ સુખત્વઃ બંન્ને છે. તેથી ચમત્વને જાતિ માનવાનું શક્ય નથી.
યદ્યપિ ચમત્વ, જાતિસ્વરૂપ ન હોય તો ય “સ્વસમાનાધિકરણદુઃખમાગભાવાસમાનકાલીનત્વ સ્વરૂપ બીજું ચરમત્વ માની શકાય છે. પોતાના(ચરમ દુઃખના) અધિકરણમાં રહેનાર દુઃખપ્રાગભાવના કાળમાં જે દુઃખ હોતું નથી, તે દુઃખમાં ચમત્વ છે. જે દુઃખની ઉત્પત્તિ થયા પછી ભવિષ્યમાં દુઃખની ઉત્પત્તિ થવાની નથી તે દુઃખ, સમાનાધિકરણ(સ્વસમાનાધિકરણ) દુઃખપ્રાગભાવાસમાનકાલીન છે અને એમાં સમાનાધિકરણદુઃખપ્રાગભાવાસમાનકાલીનત્વ સ્વરૂપ ચરમત રહે છે, જે તત્ત્વજ્ઞાનનિષ્ઠજનકતાનિરૂપિતજન્યતા(ચરમદુઃખનિષ્ઠજન્યતા)નું અવચ્છેદક છે – એમ માની શકાય છે. પરંતુ એ કહેવાનું ઉચિત નથી. કારણ કે આવા ચરમત્વને તાદશ જન્યતાવચ્છેદક માનવાની જરૂર નથી. જે દુઃખ ઉત્પન્ન થયા પછી દુઃખપ્રાગભાવના
એક પરિશીલન