Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જેઓ પ્રવૃત્તિ કરે છે, તે પૂ. સાધુ મહાત્માઓ ભાવભિક્ષુ છે. મોક્ષની સાધનામાં શરીરનું મમત્વ; ખૂબ જ મજબૂત પ્રતિબંધક છે. શરીરનું વાસ્તવિક સ્વરૂપ સમજાય તો તેનું મમત્વ દૂર કરવાનું સરળ છે. સર્વથા જેનું સ્વરૂપ ખરાબ છે અથવા જે વસ્તુ સારી હોય તો પણ જો ક્ષણિક હોય, ચિરસ્થાયી ન હોય તો આપણને એની પ્રત્યે ખાસ મમત્વ થતું નથી. તાત્કાલિક ઉપયોગી બને છે માટે તે કરી લઇએ. પરંતુ લગભગ શરીરના વિષયમાં એવું જ હોવા છતાં તેની પ્રત્યેનું મમત્વ જતું નથી. એમ કહેવા કરતાં, એની પ્રત્યે મમત્વ કર્યા વિના રહેવાતું નથી એમ જ કહેવું જોઇએ.
મોક્ષની સાધનામાં એ એક મોટો અવરોધ છે. શરીર; અશુચિ, અશુચિથી ઉત્પન્ન થયેલું અને અશાશ્વત (અનિત્ય) છે. તેથી એની પ્રત્યે મમત્વ રાખવાનું વસ્તુતઃ કોઈ જ કારણ નથી. પૂ. સાધુભગવંતોને એનો વાસ્તવિક ખ્યાલ હોવાથી તેઓશ્રી નિરંતર; આવા શરીર પ્રત્યે મમત્વ કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરે છે. એવા મહાત્માઓ ભાવભિક્ષુ છે. ર૭-૧૬ll.
ઉપર જણાવ્યા મુજબ સોળ શ્લોકોથી જે ભાવભિક્ષુનું વર્ણન કર્યું છે, તેમને ભાવભિક્ષુ કેમ કહેવાય છે તે જણાવાય છે
स भावभिक्षु भेत्तृत्वादागमस्योपयोगतः ।
भेदनेनोग्रतपसा, भेद्यस्याऽशुभकर्मणः ॥२७-१७॥ स इति-स भावभिक्षुर्भण्यते । उग्रतपसा भेदनेनाशुभकर्मणो भेद्यस्यागमोपयोगतो भेत्तृत्वात् तदुक्तं“भेत्तागमोवउत्तो दुविहतवो भेअणं च भेत्तव्वं । अठ्ठविहं कम्मखुहं तेण निरुत्तं सभिक्खुत्ति” ।।२७-१७।।
આ પૂર્વેના સોળ શ્લોકોથી જે મહાત્માઓનું વર્ણન કરાયું છે તે મહાત્માઓ ભાવભિક્ષુ છે. કારણ કે આગમના ઉપયોગથી, ભેદવાયોગ્ય એવાં અશુભ કર્મોને, ભેદવાના સાધનભૂત ઉગ્રતા વડે તે મહાત્માઓ ભેદી નાંખે છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો શબ્દાર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ તે તે ગુરુપરતંત્ર્યાદિ ગુણોથી યુક્ત મહાત્માઓને જ ભાવભિક્ષુ કહેવાય છે. નામ દ્રવ્ય અને સ્થાપના ભિક્ષુઓથી ભિન્ન એવા ભિક્ષુનું ગ્રહણ કરવા માટે “મા પદનું ઉપાદાન છે.
‘મિનસિ મિક્ષ:' - જે ભેદે છે તેને ભિક્ષુ કહેવાય છે.' - આ “ખિલું' શબ્દની વ્યુત્પત્તિ છે. તે અપેક્ષાએ મિક્ષ પદ અહીં ભાવભિક્ષુને જણાવે છે. કારણ કે નામથી જે ભિક્ષુ છે અને જેઓ કર્મને ભેદતા નથી એવા નામાદિ ભિક્ષુમાં ઉપર જણાવેલો “મિપુ' શબ્દનો અર્થ સંગત થતો નથી. આ સંસારમાં એકમાત્ર ભેદવા યોગ્ય આઠ પ્રકારનાં કર્મ છે. ભાવભિક્ષુઓ નિરંતર એ માટે પ્રયત્નશીલ હોય છે. કર્મના ભેદન માટે બાહ્ય અને આત્યંતરઃ આ બે પ્રકારની તપશ્ચર્યા એ સાધન છે. જેના વડે ભેદાય તેને ભેદન (ભેદવા માટેનું અત્યંત ઉપયોગી સાધન) કહેવાય છે. આગમમાં જણાવેલી રીતે તેમાં ઉપયોગ રાખી કઠોર તપ વડે આઠ કર્મોના ભેદક પૂ. સાધુ
એક પરિશીલન
૧૧૧