Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કેમ થતો નથી; અને મોક્ષ કેમ મળતો નથી. આજની આપણી દશા જોતાં વિચારવું પડે કે ખરેખર જ અશિવના ઉચ્છેદ માટે અને શ્રેયઃની પ્રાપ્તિ માટે દીક્ષા લીધી હતી ને ? અને જો એ આશય હતો તો આજે એ છે કે નહિ ? સાચું કહીએ તો મોટા ભાગે અશિવના ઉચ્છેદનો વિચાર જ આવતો નથી. એના બદલે દુઃખના ઉચ્છેદનો જ વિચાર આવે છે. સહેજ પણ પ્રતિકૂળતા જણાય એટલે તેને દૂર કરવાનો વિચાર આવે છે. અશિવના ઉચ્છેદનો વિચાર તો કોણ જાણે ક્યાં ભાગી જાય છે ? આવી સ્થિતિમાં યઃ પામવાની વાત તો યાદ જ આવતી નથી. દીક્ષા લીધા પછી અશિવના ઉચ્છેદનો અને શ્રેયઃ પામવાનો આશય-ઉદ્દેશ વીસરી જવાય તો દીક્ષા દીક્ષા નહિ રહે. અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલી એ દીક્ષા એ પરમ-પવિત્ર આશયને લઇને છે. એ આશય વિનાની દીક્ષા આત્માને લાભદાયી નહિ બને.
શ્લોકના ઉત્તરાર્ધમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ખૂબ જ માર્મિક વાત કરી છે. શ્રેયઃનું પ્રદાન કરનારી અને અશિવ-સંસારનો ઉચ્છેદ કરનારી દીક્ષા ચોક્કસપણે જ્ઞાનીને હોય છે અથવા જ્ઞાનીભગવંતની નિશ્રામાં રહેનારને હોય છે. જેઓ જ્ઞાની નથી અથવા તો જ્ઞાનીની નિશ્રામાં રહેતા નથી; એવા લોકોને ચોક્કસ જ દીક્ષાની પ્રાપ્તિ થતી નથી. દીક્ષાની વાસ્તવિક પ્રાપ્તિ માટે જ્ઞાન અથવા તો જ્ઞાનીની નિશ્રા જ કારણ છે - એ આથી સ્પષ્ટપણે સમજી શકાય છે. જ્ઞાની બન્યા વિના અથવા જ્ઞાનીની નિશ્રામાં નિરંતર રહ્યા વિના દીક્ષાની પ્રાપ્તિ અને આરાધના કોઇ પણ રીતે શક્ય નથી - આ વાત દીક્ષાના પરમાર્થને સમજતી વખતે ખ્યાલમાં રાખવી જોઇએ. જ્ઞાનીની નિશ્રા એટલે ગુરુપારતંત્ર્ય. જ્ઞાની-ગુરુની સાથે રહેવા માત્રથી ‘જ્ઞાનીનિશ્રા' કહેવાતી નથી. જ્ઞાનીને આધીન થઇને રહેવાથી જ્ઞાનીની નિશ્રા પ્રાપ્ત થાય છે. જ્ઞાનીની સાથે રહીએ અને પોતાની ઇચ્છા મુજબ વર્તીએ તો ચોક્કસ જ દીક્ષાની પ્રાપ્તિ નહીં થાય. ‘સ્વચ્છંદતા’ સઘળા ય અનર્થોનું મૂળ છે. સલ પાપોથી રહિત એવી પણ નિષ્પાપ દીક્ષા, સ્વચ્છંદતાને લઇને અનર્થકારિણી બને છે – એ વીસ૨વું ના જોઇએ. પાપ ગમે છે એવું ન પણ હોય પરંતુ સ્વચ્છંદીપણું ગમતું નથી – એમ કહેતાં પૂર્વે એકવાર નહિ સો વાર વિચારવું પડે એવી લગભગ સ્થિતિ છે. સર્વથા પાપરહિત જીવન જીવવાનો નિર્ણય કર્યા પછી પણ ગુરુપારતંત્ર્યના અભાવે દીક્ષા પારમાર્થિકરૂપે પરિણામ પામતી નથી અને તેથી ન તો શ્રેયઃની પ્રાપ્તિ થાય છે, તેમ જ ન તો અશિવ-સંસારનો ઉચ્છેદ થાય છે. ૨૮-૧||
एतदेव भावयति
જ્ઞાનીને જ અથવા તો જ્ઞાનીની નિશ્રામાં જ રહેનારને ચોક્કસપણે દીક્ષા હોય છે; તેનું કારણ સમજાવવા દૃષ્ટાંત દ્વારા દીક્ષાનું સ્વરૂપ જણાવાય છે—
એક પરિશીલન
एकः स्यादिह चक्षुष्मानन्यस्तदनुवृत्तिमान् । પ્રાળુતો યુાપવું પ્રામં નિત્યં યવુમાપિ ।।૨૮-૨૫
૧૨૫