Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
હવે વચનાનુષ્ઠાનનું ફળ વર્ણવવા દ્વારા તેનું સ્વરૂપ વર્ણવાય છે—
ततो निरतिचारेण धर्मक्षान्त्यादिना किल । सर्वं संवत्सरादूर्ध्वं शुक्लमेवोपजायते ।।२८-१०।
तत इति ततो वचनोदयात् किल निरतिचारेण धर्मक्षान्त्यादिना, आदिपदेन धर्ममार्दवशुद्धब्रह्मादिग्रहः । सर्वं दशविधमपि क्षान्त्यादि संवत्सरादूर्ध्वं क्रियामलत्यागाच्छुक्लमेवोपजायते ।।२८-१०।। શ્લોકાર્થ સ્પષ્ટ છે કે આ રીતે વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થવાથી એક વર્ષ પછી નિરતિચાર ક્ષમા, મૃદુતા આદિના કારણે સઘળો ય દશ પ્રકારનો યતિધર્મ શુક્લ જ – શુદ્ધ જ – ઉત્પન્ન થાય છે. આશય એ છે કે દીક્ષાની શરૂઆતથી જ વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થવાથી ક્ષમા વગેરે ધર્મ અતિચા૨૨હિતપણે થાય છે. આથી ક્રમે કરીને એક વર્ષ પછી તો ક્ષમા, મૃદુતા, સરળતા, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય - આ દશ પ્રકારનો યતિધર્મ સઘળો ય શુદ્ધ જ ઊપજે છે. કારણ કે નિરતિચાર તે તે વચનાનુષ્ઠાનથી; અતિચારસ્વરૂપ ક્રિયામલનો ત્યાગ કરાય છે. મલ વિનાની નિર્મળક્રિયાની આરાધનાથી ક્ષમા વગેરે ધર્મો શુદ્ધ જ ઊપજે - એ સમજી શકાય છે.
સંયમજીવનનો પ્રારંભકાળ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એ કાળ દરમ્યાન વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી હોય છે. આવા અવસરે નિદ્રા-વિકથાદિને આધીન બન્યા વિના શ્રી અરિહંતપરમાત્માના પરમતા૨ક વચનાનુસાર જ કોઇ પણ અનુષ્ઠાન માટે પ્રયત્ન કરી લેવો જોઇએ. સંયમજીવનના એ સમયમાં વચનાનુષ્ઠાનનો અભ્યાસ ન પડે તો પછીના સમયમાં એ અભ્યાસ પાડવાનું લગભગ શક્ય બનતું નથી. ખોટી રીતે શરૂ થયેલી વસ્તુનું સાચું પરિણામ કઇ રીતે આવે ? સાચા પરિણામના અર્શીએ કાર્યનો પ્રારંભ પણ સાચી રીતે કરવો જોઇએ. જ્ઞાનીઓની દૃષ્ટિએ; સંયમજીવનમાં વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ ન થાય તો વસ્તુતઃ એ સંયમજીવન નથી. આગળની બારમી ગાથામાં આ વાત સ્પષ્ટપણે જણાવી છે. શ્રી વીતરાગપરમાત્માના વચનનું મૂલ્ય સમજાય તો જ દીક્ષાને આરાધી શકાશે. શ્રી અરિહંતપરમાત્માના પરમતારક વચનને છોડીને આ સંસારમાં કોઇ આરાધ્ય નથી. આરાધ્ય-અનુષ્ઠાનોની આરાધ્યતા પણ એ પરમતા૨ક વચનોના કા૨ણે છે - એ નિરંતર સ્મરણીય છે. ૨૮-૧૦
દશમા શ્લોકમાં જણાવેલી વાતનું સમર્થન કરાય છે—
मासादौ व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः । पर्याये युज्यते चेत्थं गुणश्रेणिप्रवृद्धितः ॥ २८-११॥
मासादाविति-इत्थं च संवत्सरादूर्ध्वं सर्वशुक्लापत्तौ च मासादौ पर्याये व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः प्रज्ञप्त्युक्तो युज्यते गुणश्रेणिप्रवृद्धितः ।।२८-११।।
એક પરિશીલન
૧૩૯