Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
દુષ્કર જ છે. માત્ર પુણ્ય અને પુરુષાર્થના પ્રભાવે પ્રવજ્યા - પંથ આરાધાય નહિ. આગમનું અનુસરણ જ એ માર્ગે ચાલવા માટે મુમુક્ષુ આત્માને સમર્થ બનાવે છે. આગમના અનુસરણ વિના પુણ્ય અને પુરુષાર્થનો વસ્તુતઃ કોઈ જ ઉપયોગ નથી.
આગમના અનુસરણ માટે જ ખરેખર તો વીરતા અપેક્ષિત છે. શરીરની શક્તિ અને કીર્તિ વગેરે તો પહેલા ગુણસ્થાનકે પણ પ્રાપ્ત થતા હોય છે. પરંતુ એથી શાસ્ત્રનું અનુસરણ પ્રાપ્ત થાય છે જ – એવું નથી. સાતમા ગુણસ્થાનકે આગમયોગની પરાકાષ્ઠા પછી જ સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે. આગમાં બળી મરવું અને આગમાં બળવા છતાં ગજસુકુમાલ મુનિની જેમ કાયોત્સર્ગથ્થાને રહેવું - એ બેમાં જે ફરક છે – એ જે સમજી શકે છે; તેને વીરતાનો ખ્યાલ આવ્યા વિના નહીં રહે. શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે અનુકૂળ એવું અવિચલિત સત્ત્વ – એ વીરતા છે, જે માત્ર આગમને અનુસરવાથી જ પ્રાપ્ત થાય છે. આગમને અનુસરવાનું કેટલું અઘરું છે – એ આગમનું અનુસરણ કરનારને જ સમજાય છે. “આજ્ઞા પાળવી છે' - એવો નિર્ણય થાય; એટલે તુરત જ વિપ્નોની પરંપરા ઊભી થાય છે, જેની વાત પણ આત્માને વિચલિત બનાવતી હોય છે. જેને આજ્ઞા માનવી નથી એને દીક્ષામાં કોઈ જ તકલીફ નથી. યથેચ્છપણે વર્તનારને કોઈ બંધન નથી હોતું. તેઓ સદસદૂના વિવેકથી સર્વથા પર હોય છે. એવા લોકોને વીરતાનું કોઈ જ પ્રયોજન હોતું નથી. એવા લોકો માટે આ દીક્ષાનો પંથ ખરેખર જ દુશ્ચર છે. આ સંસારમાં લગભગ ડગલે ને પગલે આગમના અનુસરણમાંથી આત્માને દૂર લઈ જનારાં પ્રબળ નિમિત્તો પડેલાં છે. આવા વખતે એ નિમિત્તોને ખસેડીને આગમના અનુસરણમાં સ્થિર રહેવા માટે વીરતાની અપેક્ષા છે. એવી વીરતાને વરેલા વીર પુરુષો માટે આ દીક્ષાનો માર્ગ સુચર છે. માત્ર શરીરથી શક્તિ અને કીર્તિને પામેલા માટે આ દીક્ષાનો માર્ગ દુશ્ચર છે. આથી સ્પષ્ટ રીતે સમજાશે કે આગમનું અનુસરણ કરનારા વીર પુરુષો માટે આ દીક્ષાનો માર્ગ સુચર છે અને આગમનું અનુસરણ નહિ કરનારાઓ માટે એ દીક્ષાનો માર્ગ દુશ્ચર છે. ૨૮-૧૬ll
દીક્ષાના માર્ગને સારી રીતે આરાધવા માટે આગમનું અનુસરણ કરવું જોઇએ - એ સમજાયા પછી આગમના અનુસરણ માટે શું કરવું જોઈએ - તે જણાવવા માટે કહે છે–
शरीरेणैव युध्यन्ते दीक्षापरिणतौ बुधाः ।
दुर्लभं वैरिणं प्राप्य व्यावृत्ता बाह्ययुद्धतः ॥२८-१७॥ “દીક્ષાની પરિણતિ પ્રાપ્ત થયે છતે બાહ્યયુદ્ધથી વિરામ પામી દુર્લભ એવા વૈરી(શરીર)ને પામી પંડિતજનો શરીરની સાથે જ યુદ્ધ કરે છે.” - આ પ્રમાણે સત્તરમી ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે- આગમાનુસારી આરાધના કરતી વખતે મુખ્યપણે શરીરનું મમત્વ નડતું હોય છે. શરીર પ્રત્યે થોડું પણ મમત્વ ન હોય તો દીક્ષાની આરાધના કરતાં કોઇ રોકતું નથી. એક પરિશીલન
૧૪૭.