Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કરી શકાશે. ઈત્યાદિ વિસ્તારથી શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્વાદ-કલ્પલતા નામની ટીકામાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે. જિજ્ઞાસુવર્ગે એના અધ્યયન વગેરેથી જાણી લેવું જોઈએ. ૨૮-૩૧ પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે
चित्रा क्रियात्मना चेयमेका सामायिकात्मना ।
तस्मात् समुच्चयेनार्यः परमानन्दकृन्मता ॥२८-३२॥ चित्रेति-क्रियात्मना चेयं सद्दीक्षा चित्रा नानाप्रकारा । सामायिकात्मना समतापरिणामेनैका । तस्मात्समुच्चयेन ज्ञानक्रिययोस्तुल्यबलत्वेनार्यः शिष्टैः परमानन्दकृन्मता ।।२८-३२।।
આ દીક્ષા તે તે ક્રિયાસ્વરૂપે અનેક પ્રકારની છે. અને સામાયિકના પરિણામરૂપે એક જ છે. તેથી બંન્નેના સમુચ્ચયથી શિષ્ટ પુરુષોએ તેને પરમાનંદને કરનારી માની છે - આ પ્રમાણે બત્રીશમા
શ્લોકનો અર્થ છે. આશય અત્યંત સ્પષ્ટ છે. સદ્દીક્ષા તેતે ક્રિયા(બાહ્ય-વિહિત સ્વાધ્યાયવિહારાદિપ્રવૃત્તિ)ઓના કારણે અનેક પ્રકારની છે; અને સામાયિક-સમતાસ્વરૂપ પરિણામરૂપે એક જ જાતની છે, તેથી જ્ઞાન અને ક્રિયા-એ બંન્નેના સમુચ્ચય(સમાનબળ)ના કારણે શિષ્ટ પુરુષોએ તે સદ્દીક્ષાને પરમાનંદ - મોક્ષનું કારણ માન્યું છે... અંતે આપણે સૌ પરમાનંદને કરનારી દીક્ષાની આરાધનામાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભિલાષા. ll૨૮-૩૨||
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां दीक्षाद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् ।। व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન
૧૬૩