Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સદ્દીક્ષામાં શુભ યોગને આશ્રયીને શ્રી ભગવતી વગેરે આગમમાં આરંભનો અભાવ વ્યવસ્થિત છે. “ત્યાં(દીક્ષામાં) જે તે પ્રમત્ત સંયત ગુણસ્થાનકે રહેલા પૂ. સાધુભગવંતો છે, તેમના શુભયોગને આશ્રયીને આરંભ મનાતો નથી.” - આ પ્રમાણે આગમના તે વચનનો અર્થ છે. સદ્દીક્ષામાં શુભયોગને આશ્રયીને અનારંભિત્વ(આરંભાભાવ) હોવાથી સ્વભાવ (આત્મરમણતા)માં સારી રીતે સ્થિરતા પ્રાપ્ત થાય છે. કારણ કે અનારસ્મિત્વ એ ચારિત્રના ગુણ સ્વરૂપ છે. જ્ઞાનાદિનો પ્રકર્ષ નથી તોપણ જ્ઞાનવાન ગુરુભગવંતનું પાતંત્ર્ય (આજ્ઞાધીનપણું) સ્વરૂપ યોગ્યતાના કારણે સ્વભાવમાં સમવસ્થિતિ શક્ય બને છે. તેમ જ શુભયોગમાં નિરંતર અપ્રમત્ત હોવાથી વિશુદ્ધ પરિણામના કારણે સ્વભાવમાં સમવસ્થિતિ (રમણતા-સ્થિરતા) પ્રાપ્ત થાય છે. માત્ર “અનારંભિત્વથી સ્વભાવસમવસ્થિતિ પ્રાપ્ત થતી નથી. જ્ઞાનાદિનો પ્રકર્ષ; જ્ઞાનવત્ . ગુરુદેવશ્રીનું પાતંત્ર્ય અને અપ્રમાદથી ઉત્પન્ન વિશુદ્ધિ વગેરે આત્મરમણતાસ્વરૂપ સ્વભાવસમવસ્થિતિનાં કારણો છે. ૨૮-૨લા
સદ્દીક્ષામાં શુભ કરણ (મન, વચન અને કાયા) વ્યાપાર સ્વરૂપ વ્યવહારનયને આશ્રયીને ધ્યાન માનીએ તો આત્મમાત્ર (વચન-કાયાદિ નહીં) ધ્યાનના પ્રતિબંધ સ્વરૂપ જે વ્યુત્થાન છે; તે વ્યુત્થાન સ્વરૂપ જ કરણસુવ્યાપારાત્મક વ્યવહાર થશે – આવી શંકા કરવાપૂર્વક તેનું નિરાકરણ કરાય છે–
व्युत्थानं व्यवहारश्चन्न ध्यानाऽप्रतिबन्धतः ।
સ્થિત ધ્યાનાક્તરામ ધ્યાનાનાં પુનઃ ૨૮-રૂગાં व्युत्थानमिति-व्यवहार आत्ममात्रप्रतिबन्धलक्षणं ध्यानप्रतिबन्धेन व्युत्थानं चेद्, न, ध्यानाप्रतिबन्धतः सुव्यापारलक्षणस्य तस्य करणनिरोधेऽनुकूलत्वादेव चित्तविक्षेपाणामिव तत्प्रतिबन्धकत्वाद् । एकध्यानान्तरं पुन ानान्तरारम्भे मैत्र्यादिपरिकर्मणि स्थितं । तथा च तावन्मात्रेण व्युत्थानत्वे समाधिપ્રારHચાપિ વ્યુત્થાનત્વાપત્તિરિતિ ન વિચિત ર૮-રૂ|.
વ્યવહાર વ્યુત્થાનસ્વરૂપ છે આ પ્રમાણે નહિ કહેવું. કારણ કે તેથી ધ્યાનનો પ્રતિબંધ થતો નથી. ધ્યાનાંતરના આરંભમાં એક ધ્યાનાંતર(પૂર્વધ્યાન) જેમ અનુકૂળ રહે છે; તેમ વ્યવહાર પણ ધ્યાનને અનુકૂળ છે – આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
શંકા કરનારનો આશય એ છે કે દિક્ષામાં મનવચનકાયાની શુભ પ્રવૃત્તિને આશ્રયીને અનારંભિત્વ હોવા છતાં માત્ર આત્માનું જ ધ્યાન રહેતું નથી, આત્મતર શરીરાદિનું પણ ધ્યાન રહે છે. એ ધ્યાન આત્મમાત્ર ધ્યાનનો પ્રતિબંધ કરતું હોવાથી વ્યુત્થાનદોષ સ્વરૂપ છે. આથી સ્પષ્ટ છે કે વ્યવહાર(વ્યવહારનયપ્રસિદ્ધ ધ્યાન) વ્યુત્થાન છે. આનું સમાધાન કરતાં ફરમાવ્યું છે કે ઉપર જણાવ્યા મુજબ વ્યવહાર-સ્વરૂપ ધ્યાન; ધ્યાનનો પ્રતિબંધ કરતું નથી. પરંતુ મનવચનકાયાના
એક પરિશીલન
૧૬૧