Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“આ(પૂર્વોક્ત) રીતે શુદ્ધ ઉપયોગ સ્વરૂપ દીક્ષા છે એ વ્યવસ્થિત(ચોક્કસ-નિશ્ચિત) થાય છે. આહાર-વિહારાદિ ક્રિયાકાળમાં પણ સંસ્કાર સ્વરૂપે તેનો ઉચ્છેદ થતો નથી. અર્થાત્ સંસ્કારસ્વરૂપે તે હોય છે.” - આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. એના આશયને સ્પષ્ટ કરતાં ફરમાવ્યું છે કે જયાં સ્વશરીર પ્રત્યે પણ મમત્વ નથી, દુઃખમાં અરતિ નથી અને સુખમાં આનંદ વગેરે નથી; એવી દીક્ષા માત્ર સમ્યજ્ઞાનના આનંદ સ્વરૂપ શુદ્ધ આત્માના સ્વભાવમાં જ રમણતા કરવા સ્વરૂપ છે. આવી દીક્ષા શુદ્ધ ઉપયોગ સ્વરૂપે વ્યવસ્થિત છે, કારણ કે અહીં અશુદ્ધ બનાવનાર એવા રાગાદિ કષાયનો લેશ પણ નથી.
સ્વભાવની રમણતામાંથી વિભાવમાં પ્રવૃત્ત બનાવવાનું કામ કષાયોનું છે. શુભ પ્રવૃત્તિ પણ પરમાર્થથી એક જાતનો વિભાવ જ છે. સર્વથા સ્વભાવની રમણતાને પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી તે વિભાવોથી જ સ્વભાવ સુધી પહોંચાય છે. પૂ. સાધુભગવંતોને તત્ત્વજ્ઞાનના ઊંડા પરિચયથી એનો પૂર્ણ ખ્યાલ છે, તેથી શુભ પ્રવૃત્તિઓની સાથે સ્વભાવને પ્રગટ કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ હોય છે. એ પ્રયત્નના એકમાત્ર ફળરૂપે શરીર પ્રત્યે પણ મમત્વને દૂર કરી સ્વભાવમાં રમણતાને પ્રાપ્ત કરી લે છે. જેથી તેઓશ્રીની દીક્ષા, શુદ્ધઉપયોગસ્વરૂપે રહે છે.
જોકે પૂ. સાધુભગવંતો આહાર, વિહાર અને પ્રતિલેખનાદિની ક્રિયાઓ કરે તે વખતે શુદ્ધઉપયોગસ્વરૂપ દીક્ષાનો ઉચ્છેદ(નાશ) થશે; પરંતુ ત્યારે-આહારાદિના વ્યવહારકાળમાં પણ
શુદ્ધ ઉપયોગ સ્વરૂપ દીક્ષાના સંસ્કાર વિદ્યમાન છે. તેથી સંસ્કારરૂપે તેનો ઉચ્છેદ થતો નથી. : “વાસના-સંસ્કાર સ્વરૂપે દીક્ષાનો વિચ્છેદ ન થવા છતાં શુદ્ધોપયોગ-સ્વરૂપ દીક્ષા, સ્વરૂપે ન
હોવાથી તેના ફળનો વિચ્છેદ થશે; કારણ કે પોતાના ફળની પ્રત્યે પોતે કારણ છે, પોતાના સંસ્કાર કારણ નથી.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બંન્નેનો ઉપયોગ એક કાળમાં હોતો નથી. અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્વે તેનો ઉપયોગ બદલાય છે. જે વખતે મતિજ્ઞાનનો ઉપયોગ હોય છે, ત્યારે શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોતો નથી. અને જે વખતે શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય છે, તે વખતે મતિજ્ઞાનનો ઉપયોગ હોતો નથી. યુગ૫૬ (એક સાથે) બે ઉપયોગ હોતા નથી.] પરંતુ તે તે ઉપયોગના અભાવ વખતે પણ તે તે ઉપયોગના સંસ્કાર તો હોય છે જ, અને ત્યારે તે તે જ્ઞાનનું કાર્ય(વસ્તુનો અવબોધ... વગેરે) નાશ પામતું નથી. આવી જ રીતે શુદ્ધોપયોગસ્વરૂપ દીક્ષા આહારાદિવ્યવહારકાળમાં તેના સંસ્કાર સ્વરૂપે હોવા છતાં તેના ફળનો (જ્ઞાનાદિનો) નાશ થતો નથી. ૨૮-૨પા.
પૂર્વે જણાવ્યા મુજબ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં સામાન્ય રીતે શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ હોય છે. એમાં “મોક્ષ પ્રત્યે મુખ્ય કારણ શુદ્ધ ઉપયોગ જ છે, શુભ ઉપયોગ નહિ' - આવી માન્યતાનું નિરાકરણ કરવા માટે જણાવાય છે–
૧૫૬
દીક્ષા બત્રીશી