Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
દીક્ષા લીધા પછી શરૂઆતનો કાળ અધ્યયનનો છે, જેને “પ્રથમવય” તરીકે વર્ણવાય છે. આ પ્રથમ વયમાં અધ્યયનને બાધા ન પહોંચે એ રીતે અવિકૃષ્ટ ઉપવાસ વગેરે તપ કરવા દ્વારા શરીરને કષ્ટ પડે – તેમ કરવું જોઈએ. અને અધ્યયનનું કાર્ય પત્યા પછી ઉત્તરવયમાં વિકૃષ્ટ અદ્દમાદિ તપ કરવા દ્વારા શરીરને વધારે કષ્ટ પડે તેમ કરવું. આ રીતે થોડું પીડન અને વધારે પીડન કરતાં કરતાં જ્યારે શરીર કોઈ પણ જાતનું કામ આપવા સમર્થ ન રહે ત્યારે અંતે અનશન સ્વીકારીને તેનો ત્યાગ કરવો. શ્રી આચારાંગ વગેરે સૂત્રમાં એ મુજબ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. શરીર પ્રત્યેનું મમત્વ દૂર કર્યા વિના ચાલે એવું નથી. શરીરની ઉપેક્ષા કરી કષ્ટ વેઠવાનો અભ્યાસ કરવાથી જ શરીરની મમતા દૂર થાય છે. શરીરની આળપંપાળ કરવાથી તેની મમતા વધ્યા જ કરે છે. જેમ જેમ દીક્ષાનો પર્યાય વધતો જાય તેમ તેમ ખરી રીતે શરીરની મમતા ક્ષીણ થવી જોઈએ. આજે નહિ તો કાલે ગમે ત્યારે જો શરીર નાશ પામવાનું જ હોય તો શરીર પ્રત્યે મમત્વ રાખવાથી ફાયદો શું? ગમે તેટલી શરીરની સારસંભાળ લઈએ તોપણ એનો નાશ અવશ્ય થવાનો જ છે તેથી તેની સારસંભાળ લેવાનો કોઈ અર્થ નથી – એમ સમજીને ઉપર જણાવ્યા મુજબ શરીરનું પીડન કરવું જોઇએ. ૨૮-૧પો.
ઉપર જણાવ્યા મુજબની દીક્ષાની આરાધના કરવા કોણ સમર્થ બને છે અને કોણ સમર્થ બનતું નથી તે જણાવાય છે–
वीराणां दुश्चरः पन्था एषोऽनागमगामिनाम् ।
आदानीयाभिधानानां भिन्दतां स्वसमुच्छ्रयम् ॥२८-१६॥ આ શ્લોકથી માંડીને ચોવીશમા શ્લોક સુધીના નવ શ્લોકોનો અર્થ સ્પષ્ટ છે એમ જણાવીને ગ્રંથકારશ્રીએ એ નવ શ્લોકો ઉપર ટીકા કરી નથી. માત્ર શ્લોક ઉપરથી ગ્રંથકારશ્રીના આશય સુધી પહોંચવાનું અઘરું છે. પરંતુ બીજો કોઈ જ ઉપાય નથી. શ્લોક ઉપરથી જ ગ્રંથકારશ્રીના આશયને સમજવાનો પ્રયત્ન કરવો પડશે.
જેમનું નામ આદરણીય છે અને જેઓ પોતાના શરીરને ભેદી નાખે છે - (ગણકારતા નથી) એવા વીર પુરુષો આગમનું અનુસરણ ન કરે તો તેમના માટે આ દીક્ષાનો માર્ગ દુખે કરીને આરાધનીય બને છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે લોકમાં ખ્યાતિ વગેરે દ્વારા નામ આદરણીય બન્યું હોય અને શરીરની કોઈ પણ જાતની ચિંતા ર્યા વિના ખૂબ જ પરાક્રમપૂર્વક પોતાની ઇચ્છા મુજબ જે દીક્ષા પાળે છે તેઓ આગમને અનુસરતા ન હોવાથી શ્રી વીતરાગપરમાત્માએ દર્શાવેલો દીક્ષાનો માર્ગ આરાધી શકતા નથી. આગમનું અનુસરણ નહિ કરનારાઓ માટે ઉપર જણાવેલો દીક્ષામાર્ગ દુર છે. બાહ્યદષ્ટિએ પુણ્યોદય અને પુરુષાર્થ ચિકાર હોય તોપણ આગમાનુસારિતાના અભાવે તેમને આ દીક્ષામાર્ગ
૧૪૬
દીક્ષા બત્રીશી