Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છે કે નહિ, એ માટે આજ સુધી તેઓએ શું કર્યું છે. ઈત્યાદિ જાણવા માટે કોઈ પ્રયત્ન કરાતો હોય એવું લગભગ જોવા મળતું નથી. મૂળભૂત યોગ્યતા અંગે આટલી ઉપેક્ષા કેમ કરાય છે - એ સમજાતું નથી. યોગ્યતાનાં માપદંડ જ જ્યાં બદલાતાં હોય ત્યાં અસલ-સદ્ વસ્તુનું દર્શન ન જ થાય - એ સમજી શકાય એવી વાત છે. સદ્દીક્ષાનું દર્શન કરવું હોય તો તેની પૂર્વે ઉપર જણાવ્યા મુજબ ઇન્દ્રિયો અને કષાયોનું મુંડન કરવું જ જોઈએ. ત્યાર પછી જ શિરોમુંડન કરવાનું છે. દીક્ષા લીધા પછી કરાતા એ શિરોમુંડનથી સદ્દીક્ષાની અભિવ્યક્તિ થાય છે. તેવા પ્રકારનું શિરોમુંડન સદ્દીક્ષાનું અભિવ્યંજક બને છે, જેનાથી સદ્દીક્ષા અભિવ્યંગ્ય બને છે. ઇન્દ્રિયો અને કષાયોના ત્યાગ વિના માત્ર માથું મુંડાવાથી સદ્દીક્ષાની પ્રાપ્તિ હોતી નથી. ૨૮-૧૪ સદ્દીક્ષાની પ્રાપ્તિ પછી જે કાર્ય કરવાનું છે તે જણાવાય છે
विहाय पूर्वसंयोगमस्यामुपशमं व्रजन् ।
मनाक कायं प्रकर्षण निश्चयेन च पीडयेत् ॥२८-१५॥ विहायेति-अस्यां सद्दीक्षायां पूर्वसंयोगं मातापित्रादिसंयोगं विहायोपशमं व्रजन् प्राप्नुवन् कायं स्वदेहं मनागध्ययनादिकालेऽविकृष्टेन तपसा प्रकर्षेण तदुत्तरं विकृष्टेन तपसा निश्चयेन चान्त्येऽनशनादिरूपेण વીડયેત્ ર૮-૧૦IT.
“આ સદ્દીક્ષામાં, માતા-પિતાના સંયોગાદિ સ્વરૂપ પૂર્વ સંયોગને છોડીને(ત્યજીને) ઉપશમ(કષાયની અનુદયાદિ અવસ્થા)ભાવને પામનાર; શરૂઆતમાં શરીરને થોડું અને છેલ્લા વધારે પીડ” – આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે, દીક્ષા લેતાં પૂર્વે આ સંસારના સઘળા ય સંયોગોનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરાય છે. માતાપિતાના સંબંધનો પણ છેલ્લા ત્યાગ કરીને ગ્રહણ કરેલી દીક્ષામાં મમત્વ કરવા જેવું આમ જુઓ તો કશું જ નથી. માતા-પિતાના સંબંધનો ત્યાગ કર્યા પછી ગ્રહણ કરેલી દીક્ષામાં એક નવું સર્કલ તૈયાર થાય છે, એમ કહેવાના બદલે નવું સર્કલ કરાય છે – એમ કહીએ તો એમાં કશું ખોટું નથી. આવી સ્થિતિમાં સદ્દીક્ષાની પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી. અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ દીક્ષાનું પાલન થાય તો નવા સંયોગો વધારવાની આવશ્યકતા ઊભી જ ન થાય. સંયમની સાધના માટે કોઈ વાર ઉપાશ્રયાદિના વ્યવસ્થાપકનું કામ પડે ત્યારે એટલાપૂરતું તેમની પાસે કામ કરાવી લઈએ. પરંતુ એક વાર જેમનું કામ પડ્યું તેમની સાથે કાયમનો સંબંધ બાંધી લઇએ તો તે સંયમની સાધના માટે અનુરૂપ નથી. એવા સંયોગો વધારવાથી મમત્વો કેટલાં વધે છે - એનું વર્ણન થાય એવું નથી. માતા-પિતાદિના પૂર્વ-સંયોગોનો ત્યાગ કરીને જ સદ્દીક્ષાની પ્રાપ્તિ થતી હોય છે. આવી દિક્ષામાં બીજા કોઈ જાતના સંબંધો વિકસે નહિ તો ઉપશમભાવને પ્રાપ્ત કરવાનું સહેલું છે. શ્લોકમાં પ્રથમ બે પાદમાં એ વાત ખૂબ જ સ્પષ્ટપણે જણાવી છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ
૧૪૪
દીક્ષા બત્રીશી