Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
વાતમાં શંકાને અવકાશ જ નથી. પરમતારક જ્ઞાની ભગવંતોની વાતનો જેટલો વહેલા સ્વીકાર કરીશું તેટલું વહેલું કલ્યાણ થશે. આ રીતે વચનાનુષ્ઠાન જ્યારે આત્મસાત્ બનવાથી આત્મા તેની સાથે તન્મય બને છે; ત્યારે આત્માની સાથે એકરૂપ બનેલું એ અનુષ્ઠાન અસંગાનુષ્ઠાન બને છે, જે દીક્ષાના ઉત્તરકાળમાં હોય છે. આ શ્લોકમાં જણાવેલી વચનક્ષમ, ધર્મક્ષમા વગેરેનું સ્વરૂપ આગળ જણાવાશે. ૨૮-૬ll.
પૂર્વશ્લોકમાં જણાવેલી વચનક્ષમા અને ધર્મક્ષમાનું સ્વરૂપ વર્ણવવા ક્ષમાના પ્રકારો જણાવાય છે–
उपकारापकाराभ्यां विपाकाद्वचनात् तथा ।
धर्माच्च समये क्षान्तिः पञ्चधा हि प्रकीर्तिता ॥२८-७॥ उपकारेति-उपकारेण क्षान्तिरुपकारिप्रोक्तदुर्वचनाद्यपि सहमानस्य । अपकारेण क्षान्ति मम दुर्वचनाद्यसहमानस्यायमपकारी भविष्यतीत्याशयेन क्षमां कुर्वतः । विपाकाच्चेहपरलोकगतानर्थपरम्परालक्षणादालोच्यमानात् क्षान्तिर्विपाकक्षान्तिः । तथा वचनात् क्षान्तिरागममेवालम्बनीकृत्योपकारित्वादिनैरपेक्ष्येण क्षमां कुर्वतः । धर्माच्चात्मशुद्धस्वभावलक्षणाज्जायमाना क्षान्तिश्चन्दनस्येव शरीरस्य च्छेददाहादिषु सौरभादिस्वधर्मकल्पा परोपकारिणी सहजत्वेनावस्थिताऽविकारिणी । एवं पञ्चधा क्षान्तिः समये પીર્તિતા | યહુદું“પાર્થપારિવિપાવવાનધર્મોત્તરી મતા ક્ષત્તિરિતિ” ર૮-૭ી.
ઉપકાર, અપકાર, વિપાક, વચન અને ધર્મ - આ પાંચને આશ્રયી આગમમાં પાંચ પ્રકારની ક્ષમા(ઉપકારક્ષમા, અપકારક્ષમા, વિપાકક્ષમા, વચનક્ષમા અને ધર્મક્ષમા) વર્ણવી છે - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ઉપકારના કારણે; અપકાર કરશે - એ કારણે; વિપાક-અનર્થની પ્રાપ્તિ થશે એ કારણે; શ્રી તીર્થંકરપરમાત્માના વચનના કારણે અને ધર્મ-સ્વભાવના કારણે કરાતી સમાને અનુક્રમે ઉપકારક્ષમા, અપકારક્ષમા, વિપાકક્ષમા, વચનક્ષમા અને ધર્મક્ષમા કહેવાય છે.
કોઇએ આપણી ઉપર પૂર્વે ઉપકાર કર્યો હોય તે ઉપકારી જન કોઇવાર આપણને ન ગમે એવાં દુષ્ટ વચન કહે અથવા દુર્વર્તન કરે ત્યારે આપણા એ ઉપકારી છે, એમનાં વચન કે વર્તન સામે ન જોવાય, આપણે સહન કરી લેવું જોઈએ...' વગેરે સમજીને ક્ષમા રાખવી - તેને ઉપકારક્ષમા કહેવાય છે. આવી જ રીતે કોઈ પણ માણસનાં દુષ્ટવચનાદિને હું સહન નહિ કરું. તો તે માણસ ભવિષ્યમાં મારી ઉપર અપકાર કરશે...” વગેરે સમજીને સહન કરવાં - તેને અપકારક્ષમા કહેવાય છે. ઉપકારક્ષમાનો વિષય ભૂતકાલીન છે અને અપકારક્ષમાનો વિષય ભવિષ્યત્કાલીન છે. “આ લોકમાં અથવા તો પરલોકમાં અનર્થની પરંપરા મને પ્રાપ્ત થશે' વગેરે સમજીને ક્રોધાદિના વિપાકનો વિચાર કરી ક્ષમા ધારણ કરવી તેને વિપાકક્ષમા કહેવાય છે.
૧૩૪
દિક્ષા બત્રીશી