Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
મુનિજીવનનો પ્રાણ છે. સખેદ માનવું પડે એમ છે કે વર્તમાનમાં ક્ષમાધર્મની ચિકાર ઉપેક્ષા સેવાય છે. એનું મુખ્ય કારણ સહનશીલતાના અભાવ કરતાં પણ સહન કરવાની વૃત્તિનો અભાવ છે. દીક્ષામાં જેનું નામ પણ ના જોઈએ તે – સહન ન કરવાની વૃત્તિ - નું અસ્તિત્વ ક્યાંથી વ્યાપી ગયું તે જ સમજાતું નથી. દેખીતી રીતે કોઈ પણ જાતનો વાંક ન હોય તોપણ તે અંગે જે પણ સહેવું પડે તે કોઈ પણ જાતના પ્રતિકાર વિના સહન કરી લેવું જોઇએ -એમ સ્પષ્ટપણે સાધુઓને ઉપદેશ્ય છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ રીતે વાંક હોવા છતાં એ અંગે પૂ. ગુવદિક કશું જણાવે તો તે સહન કરવાની વૃત્તિ ન હોય તો ક્ષમાધર્મ પામવાનું કઈ રીતે શક્ય બને ? “ખોટું સહન થતું નથી' – આ કથન સાચું નથી. અવસરે કેટલું સહન કરીએ છીએ, કોનું સહન કરીએ છીએ અને કેવું સહન કરીએ છીએ - એ, કોઇ પણ જાતની માયાને સેવ્યા વિના વિચારવાની જરૂર છે. એ પ્રમાણે વિચાર કરવાથી સમજાશે કે સહન થતું નથી – એ સાચું નથી, પરંતુ સહન કરવું નથી – એ સાચું છે. પાપનું ફળ ભોગવ્યા વિના ચાલે એવું નથી. વગર ગુનાની સજા આપણે ત્યાં નથી. વર્તમાનમાં વાંક ન જણાય તો ચોક્કસ જ એ ભૂતકાળનો હશે. આપણી ભૂલ વિના આપણને કોઈ સજા કરતું નથી. આવી શ્રદ્ધા કેળવીને ગમે તે રીતે સહન કરવાની વૃત્તિ મેળવી લીધા વિના ચાલે એવું નથી. તિતિક્ષા અને પ્રતિચિકીષ(પ્રતીકાર કરવાની ઇચ્છા) આ બંધ અનાદિકાળથી ચાલ્યા જ કરે છે. પ્રતિચિકીર્ષાને દૂર કરી તિતિક્ષા(લાચારી વિના સહન કરવાની વૃત્તિ) કેળવી લેવાય તો ક્ષમાધર્મને સરળતાથી આરાધી શકાય.
ઉપર જણાવ્યા મુજબ દીક્ષામાં પ્રાથમિક કાળમાં વચનક્ષમા હોય છે અને ત્યાર પછી ધર્મક્ષમા હોય છે. અધ્યયનાદિની અભિરતિ સ્વરૂપ વચનાનુષ્ઠાન પણ પ્રાથમિક કાળમાં હોય છે. ગ્રંથકાર પરમર્ષિએ શ્લોકમાંના કનુષ્યન પદનો અર્થ અધ્યયનાઘભિરતિ જણાવીને સાધુભગવંતોને નિરંતર યાદ રાખવા જેવી માર્મિક વાત કરી છે. દીક્ષા લીધા પછી તે તે સમયે વિહિત કરેલા તે તે અનુષ્ઠાનમાં સાધુભગવંતોએ પૂર્ણરતિવાળા બનવું જોઈએ. એ અનુષ્ઠાનોમાં મુખ્યતા અધ્યયનની છે. દીક્ષાના શરૂઆતના કાળમાં અધ્યયનની અભિરતિ સ્વરૂપ વચનાનુષ્ઠાન હોય છે. આ અધ્યયનની અભિરતિ ન હોય તો દીક્ષામાં રતિ જેવું કાંઈ જ રહેતું નથી. સંયમજીવનમાં આત્માને પૌદ્ગલિક પદાર્થોની અને વૈભાવિક બાહ્યભાવોની રતિથી દૂર રાખવા માટે અધ્યયનની અભિરતિ જેવું કોઈ સાધન નથી. કર્મની લઘુતા થયા વિના આત્માને આવા પરમ કલ્યાણકર સાધનની પ્રાપ્તિ શક્ય નથી. સંયમ-જીવનમાં અધ્યયનની અભિરતિ ન હોય તો ખૂબ જ વિચિત્ર સ્થિતિ પેદા થાય છે - એનો અનુભવ આજે લગભગ બધાને છે. પણ આથી વધારે વિચિત્ર સ્થિતિ તો એ છે કે આવા અનુભવ પછી પણ અધ્યયનની અભિરતિ કેળવી લેવાનું આવશ્યક જણાતું નથી. “અનંતજ્ઞાનીઓએ જણાવેલા તે તે ઉપાયોને આત્મસાત્ કર્યા વિના કોઈ પણ ફળની સિદ્ધિ પ્રાપ્ત નથી જ થવાની.” - એ ભૂલવું ના જોઈએ. ત્રિકાળદર્દીઓની
એક પરિશીલન
૧૩૩