Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
શાસ્ત્રની દૃષ્ટિએ શ્રુતાભ્યાસ વિના સંસારની અસારતાદિનું પરિભાવન શક્ય નથી. અને એ વિના વ્રતમાં સ્થિરતા આવતી નથી. માત્ર સાધુવેષમાં ટકી રહેવું એ વ્રતની સ્થિરતા નથી. વ્રતની પરિણતિમાં સ્થિર રહેવું એ વ્રતની સ્થિરતા છે. શ્રુતાભ્યાસ વિના છાપાં વગેરે વાંચીને દિવસો તો પસાર થઈ જશે અને વેષમાં પણ ટકી રહેવાશે. પરંતુ વ્રતની પરિણતિમાં સ્થિરતા નહીં મળે. શ્રુતાભ્યાસ વિનાની બાહ્ય પ્રવૃત્તિ (છાપાં વગેરે વાંચવાની) ગમે છે – એનું પણ ખરું કારણ એ છે કે વ્રતમાં સ્થિરતા નથી. વ્રતમાં સ્થિરતાની આવશ્યકતા હોય તો વહેલામાં વહેલી તકે શ્રુતાભ્યાસની પ્રવૃત્તિને શરૂ કર્યા વિના બીજો કોઈ જ ઉપાય નથી. માત્ર શ્રુતાભ્યાસથી પણ તમાં સ્થિરતા નથી આવતી. સાધુભગવંતો માટે તે તે કાળે વિહિત કરેલી સઘળીય ક્રિયાઓનો અભ્યાસ પણ વ્રતની સ્થિરતામાં આવશ્યક છે. આથી જ અહીં ‘દ્રવ્ય પદથી સકલસાધુક્રિયાનો પણ સમાવેશ કર્યો છે. સમર્થ શ્રુતના અભ્યાસીઓ, સકલ સાધુક્રિયાના અભ્યાસી હોવા જોઇએ. જ્ઞાનીને કર્તવ્યતાનો પરિણામ હોય જ - એ સમજી શકાય છે. આ પ્રમાણે શ્રત અને સકલ સાધુક્રિયા સ્વરૂપ દ્રવ્યના ન્યાસ વડે વ્રતની સ્થિરતા પ્રાપ્ત થાય છે.
ભાવના ન્યાસથી સત્પદની પ્રાપ્તિ જણાવાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રાદિ સ્વરૂપ ભાવની પ્રાપ્તિથી વિશિષ્ટ પુણ્યયોગે સાધુભગવંતોને ભવિષ્યમાં આચાર્યપદાદિની પ્રાપ્તિ થતી હોય છે. એને જણાવનારો અહીં ભાવનો ન્યાસ છે. ક્ષયોપશમભાવની નિર્મળતાના કારણે કોઇવાર આત્માને વિશિષ્ટ પુણ્યયોગે એવા આચાર્યપદાદિની પ્રાપ્તિ થતી હોય છે. ભાવિમાં થનારા એ કાર્યનાં સમ્યગ્દર્શનાદિસ્વરૂપ ભાવો કારણસ્વરૂપ લિંગો છે. જેમ કાર્ય(ધૂમાદિ)ના કારણે કારણ(અગ્નિ વગેરે)નું અનુમાન થાય છે, તેમ કારણ(મંગલાદિ)ના કારણે કાર્ય(વિપ્નનાશાદિ)નું પણ અનુમાન થાય છે. વિશિષ્ટ સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ ભાવ ભાવિમાં પ્રાપ્ત થનાર આચાર્યપદાદિનો અનુમાપક છે. “માવઃ સત્યજીવનઃ” આ શ્લોકના છેલ્લા પદથી જણાવેલી વાતને સ્પષ્ટ રીતે જણાવી છે કે આચાર્યત્વ વગેરે વિશિષ્ટ સ્થાને અવસ્થિત(રહેલા) આત્માઓની અવસ્થાનો પ્રકાશક(જણાવનારો-સૂચવનારો) આ ભાવ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનો ન્યાસ(પ્રદાન); ઉપર જણાવ્યા મુજબ અનુક્રમે કીર્તિ, આરોગ્ય અને વ્રતની સ્થિરતાને કરનાર તેમ જ સત્પદને જણાવનાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ - આ ચારે ય ભેગા મળીને શ્રેષ્ઠ કોટિનાં કીર્તિ, આરોગ્ય વગેરેનાં કારણ બને જ છે - એ વિચારવું જોઈએ. સામાન્યથી પ્રત્યેકનું કારણ બનનારાના સમુદાયના કારણે અંતે તો પ્રત્યેકથી ઉત્પન્ન થનારા કાર્યમાં જ પ્રકૃષ્ટતાનો આવિર્ભાવ થતો હોય છે.
અન્યગ્રંથ(શ્રી ષોડશક પ્રકરણોમાં પણ એ વાતને સ્પષ્ટપણે ફરમાવતાં જણાવ્યું છે કે – નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ; ચોક્કસપણે કીર્તિ, આરોગ્ય, ધ્રુવ(સ્થિરતા) અને પદની પ્રાપ્તિને સૂચવનારાં છે – આ પ્રમાણે આચાર્યભગવંતો જણાવે છે. તેથી નામાદિના ન્યાસ માટે પ્રયત્ન
એક પરિશીલન
૧૩૧