Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
વચનક્ષમા તેને કહેવાય છે કે જ્યાં “આ ઉપકારી છે; આ અપકાર કરશે અથવા તો આ લોકમાં અને પરલોકમાં અનર્થની પરંપરા સર્જાશે..” વગેરેનો વિચાર કર્યા વિના શ્રી તીર્થંકર પરમાત્માના પરમતારક વચન સ્વરૂપ આગમમાં જણાવ્યું છે કે “સર્વદા ક્ષમા કરવી જોઈએ' - આ પ્રમાણે માત્ર આગમનું આલંબન લઈને ક્ષમા ધારણ કરાય છે. આ વચનક્ષમા દીક્ષાની પ્રથમ અવસ્થામાં હોય છે. ત્યાર પછી - વચનક્ષમા આત્મસાત્ થયા પછી – ધર્મક્ષમાની પ્રાપ્તિ થાય છે. આત્માના શુદ્ધ સ્વભાવ સ્વરૂપ ધર્મના કારણે થનારી ક્ષમાને ધર્મક્ષમા કહેવાય છે. ચંદનના કાષ્ઠનો છેદ કરો કે તેનો દાહ(બાળી નાખવું) કરો તોપણ ચંદનનો સુગંધી સ્વભાવ અવસ્થિત રહે છે, એમાં કોઈ પણ જાતના વિકારોનો આવિર્ભાવ થતો નથી. તેમ જ શરીરનો છેદ કરો કે દાહ કરો તો પણ આત્મધર્મભૂત ક્ષમા અવસ્થિત રહે છે અને એકાંતે પરોપકારિણી એવી તેમાં સહેજ પણ વિકૃતિ આવતી નથી. ચંદનના સુગંધની જેમ આત્મધર્મભૂત ક્ષમા ધર્મમાં છે. આ રીતે પાંચ પ્રકારની ક્ષમા આગમમાં દર્શાવી છે. જેમ કે કહ્યું પણ છે કે “ઉપકારી, અપકારી, વિપાક, વચન અને ધર્મ પદની ઉત્તરમાં રહેલી ક્ષમા” પાંચ પ્રકારની છે. આ પાંચ પ્રકારની ક્ષમાઓમાંથી ઉપકારી ક્ષમા, અપકારી ક્ષમા અને વિપાકક્ષમા - આ ત્રણ ક્ષમા દીક્ષામાં નથી હોતી. ચોથી વચનામાં અને પાંચમી ધર્મક્ષમા - આ બે ક્ષમાઓનું અસ્તિત્વ દીક્ષામાં હોય છે.
ઉપર જણાવ્યા મુજબ પાંચ પ્રકારની ક્ષમામાં સહન કરવાની પ્રવૃત્તિ એક હોવા છતાં એની પાછળનો આશય જુદો જુદો છે. સંયમ – જીવનમાં ઉપકારી, અપકારી કે વિપાકને આશ્રયીને ક્ષમા કરવાની નથી – એવું નથી. વચનક્ષમાના આસેવનથી પૂર્વ ત્રણેય ક્ષમાનું આસેવન થઈ જ જાય છે. માત્ર એ આશય હોતો નથી. પાત્ર ગમે તે હોય પરંતુ ક્ષમાનો આશય માત્ર વચનપાલનનો કે સ્વભાવસ્વરૂપ જ હોવો જોઈએ. આ ઉપકારી છે, આ અપકારી છે અથવા અનર્થની પ્રાપ્તિ થશે – આવી કોઈ પણ ભાવનાથી સંયમજીવનમાં ક્ષમા કરવાની નથી. માત્ર શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના જ પરિપાલન માટે ક્ષમા કરવાની છે. ગ્રંથકારપરમાર્ષિએ જણાવેલી એ વાતનો વિચાર કરવાથી સમજાશે કે વચનક્ષમા પ્રાપ્ત કરવાનું કેટલું અઘરું છે. જ્યાં ઉપકારી પ્રત્યે પણ ક્ષમા રાખવાનું આજે લગભગ શક્ય બનતું નથી, ત્યાં વચનક્ષમા પ્રાપ્ત કરવાનું કઈ રીતે શક્ય બને? ઉપકારીના ઉપકાર યાદ કરવા જેટલું પણ સૌજન્ય ન હોય; અપકાર કરશે – એવો પણ ડર ન હોય અને આ લોકાદિના અનર્થોની પણ ચિંતા ન હોય ત્યાં ક્ષમાની આશા રાખવાથી કાંઈ વળવાનું નથી - એ સ્પષ્ટપણે સમજી શકાય છે. વર્તમાનની દીક્ષા ક્યાં લઈ જશે – એનો આત્માર્થી જનોએ વિચાર કરવાની ખૂબ જ જરૂર છે. ૨૮-છા વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનનું સ્વરૂપ સમજાવવા અનુષ્ઠાનોના પ્રકારો જણાવાય છે–
प्रीतिभक्तिवचोऽसगैरनुष्ठानं चतुर्विधम् ।
સાઢિયે ક્ષતિષત્તિને કે રાત્તિમયે ||૨૮-૮ાા. એક પરિશીલન
૧૩૫