Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રમાર્જના વગેરે જે ગુણો છે તે ગુણોને પ્રાપ્ત કરવા વગેરે માટે; શ્રદ્ધા, સંવેગ અને નિર્વેદાદિથી પૂ. સાધુમહાત્માઓ પ્રયત્નશીલ હોય છે, તેથી તેઓશ્રીને પતિ કહેવાય છે.
આ રીતે સંયમની સાધના કરતાં કરતાં પૂ. સાધુભગવંતો ભવનો ક્ષય કરે છે, તેથી તેઓશ્રીને ભવાંત કહેવાય છે. સત્તર પ્રકારના સંયમને કરતા હોવાથી તેઓશ્રીને ચરક કહેવાય છે. પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે પાંચ આશ્રવ-સ્થાનોથી વિરામ પામવું; પાંચ ઇન્દ્રિયોનો નિરોધ કરવો; ચાર કષાયોનો નિગ્રહ કરવો અને અશુભ મન વચન કાયાના યોગોને દૂર કરવા... ઇત્યાદિ પ્રકારે સત્તર પ્રકારના સંયમનું પાલન કરનારા પૂ. મહાત્માઓને ચરક કહેવાય છે. ૨૭-૧૮
પ્રકારાંતરથી ‘મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિ જણાવાય છે—
क्षपकः क्षपयन् पापं, तपस्वी च तपः श्रिया । भिक्षुशब्दनिरुक्तस्य, भेदाः खल्वर्थतो हामी ॥। २७-१९॥
क्षपक इति - पापं क्षपयन् क्षपको भण्यते । तपः श्रिया तपोलक्ष्म्या च तपस्वी । अमी हि प्रासङ्गिका अपि अर्थतो भक्षुशब्दनिरुक्तस्य भेदास्तदर्थं प्रत्यव्यभिचारात् सर्वेषाम् । तदाह भिक्षुशब्दनिरुक्तद्वारे निर्युक्तिकृत् - "भिदंतो अ जहक्खुहं भिक्खु जयमाणओ जई होइ । संजमचरओ चरओ भवं खिवंतो भवंतो अ ॥१॥ जं भिक्खमत्तवित्ती तेण य भिक्खु खवेइ जं खवणो । तवसंजमे तवस्सित्ति वावि अन्नो वि पज्जाओ ||૨||” ||૨૭-૧||
“પાપને ખપાવનારા પૂ. સાધુમહાત્મા ક્ષપક છે અને તપની લક્ષ્મીથી તપસ્વી છે. ‘મિથુ’ શબ્દની વ્યુત્પત્તિથી જણાવેલા અર્થની અપેક્ષાએ આ બધા (યતિ... વગેરે) ભિક્ષુના જ પ્રકારો છે.”. - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે જેઓ પાપને ખપાવે છે અર્થાત્ નિરંતર પાપકર્મનો જેઓ ક્ષય કરે છે તેઓશ્રીને ક્ષપક કહેવાય છે અને તપસ્વરૂપ લક્ષ્મીને કારણે પૂ. સાધુ ભગવંતોને તપસ્વી કહેવાય છે. બાર પ્રકારનો તપ તેઓશ્રીનું ધન છે. ભિક્ષુ, યતિ, ભવાંત, ચરક, ક્ષપક અને તપસ્વી ઃ આ બધા, ‘મિથુ’ શબ્દના વ્યુત્પત્યર્થ સાધુને આશ્રયીને તે અર્થના પ્રકાર છે. કારણ કે સાધુમાં એ બધા અર્થે સંગત છે. સાધુ હોય અને અર્થ ન હોય એવું બનતું નથી. તેથી તે બધા સાર્થના વ્યભિચારી નથી. અર્થાત્ ભિક્ષુત્વાદિના અભાવવમાં સાધુત્વ મનાતું નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું.
એ વાતને જણાવતાં નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ શ્રી દશવૈકાલિક સૂત્રની ‘મિથુ’ શબ્દની નિયુક્તિના નિરૂપણના અવસરે ફરમાવ્યું છે કે – “કર્મક્ષુધાને ભેદતા હોય તે ભિક્ષુ થાય છે. યતના (પ્રયત્નવિશેષ) કરતા હોય તે યતિ થાય છે. સંયમને આચરતા હોય છે તે ચરક બને છે. તેમ જ જે ભવનો અંત કરે છે તે ભવાંત છે. જે કારણથી પોતાનો નિર્વાહ ભિક્ષામાત્રથી
એક પરિશીલન
૧૧૩