Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પણ રીતે તેને ભાવભિક્ષુ ન કહેવાય. શ્રી દશવૈકાલિક સૂત્રની નિયુક્તિમાં આ વિષયમાં ફરમાવ્યું છે કે “જેઓ સાધુને ઉદ્દેશીને બનાવેલી ગોચરી વગેરેનો ઉપયોગ કરે છે, છજીવનિકાયની વિરાધના કરે છે, પોતાની માલિકીનાં ઘર રાખે છે અને પ્રત્યક્ષ રીતે કાચું પાણી વાપરે છે, એને ભાવભિક્ષુ કઈ રીતે કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય... ઇત્યાદિ સ્પષ્ટ છે. ર૭-૨૬ll દ્રવ્યભિક્ષુઓનું સ્વરૂપ જણાવવા સાથે તેમના પ્રકાર જણાવાય છે
गृहिणोऽपि सदारम्भा, याचमाना ऋजु जनम् ।
હીનાથપણા શે ઘ, તે વસ્તુ મિક્ષવઃ ર૭-૨છા “સદા આરંભને કરનારા ગૃહસ્થો પણ, જેઓ સરળ માણસની પાસે યાચના કરે છે તેઓ અને દીન અંધ તથા કુપણો ખરેખર જ દ્રવ્યભિક્ષુઓ છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે જે માંગે છે, તેને ભિક્ષુ કહેવાય છે. આ પૂર્વે ભાવભિક્ષુનું નિરૂપણ કર્યું છે. હવે દ્રવ્યભિક્ષનું નિરૂપણ કરાય છે.
ભાવભિક્ષુનું કારણ બનવાનું ન હોય, તેમ જ બન્યું પણ ન હોય એવા અપ્રધાન દ્રવ્યભિક્ષુનું અહીં વર્ણન કર્યું છે. જેઓ કાયમ માટે છજીવનિકાયની વિરાધનાને કરે છે અને સરળ એવા જીવોની પાસે યાચના કરે છે, તેઓ દ્રવ્યભિક્ષુ છે. તેમ જ જેઓ ગરીબ છે, આંધળા છે અને કુપણ વગેરે છે કે જેઓ પોતાના માટે કામ કરવા સમર્થ નથી, તેથી પોતાનો નિર્વાહ ભિક્ષાથી કરે છે. આવા ભિક્ષુકો પણ દ્રવ્યભિક્ષુઓ છે... ઇત્યાદિ અન્યત્રથી સમજી લેવું જોઇએ. ભાવથી શૂન્ય છે અને માત્ર ભિક્ષાથી જીવે છે તેથી તેમને ક્રિયાને આશ્રયીને ભિક્ષુ કહેવાય છે અને ભાવથી રહિત હોવાથી તે દ્રવ્ય છે... ઇત્યાદિ યાદ રાખવું. ભાવનો ઉપચાર પણ ન હોવાથી અપારમાર્થિક – અપ્રધાન દ્રવ્ય છે. ૨૭-૨૭ળા ભિક્ષુના લિંગ(વેષાદિ)ને આશ્રયીને અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે–
त्रसस्थावरहन्तारो, नित्यमब्रह्मचारिणः ।
મિથ્યાદૃશ સચિન તથા ક્ષત્તિમોનિનઃ ર૭-૨૮ શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે જે લોકો સદાને માટે ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરતા હોય છે, બ્રહ્મચર્યનું પાલન કરતા નથી, મિથ્યાદષ્ટિ છે, માંગી માંગીને પરિગ્રહ ભેગો કરે છે અને સચિત્ત વાપરે છે, તેઓ દ્રવ્યભિક્ષુ છે. ગૃહવાસનો ત્યાગ કરવા છતાં વાસ્તવિક રીતે તેઓ ભિક્ષુઓ નથી. જેઓ સર્વથા હિંસાદિ પાપવ્યાપારથી વિરામ પામેલા છે તેઓ જ ખરી રીતે ભિક્ષુ છે, બીજા ભિક્ષુ નથી... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૭-૨૮
૧૨૦
ભિક્ષુ બત્રીશી