Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અપ્રધાનભિક્ષુનું જ સ્વરૂપ વર્ણવાય છે—
विशुद्धतपसोऽभावादज्ञानध्वस्तशक्तयः ।
ત્રિધા પાપેલુ નિરતા, ન ત્યગૃહા પિ ર૭-૨૬॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય સમજી શકાય છે કે જેઓ વિશુદ્ધ એવા તપને આચરતા નથી, તેઓ દ્રવ્યભિક્ષુ છે. જ્ઞાનપૂર્વકનો તપ વિશુદ્ધ હોય છે. અજ્ઞાનમૂલક તપ અશુદ્ધ હોય છે. અજ્ઞાનની બહુલતાના કા૨ણે જેમની સકલ શક્તિઓ નષ્ટ થયેલી છે એવા દ્રવ્યભિક્ષુઓ ગૃહના ત્યાગી હોવા છતાં મનથી વચનથી અને કાયાથી પાપને આચરનારા હોય છે. કોઇ પણ પ્રકારનો વિચાર કર્યા વિના તેઓ કાયમ માટે પાપની પ્રવૃત્તિમાં લીન(નિરત) હોય છે. આવાં બધાં લક્ષણોને લઇને ન તો તેઓ ગૃહસ્થ છે અને ન તો તેઓ ભિક્ષુ છે. વિચિત્ર દશાને તેઓ પામેલા છે ... ઇત્યાદિ અન્ય ગ્રંથોથી વિચારવું જોઇએ. પોતપોતાના ગ્રંથો મુજબ પણ તેઓ ભિક્ષુસ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી. મહામુસીબતે પ્રાપ્ત થયેલી ધર્મની સામગ્રીને તેઓ હારી રહ્યા છે. ૨૭-૨૯॥ પૂર્વે જણાવેલી વ્યુત્પત્તિને આશ્રયીને અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે—
वर्धकिर्द्रव्यतो भिक्षुरुच्यते दारुभेदनात् ।
द्रव्यभिक्षणशीलत्वाद्, ब्राह्मणादिश्च विश्रुतः ।। २७-३०॥
,,
“કાષ્ઠ ભેદવાના કારણે સુથારને, દ્રવ્યને આશ્રયીને ભિક્ષુ કહેવાય છે. તેમ જ દ્રવ્યની અપેક્ષાએ ભિક્ષા માંગવાના સ્વભાવવાળા બ્રાહ્મણ વગેરે દ્રવ્યભિક્ષુ તરીકે પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવીને દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ વર્ણવવાનું શરૂ કર્યું છે. દ્રવ્યભિક્ષુના અપ્રધાન અને પ્રધાન એમ બે પ્રકાર છે. અપ્રધાન દ્રવ્યભિક્ષુના પણ લૌકિક અને લોકોત્તર - એમ બે પ્રકાર છે. લૌકિક અપ્રધાન દ્રવ્યભિક્ષુનું જ અહીં નિરૂપણ છે.
પૂર્વે ‘મિથુ’ શબ્દની વ્યુત્પત્તિ વર્ણવતાં જણાવ્યું હતું કે ‘જે ભેદન કરે’ તેને ભિક્ષુ કહેવાય છે. એ વ્યુત્પત્તિને આશ્રયીને લાકડાને ભેદનાર સુથારને અહીં દ્રવ્યભિક્ષુ તરીકે વર્ણવ્યો છે. કર્મનું ભેદન કરનારા સાધુભગવંતો તો ભાવભિક્ષુઓ છે. આવી જ રીતે ‘જેઓ ભિક્ષા માંગવાના સ્વભાવવાળા છે તેને ભિક્ષુ કહેવાય છે.' - આ પ્રમાણે પૂર્વે જણાવ્યું હતું. એ મુજબ બ્રાહ્મણ વગેરે પણ દ્રવ્યભિક્ષા ગ્રહણ કરતા હોવાથી તેઓને પણ દ્રવ્યભિક્ષુ કહેવાય છે. ભાવભિક્ષા (સર્વસમ્પત્કરી-મોક્ષસાધક ભિક્ષા) તો પૂ. સાધુભગવંતો ગ્રહણ કરતા હોવાથી તેઓશ્રીને ભાવભિક્ષુ તરીકે વર્ણવાય છે. બ્રાહ્મણાદિ દ્રવ્યભિક્ષુક તરીકે લોકમાં પ્રસિદ્ધ છે... ઇત્યાદિ સ્પષ્ટ 9.1129-3011
એક પરિશીલન
૧૨૧