Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કર્યા વિના વસ્તુતત્ત્વનો વિચાર કરે છે, તેમને પંડિત કહેવાય છે... ઇત્યાદિ અનેક રીતે લોકમાં પંડિતનું સ્વરૂપ વર્ણવ્યું છે. અહીં તો પૂ. સાધુભગવંતને પંડિત તરીકે વર્ણવ્યા છે. જેઓ પરમપદના વાસ્તવિક જ્ઞાતા છે; તેઓશ્રી પંડિત છે. તેઓશ્રીને વિરત અને તાપસ કહેવાય છે. શબ્દાદિ વિષયસુખથી નિવૃત્ત હોવાથી તેઓશ્રીને વિરત કહેવાય છે. પ્રાણાતિપાતાદિ આશ્રવોથી વિરામ પામેલા હોવાથી તેઓશ્રી સર્વથા વિરત છે. વિષયસુખની અનિવૃત્તિને લઇને પ્રાણાતિપાતાદિ આશ્રવોની પ્રવૃત્તિ છે. વિષયસુખની નિવૃત્તિથી પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવોથી સર્વથા વિરતિ શક્ય બને છે. પૂ. સાધુમહાત્માઓ તપપ્રધાન જીવન જીવતા હોવાથી તાપસ સ્વરૂપે ઓળખાય છે. આ રીતે પૂ. સાધુમહાત્માઓ આ શ્લોકથી વર્ણવેલાં ચૌદ નામોથી વર્ણવાય છે. ર૭-૨ના પૂ. સાધુભગવંતોનાં પર્યાયવાચી નામો જ જણાવાય છે–
बुद्धः प्रवजितो मुक्तोऽनगारश्चरकस्तथा ।
પાવઠ્ઠી વાIિળવ, પરિવાબાસંતી ર૭-૨૧ बुद्ध इति-बुद्धोऽवगततत्त्वः । प्रव्रजितः पापानिष्क्रान्तः । मुक्तो निर्लोभः । अनगारो द्रव्यभावागारशून्यः । तथा चरकः प्रागुक्तार्थः । पाषण्डी पाशाड्डीनः । ब्राह्मणश्चैव विशुद्धब्रह्मचारी चैव। परिव्राजकः પાવ: | સંયતઃ સંયમવાન્ ર૭-૨૧
બુદ્ધ, પ્રવ્રજિત, મુક્ત, અનગાર, ચરક, પાખંડી, બ્રાહ્મણ, પરિવ્રાજક તથા સંયત - આ પૂ. સાધુભગવંતોનાં પર્યાયવાચક નામો છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂ. સાધુભગવંતોએ તત્ત્વ જાણી લીધું હોવાથી તેઓ બુદ્ધ છે. પાપથી સારી રીતે સર્વથા નીકળી ગયા હોવાથી તેઓશ્રી પ્રવ્રુજિત છે, લોભથી રહિત હોવાથી મુક્ત છે, દ્રવ્ય અને ભાવ અગારથી રહિત હોવાથી અનગાર છે. પૂર્વે જણાવ્યા મુજબ સંયમને આચરનારા હોવાથી તેઓશ્રીને ચરક કહેવાય છે.
કમદિ બંધનથી દૂર થયેલા હોવાથી તેઓશ્રીને પાખંડી (પાખંડી) કહેવાય છે. સુવિશુદ્ધ બ્રહ્મચારી હોવાથી બ્રાહ્મણ, સર્વથા પાપનું પરિવર્જન કરનારા હોવાથી પરિવ્રાજક અને સંયમી હોવાથી સંયતસ્વરૂપે પૂ. સાધુભગવંતો ઓળખાય છે. અર્થાત્ તેઓશ્રીના આ શ્લોકમાં જણાવ્યા મુજબના બુદ્ધ, પ્રવ્રજિત વગેરે બીજાં નવ નામો છે. તે તે નામથી જણાવેલા તે તે ગુણોની મુખ્યતાએ પૂ. સાધુભગવંતોનું વિશિષ્ટ સ્વરૂપ સ્પષ્ટપણે સમજાય છે. ૨૭-૨૧ પૂ. સાધુ મહાત્માઓનાં બીજાં પણ પર્યાયવાચક નામો જણાવાય છે–
साधुर्लक्षश्च तीरार्थी, निर्ग्रन्थः श्रमणस्तथा । इत्यादीन्यभिधानानि, गुणभाजां महात्मनाम् ॥२७-२२॥
એક પરિશીલન
૧૧૫