Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
મહાત્માઓ ભાવભિક્ષુ છે. જો આગમમાં ઉપયોગ ન હોય તો ભિક્ષુને દ્રવ્યભિક્ષુ કહેવાય છે. તેથી ભાવભિક્ષુત્વના નિર્વાહ માટે અહીં આગમના ઉપયોગની વિવક્ષા કરી છે. દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં આ વાત જણાવતાં ફરમાવ્યું છે કે – આગમમાં ઉપયોગવાળા ભિક્ષુ ભત્તા (ભેદક) છે. બાહ્ય અને આત્યંતર તપ ભેદનનું સાધન છે અને આઠ પ્રકારનું કર્મ ભેદવા યોગ્ય છે. અહીં કર્મને ભૂખસ્વરૂપે વર્ણવ્યું છે. ભૂખનું દુઃખ જેમ અસહ્ય છે, તેમ કર્મનું દુઃખ પણ ભયંકર છે. સઘળાં ય દુઃખોનું મૂળ કર્મ છે. આ દુઃખમય સંસાર કર્મમૂલક છે. આથી સ્પષ્ટ છે કે આઠ પ્રકારનાં કર્મ સ્વરૂપ સુ(ભૂખ)ને, બાહ્યાભ્યતર તપ વડે આગમમાં ઉપયોગવાળા પૂ. મહાત્માઓ ભેદ છે તેથી તેઓ ભિક્ષુ છે - આ પ્રમાણે ભિક્ષુની વ્યુત્પત્તિ છે... ઇત્યાદિ સમજી લેવું. ર૭-૧૭
પ્રકારતરથી મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિ જણાવવા પૂર્વક તેનાં પર્યાયવાચક નામોના નિરૂપણ વડે તેનું સ્વરૂપ વર્ણવાય છે
भिक्षामात्रेण वा भिक्षु, यतमानो यति भवेत् ।
મવલયાદ્ ભવાન્તશ, વર: સંયમ ઘરનું //ર૭-૧૮ भिक्षेति-भिक्षामात्रेण वा सर्वोपधिशुद्धभिक्षावृत्तिलक्षणेन भिक्षुः । यतमानो भावतस्तथागुणेषु यतिर्भवेत् । भवक्षयात्संसारनाशाद्भवान्तश्च । संयमं सप्तदशप्रकारं चरन् चरकः ॥२७-१८॥
“અથવા માત્ર ભિક્ષાના કારણે ભિક્ષુ કહેવાય છે. યતનાના કારણે યુતિ કહેવાય છે. ભવક્ષય થવાથી ભવાંત કહેવાય છે અને સંયમને આચરતા હોવાથી ભિક્ષુને ચરક કહેવાય છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે સત્તરમા શ્લોકમાં મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. આ શ્લોકમાં શરૂઆતમાં જ બીજી રીતે મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને તેનું સ્વરૂપ વર્ણવ્યું છે. સર્વ દોષોથી રહિત એવી ભિક્ષાવૃત્તિમાત્રથી પોતાનો નિર્વાહ કરતા હોવાથી પૂ. સાધુભગવંતોને ભિક્ષુ કહેવાય છે.
સામાન્ય રીતે દ્રવ્યભિક્ષુકો પણ પોતાનો નિર્વાહ ભિક્ષાવૃત્તિથી કરતા હોય છે. પરંતુ તેઓને કોઈ વાર તે ન મળે તો તે બધા અવસરે પોતાના માટે બનાવેલી, ખરીદેલી અને કાપીને તૈયાર કરેલી ભિક્ષા ગ્રહણ કરી લેતા હોય છે. તેથી તેઓ વાસ્તવિક રીતે ભિક્ષુ નથી. પરંતુ જેઓ એષણાથી શુદ્ધ, ભિક્ષાના કાળે મળેલી, અચિત્ત અને સર્વ દોષોથી રહિત એવી ભિક્ષાથી પોતાનો નિર્વાહ કરે છે, અર્થાત્ ભિક્ષાથી નિર્વાહ કરવાનો સ્વભાવ જેમનો છે; એવા મહાત્માઓને ભિક્ષુ કહેવાય છે.
તેવા તેવા પ્રકારના ગુણોને પ્રાપ્ત કરવા માટે જેઓ સતત પ્રયત્નશીલ છે, તેઓ યતિ છે. આ પ્રયત્ન પણ ભાવથી હોય છે. સામાન્ય રીતે સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ, તપ, પ્રતિલેખના,
૧૧૨
ભિક્ષુ બત્રીશી