Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તેઓ માત્ર શુદ્ધ ધર્મને જણાવતા જ નથી, પણ એ ધર્મમાં પોતે સ્થિર રહે છે અને બીજા આત્માઓને શુદ્ધ ધર્મમાં સ્થાપન કરે છે. આવા પ્રકારના ઉપકારને કરવા છતાં એ મહાત્માઓ શ્રાવકો પ્રત્યે મમત્વભાવ રાખતા નથી. નિર્દોષ મળેલા આહારાદિને વાપરે છે. અર્થાત્ કુશીલ જનોની ચેષ્ટાનો ત્યાગ કરે છે. ઉપદેશમાલા, શ્રી દશવૈકાલિક સૂત્ર વગેરેમાં કુશીલોની ચેષ્ટાઓનું વર્ણન છે. એનો ત્યાગ કરનારા મહાત્માઓ જ ભાવભિક્ષુ છે. ર૭-૧૪ હાસ્યાદિ નોકષાયોના અભાવને લઈને ભિક્ષુનું જ સ્વરૂપ છે, તે વર્ણવાય છે–
उद्वेगो हसितं शोको, रुदितं क्रन्दितं तथा । यस्य नास्ति जुगुप्सा च, क्रीडा चाऽपि कदाचन ॥२७-१५।।
તિ–વ્યm: ર૭-૧૧|| “જેમને ઉદ્વેગ, હાસ્ય, શોક, સદન, આક્રન્દ, જુગુપ્સા તથા ક્રીડા ક્યારે પણ સંભવતાં નથી તે ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સમજી શકાય છે કે, કષાયને આધીન ન બનનારા પૂ. સાધુભગવંતો હાસ્યાદિનોકષાયોને પણ આધીન બનતા નથી. તેઓશ્રી સારી રીતે સમજે છે કે આપણને જે કાંઈ દુઃખ આવે છે તે પૂર્વે બાંધેલા પાપકર્મના ઉદયથી આવેલું છે. તેને સહી લેવામાં જ શ્રેય છે. તેથી એવા પ્રસંગે તેઓ ઉગ કરતા નથી, શોક કરતા નથી, રડતા નથી અને આક્રંદ પણ કરતા નથી. ઉદ્વેગ શોક રુદન અને આક્રંદ અનુક્રમે તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ દુઃખનિમિત્તક અવસ્થાઓ છે, જેનું સ્વરૂપ આપણને પ્રતીત છે જ.
આવી રીતે જ ભૂતકાળના પુણ્યના ઉદયમાં પ્રાપ્ત થયેલી અનુકૂળતામાં હાસ્ય કે રમતગમતને પૂ. સાધુભગવંતો કરતા નથી. મોક્ષની સાધનાના માર્ગે અનવરત પ્રયાણ કરનારા મુમુક્ષુઓને નોકષાયની પરવશતા કોઈ પણ રીતે પાલવે એમ નથી. સાહજિક મનાતી પ્રવૃત્તિ પણ મુમુક્ષુઓ માટે સિદ્ધિમાં અવરોધરૂપ બનતી હોય છે. તેથી ઉગાદિ અને હાસ્યાદિને પરવશ ન બનનારા ભાવભિક્ષુ છે; જેઓ ક્યારે પણ, પુદ્ગલના સ્વરૂપને જાણતા હોવાથી અશુભ પુદ્ગલોની જુગુપ્સા કરતા નથી. ર૭-૧પી ચિરપરિચિત એવા શરીરની ઉપેક્ષાથી પ્રગટ થનારા ભાવભિક્ષુના સ્વરૂપને વર્ણવાય છે
इदं शरीरमशुचि, शुक्रशोणितसम्भवम् ।
अशाश्वतं च मत्वा यः, शावतार्थं प्रवर्त्तते ॥२७-१६।। રૂપિતિ-વ્ય: l/ર૭-૧દ્દા
શ્લોકાર્થ ખૂબ જ સ્પષ્ટ છે. એનો આશય સમજી શકાય છે કે શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું આ શરીર અપવિત્ર અને અનિત્ય છે – એમ માનીને શાશ્વત એવા મોક્ષસ્વરૂપ અર્થ માટે ૧૧૦
ભિક્ષુ બત્રીશી