Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તાત્પર્ય એ છે કે, પૂર્વ જન્મોમાં કરેલાં પાપકર્મોના નાશ માટે પ્રાયશ્ચિત્ત યોગ છે. પ્રાયશ્ચિત્તથી એ પાપકર્મોનો નાશ થાય છે. તેથી પ્રાજન્મમાં કરેલાં કર્મોનું પ્રાયશ્ચિત્ત યોગ કહેવાય છે.
ખરેખર જ એક અંતઃકોટાકોટિ સાગરોપમ પ્રમાણની કર્મોની સ્થિતિ અપૂર્વકરણ(આઠમા ગુણસ્થાનક)ના પ્રારંભે પણ નિશ્ચયથી હોય છે. એ પ્રમાણે વિશેષાવશ્યક-મહાભાષ્યમાં પ્રસિદ્ધ છે અને એ કર્મો ધર્મસંન્યાસયોગથી જ નાશ કરી શકાય છે. એ બધાં કર્મો ભોગવીને ખપાવવાં પડે તો ક્યારે પણ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. ક્ષયોપશમભાવના ધર્મોનો(ક્ષમાદિ ધર્મોનો) જેમાં ત્યાગ કરવાનો હોય છે અને ક્ષાયિક ધર્મોની જેમાં પ્રાપ્તિ છે, તે યોગને ધર્મસંન્યાસયોગ કહેવાય છે; જેની પ્રાપ્તિ અપૂર્વકરણે(આઠમા ગુણઠાણે) થાય છે. ધર્મસંન્યાસયોગ પ્રવ્રજ્યાના કાળમાં હોય છે. શ્રી પંચાશકપ્રકરણમાં જણાવ્યું પણ છે કે પ્રાજન્મકૃત કર્મોનું પ્રાયશ્ચિત્ત પ્રવ્રજ્યા છે. આથી સમજી શકાશે કે કર્મોના નાશ માટે સાંખ્યાભિમત કાયવ્યૂહ નિરર્થક છે. તેનો નાશ ધર્મસંન્યાસયોગ(સામર્થ્યયોગ)થી થાય છે... ઇત્યાદિ વિચારવું જોઇએ. ૨૬-૨૩ા
પ્રાઞ્જન્મનાં નિકાચિત કોટિનાં કર્મોનો નાશ કરવા માટે કાયવ્યૂહ આવશ્યક છે આ શંકાનું સમાધાન કરાય છે—
निकाचितानामपि यः, कर्मणां तपसा क्षयः । सोऽभिप्रेत्योत्तमं योगमपूर्वकरणोदयम् ।।२६-२४।।
निकाचितानामिति-निकाचितानामपि उपशमनादिकरणान्तसंयोग्य ( ज्य) त्वेन व्यवस्थापितानामपि कर्मणां यस्तपसा क्षयो भणित इति शेषः । “तवसा उ निकाइआणं पि” इति वचनात् । सोऽपूर्वकरणोदयमुत्तमं योगं धर्मसंन्यासलक्षणमभिप्रेत्य । न तु यत्किञ्चित्तप इति द्रष्टव्यं । तत्त्वमत्रत्यमध्यात्मपरीक्षादौ વિચિતમ્ ।।૨૬-૨૪॥
,,
“નિકાચિત એવાં પણ કર્મોનો જે ક્ષય તપથી વર્ણવાય છે, તે અપૂર્વકરણે (સામર્થ્યયોગમાં) પ્રાપ્ત થયેલ ઉત્તમ એવા યોગસ્વરૂપ તપને આશ્રયીને છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે તપથી નિકાચિત એવાં પણ કર્મો ક્ષય પામે છે – આ પ્રમાણેનાં વચનથી માત્ર ધર્મસંન્યાસયોગથી જ કર્મોનો નાશ થાય છે એવું નથી - આ શંકાનું સમાધાન આ શ્લોકથી કરાય છે.
ઉપશમનાદિકરણાંતર માટે જે કર્મો અયોગ્યસ્વરૂપે વ્યવસ્થાપિત છે, તે કર્મોને નિકાચિત કર્મો કહેવાય છે. ‘તપથી નિકાચિત કર્મોનો પણ ક્ષય થાય છે...' ઇત્યાદિ વચનથી કર્મોનો (નિકાચિતનો) જે ક્ષય તપથી જણાવ્યો છે; તે કર્મક્ષય, અપૂર્વકરણગુણસ્થાનકે પ્રાપ્ત થયેલા ઉત્તમ એવા ધર્મસંન્યાસસ્વરૂપ યોગને આશ્રયીને છે. એની પૂર્વેના બીજા કોઇ તપને આશ્રયીને એ વાત એક પરિશીલન
૯૩