Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
योगस्पृहापि संसारतापव्ययतपात्ययः ।
મદદ સરસ્તીરસગીરાદરીય: ર૬-૨૨ “યોગની સ્પૃહા પણ સંસારના તાપને દૂર કરવા માટે વાદળસમાન છે. મહોદયમોક્ષસ્વરૂપ સરોવરના તીર ઉપરના પવનની લહેરના સ્પર્શ સ્વરૂપ છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો ભાવ સ્પષ્ટ છે કે યોગની પ્રાપ્તિથી તો પૂર્વે જણાવ્યા મુજબ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ યોગની સ્પૃહાથી પણ આ સંસારના તાપનો વ્યય થાય છે. સંસારના તાપના વિનાશ માટે યોગની સ્પૃહા વાદળ જેવી છે. અહીં યાદ રાખવું જોઈએ કે આ સંસારમાં પાપના યોગે જયારે દુઃખ આવે છે, ત્યારે તો સંસારના તાપનો અનુભવ થાય છે; પરંતુ જયારે પુણ્યના યોગે સુખ મળે ત્યારે સંસારના તાપનો અનુભવ થાય તો તેને દૂર કરવા માટે યોગની સ્પૃહા થતી હોય છે અને તેથી ચોક્કસ જ તે તાપનો વ્યય થાય છે. બાકી તો સંસારમાં પ્રાપ્ત થતા દુઃખને દૂર કરવા અને પુણ્યથી મળતા સુખને મેળવવા માટે યોગની સ્પૃહા થાય તો તે વાસ્તવિક નથી. સંસારમાત્રના ઉચ્છેદની ઇચ્છાથી(જિતાસાથી) જે યોગની સ્પૃહા થાય છે, તે સ્પૃહા વાસ્તવિક છે અને એવી સ્પૃહા સંસારના તાપને દૂર કરવા માટે વાદળ જેવી છે. સૂર્યના તાપને વાદળ જેમ અંશતઃ દૂર કરે છે, તેમ અંશતઃ સંસારના તાપને દૂર કરવાનું સામર્થ્ય યોગની સ્પૃહામાં છે. સવાલ માત્ર જિહાસાનો છે.
આ રીતે યોગની સ્પૃહાથી અલ્પાંશે પણ સંસારના તાપનો વ્યય-ક્ષય થવાથી તેટલા અંશે મોક્ષના આનંદનો અનુભવ થાય છે. તેથી આત્મા, મોક્ષ(મહોદય)સ્વરૂપ સરોવરના કિનારા (તટ-તીર) ઉપરના પવનની લહેરની શીતળતા જેવી શીતળતાનો અનુભવ કરે છે. તાદશ પવનની લહેરના લય (સ્પર્શ)જેવી યોગની સ્પૃહા છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ર૬-૨લા અન્યદર્શનોમાં પણ યોગનું નિરૂપણ છે, પરંતુ તે તાત્ત્વિક નથી, એ જણાવાય છે–
योगानुग्राहको योऽन्यः, परमेश्वर इष्यते ।
अचिन्त्यपुण्यप्राग्भार, - योगानुग्राहा एव सः ॥२६-३०॥ “યોગની પ્રાપ્તિ કરાવનાર ઈશ્વરને અન્ય દર્શનકારો માને છે. પરંતુ અચિંત્ય એવા પુણ્યસંભારને ધારણ કરનારા શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા યોગને, ઇશ્વરે પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે અર્થાત્ જેને અન્ય દર્શનકારો અનુગ્રહ કરનાર તરીકે ઇચ્છે છે, તે વસ્તુતઃ અનુગ્રહપાત્ર છે.”- આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે - “એકચિત્તે જે લોકો મારી ઉપાસના કરે છે તેના યોગક્ષેમને હું કરું છું..” ઇત્યાદિ વચનોથી અન્ય દર્શનકારોએ ઈશ્વરના અનુગ્રહથી મુમુક્ષુઓને યોગની પ્રાપ્તિ થાય છે - એ પ્રમાણે વર્ણવ્યું છે. પણ ખરી રીતે
યોગમાહાભ્ય બત્રીશી