Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
એમને તારવા નથી.” આવો પક્ષપાત યોગે કર્યો નહિ. અર્થાત એવાં પાપકર્મોનો પણ યોગથી ક્ષય થયો છે... ઈત્યાદિ સમજી શકાય છે. ૨૬-૨૬ll યોગનો મહિમા જ વર્ણવાય છે
अहर्निशमपि ध्यातं, योग इत्यक्षरद्वयम् ।
પ્રવેશાય પાપાનાં, ઘુવં વસ્ત્રાતા ર૬-૨૭મી “રાતદિવસ-સતત “યોગ' આ બે અક્ષરનું ધ્યાન કરવામાં આવે તો તે, આત્મામાં પાપનો પ્રવેશ થવા નહિ દેવા માટે વજની અર્ગલા આગળિયો) બને છે.” - આ પ્રમાણે સત્તાવીસમા
શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે – યોગની સાધના તો સિદ્ધિઓનું સ્થાન છે જ. પરંતુ માત્ર યોગનું નામસ્મરણ-ધ્યાન પણ આત્માને પાપથી દૂર રાખે છે. અર્થાત્ આત્મામાં પાપનો પ્રવેશ જ થવા દેતું નથી. ર૬-૨થી
યોગ જેમ મોક્ષનું સાધન છે, તેમ બીજા કોઈ દુષ્ટ આશયથી કરેલી યોગની પ્રવૃત્તિ ઉપદ્રવને કરનારી બને છે - તે જણાવાય છે–
- માનીવિકિનાર્થેન, યોગાસ્ય = વિશ્વના !
पवनाभिमुखस्थस्य, ज्वलनज्चालनोपमा ॥२६-२८॥ આજીવિકાદિના પ્રયોજનથી જે યોગની વિડંબના છે તે પવનની સામે રહેલાની અગ્નિ પ્રગટાવવા જેવી ક્રિયા છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે જેઓ જીવનનો નિર્વાહ, માનસન્માન કે ખ્યાતિ વગેરે માટે યોગની પ્રવૃત્તિ કરે છે, તેમને તેના ફળસ્વરૂપે વિડંબના જ પ્રાપ્ત થાય છે. યોગના ફળ તરીકે પ્રાપ્ત થનારી સિદ્ધિઓ તો દૂર રહી, પરંતુ ભવાંતરમાં યોગનું શ્રવણ પણ મળે નહીં.
આ વાતને ઉપમા દ્વારા શ્લોકના ઉત્તરાર્ધથી સમજાવી છે. પાક(રસોઇ) વગેરેના સાધનભૂત અગ્નિને પણ કોઈ માણસ પવનની સામે રહીને અયોગ્ય રીતે પ્રગટાવે તો, તેના ફળની પ્રાપ્તિના બદલે તેને પોતાને જ તે બાળી નાખે. આવી રીતે જ આજીવિકાદિના આશયથી કરાયેલી યોગની પ્રવૃત્તિ અનર્થનું જ કારણ બને છે. તેથી શ્રી વીતરાગ પરમાત્માએ વિહિત કરેલા આશયથી જ યોગની આરાધના કરવી જોઈએ. અન્યથા તો તેની વિડંબના છે - એ સૂચવ્યું છે. ૨૬-૨૮
વિશુદ્ધ આશય વિના કરેલી યોગની આરાધનાના અનિષ્ટ ફળને જણાવીને હવે શુદ્ધ આશયથી થયેલી યોગની સ્પૃહા પણ ઈષ્ટ ફળને આપનારી છે, તે જણાવાય છે–
એક પરિશીલન
૯૫