Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરિશીલનની પૂર્વે આ પૂર્વેની બત્રીશીમાં વર્ણવેલું યોગમાયાભ્ય ભાવભિક્ષુઓમાં જ સંભવિત હોવાથી તેમનું સ્વરૂપ આ બત્રીશીમાં વર્ણવાય છે. પૂ. સાધુભગવંતો ભાવભિક્ષુઓ છે. તેઓશ્રીના મુનિ, નિગ્રંથ અને અણગાર વગેરે બીજાં અનેકાનેક નામો છે. આમ છતાં તે તે નામોનો પ્રધાનપણે ઉપયોગ ન કરતાં “ભિક્ષુ' નામનો ઉપયોગ કરીને તેઓશ્રીનું અહીં સ્વરૂપ વર્ણવ્યું છે.
સામાન્યથી ભિક્ષુ' શબ્દનો અર્થ ખૂબ જ પ્રસિદ્ધ છે. માત્ર ભિક્ષાથી નિર્વાહ કરનારાને ભિક્ષુ કહેવાય છે. ભિક્ષુ' પદથી પૂ. સાધુભગવંતોની નિષ્પાપ અવસ્થા ખૂબ જ સ્પષ્ટપણે પ્રતીત થાય છે. પોતાના શરીરને ટકાવવા માટે અત્યંત આવશ્યક એવા આહારાદિને ગ્રહણ કરવાના પ્રસકે પણ તેઓશ્રી રાંધવા વગેરેના પાપથી સર્વથા દૂર રહે છે. જેઓ પોતાના નિર્વાહ માટે પણ પાપ કરતા નથી, તેઓશ્રી બીજાં બધાં પ્રયોજને પાપ કરે જ કઈ રીતે ? ભિક્ષાથી પ્રાપ્ત થયેલા આહારાદિથી નિર્વાહ કરતી વખતે પણ સતત ઉપયોગ રાખીને ભિક્ષાસંબંધી અનુમોદનાના પાપથી પણ તેઓશ્રી દૂર રહેતા હોય છે. આહારાદિ માટે સર્વથા પરાવલંબી હોવા છતાં કોઇની પણ અપેક્ષા ન હોવાથી સ્વાત્મરમણતામાં કોઈ જ વિઘ્ન આવતું નથી. આનું મુખ્ય કારણ શ્રી વિતરાગપરમાત્માએ ઉપદેશેલી સર્વસંપત્કરી ભિક્ષા છે, જે ભિક્ષા મોક્ષની પ્રત્યે કારણભૂત છે. તે ભિક્ષાને આશ્રયીને પૂ. સાધુ મહાત્માઓને અહીં ભાવભિક્ષુ તરીકે વર્ણવ્યા છે.
પ્રથમ સોળ શ્લોકોથી ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. દ્રવ્ય અને ભાવ ગૃહથી નીકળીને અને ચિત્તને સમાધિમય બનાવીને ત્યજી દીધેલા વિષયોને ફરીથી જેઓ ઇચ્છતા નથી, તેઓ ભાવભિક્ષુ છે... આ રીતે ભિક્ષુના સ્વરૂપના નિરૂપણનો પ્રારંભ કરી દરેક શ્લોકમાં તેમનું વિશેષ સ્વરૂપ વર્ણવ્યું છે. સોળમા શ્લોકમાં એ સ્વરૂપ વર્ણવતાં ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે – “આ શરીર અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયેલું છે અને અશાશ્વત (અનિત્ય) છે – એમ સમજીને શાશ્વત એવા મોક્ષ માટે જે પ્રયત્ન કરે છે, તે ભાવભિક્ષુ છે. દુનિયાની બીજી બધી વસ્તુઓનો ત્યાગ કર્યા પછી પણ ભિક્ષુપણામાં શરીર તો સાથે જ હોય છે. એની પ્રત્યે મમત્વ ન હોય અને એની અનિત્યતાનો વાસ્તવિક ખ્યાલ હોય તો પૂ. સાધુ મહાત્માઓને મોક્ષની સાધનામાં કોઈ જ અવરોધ નથી. એ સોળમા શ્લોકનો પરમાર્થ નિરંતર સ્મરણીય છે.
સત્તરમા શ્લોકથી ભિક્ષુ શબ્દની વ્યુત્પત્તિના આધારે ભિક્ષુ પદનો અર્થ જણાવ્યો છે કે આઠ કર્મને તપ વડે જે ભેદે છે તેને ભિક્ષુ કહેવાય છે. ત્યાર બાદ અઢારમા શ્લોકથી ભિક્ષુ શબ્દના અર્થને સમજાવનારાં કુલ અઠ્ઠાવીસ નામો જણાવ્યાં છે. પાંચ શ્લોકોથી વર્ણવેલાં એ અઠ્ઠાવીસ નામોનો અર્થ પણ તે તે શ્લોકોની ટીકામાં જણાવ્યો છે. એના અનુસંધાનથી ભિક્ષુના યથાર્થ સ્વરૂપનો ચોક્કસ જ ખ્યાલ આવે છે. ભાવભિક્ષુનું એ સ્વરૂપ હૃદયની અંદર અંકિત કરી લેવાય
એક પરિશીલન
૯૯