Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જણાવ્યા મુજબ સ્ત્રીઓને પરવશ બનતો નથી અને તેથી વિષયોને પણ ઇચ્છતો નથી, જેથી ભાવભિક્ષુત્વને પ્રાપ્ત કરી શકાય છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૨૭-૧ી. પ્રતિજ્ઞાને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે
पृथिव्यादींश्च षट्कायान्, सुखेच्छूनसुखद्विषः ।
गणयित्वात्मतुल्यान् यो, महाव्रतरतो भवेत् ॥२७-२॥ પૃથિવ્યાતીનિતિ–વ્યm: //ર૭-રા
આ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય... આ છકાય જીવોને; પોતાની જેમ સુખની ઇચ્છાવાળા અને દુઃખના દ્વેષી માનીને જે મહાવ્રતોમાં રક્ત બને છે, તે ભાવભિક્ષુ છે. પ્રાણાતિપાત મૃષાવાદ અદત્તાદાન મૈથુન અને પરિગ્રહથી સર્વથા યાવજીવ સુધી વિરામ પામવા સ્વરૂપ પાંચ મહાવ્રતો છે. પ્રથમ મહાવ્રતના પાલન માટે વાડ તુલ્ય બાકીનાં ચાર મહાવ્રતો છે. ચૌદ રાજલોકમાં અનંતાનંત જીવો છે, જેનો પૃથ્વીકાયાદિ છ પ્રકારોમાં સમાવેશ થાય છે. તે બધાય જીવો આપણી પોતાની જેમ જ સુખના રાગી અને દુઃખના દ્વેષી છે. એવા જીવોને આપણે સુખ તો આપી શકતા નથી. પરંતુ તેમને પોતાના તરફથી દુઃખ ન થાય એવી ભાવનાથી ભાવિત બની જેઓ મહાવ્રતોના પાલનમાં રત છે, તેઓ ભાવભિક્ષુ છે... ઇત્યાદિ સમજી શકાય એવું છે. ર૭-રા
પ્રતિજ્ઞાના પાલન માટે શરીરનો નિર્વાહ જે રીતે કરાય છે તેને આશ્રયીને ભાવભિક્ષનું સ્વરૂપ વર્ણવાય છે–
औद्देशिकं न भुञ्जीत, त्रसस्थावरघातजम् ।
बुद्धोक्तधुवयोगी यः, कषायांश्चतुरो वमेत् ॥२७-३॥ औदेशिकमिति-औदेशिकं कृताद्यन्यच्च सावधं । बुद्धोक्तेन जिनवचनेन धुवयोगी नित्योचितવોડાવાનું ર૭-રૂા.
જેઓ, ત્રસ અને સ્થાવર જીવોને ઘાતથી ઉત્પન્ન થયેલું ઔશિક(આહારાદિ) વાપરતા નથી; શ્રી સર્વજ્ઞભગવંતોના વચન વડે નિત્ય યોગી છે અને ચાર કષાયનો ત્યાગ કરે છે, તે ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે પૂ. સાધુભગવંતોને ઉદ્દેશીને જે કરેલું કે કરાવેલું વગેરે હોય તે કૃતાદિ અને બીજું કોઈ પણ સાવદ્ય (ભિક્ષાસંબંધી દોષોથી યુક્ત) એ બધું અહીં ઔશિક કહેવાય છે. આવાં ઔશિક આહાર, પાણી અને વસ્ત્રપાત્રાદિ જેઓ વાપરે નહીં તેઓ ભિક્ષુ છે. ભિક્ષાસંબંધી બેંતાળીશ દોષોથી રહિત એવાં આહારાદિ ગ્રહણ કરનારા ભાવભિક્ષુ છે.
૧૦૨
ભિક્ષુ બત્રીશી