Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તેનો ત્યાગ કર્યો હોવાથી ભયનું કોઈ કારણ નથી. શરીરના ત્યાગ વખતે પણ પરલોકમાં કોઈ સુખાદિની ઇચ્છા ન હોવાથી તેઓ નિયાણાથી રહિત છે અને સામાન્યથી નટ વગેરેના દર્શનમાં કુતૂહલ(ઉત્કંઠા) વગરના હોય છે.
આથી સમજી શકાશે કે ખરાબ વચનોથી આક્રોશ કરાયેલા, દંડાદિ વડે હણાયેલા અથવા ખગાદિ વડે છેદાયેલા હોય તો ય કોઈ પણ પ્રકારે પ્રતિકાર ન કરવાના કારણે પૃથ્વીની જેમ સહન કરનારા મહાત્માઓ ભાવભિક્ષુ છે. તેમ જ શરીર પ્રત્યે મમત્વનો અભાવ હોવાથી અને તેની વિભૂષા કરવાનો ત્યાગ કર્યો હોવાથી વ્યુત્કૃષ્ટ અને ત્યક્ત શરીરવાળા મહાત્માઓ ભાવભિક્ષુ છે. ભાવી ફળની આશંસાથી રહિત અને નટાદિના દર્શનમાં ઉત્કંઠાથી રહિત એવા મહાત્માઓ ભાવભિક્ષુ છે. ર૭-૮ શરીરનું મમત્વ ન હોવાથી ભાવભિક્ષુને પ્રાપ્ત થયેલા સ્વરૂપનું વર્ણન કરાય છે
यश्च निर्ममभावेन, काये दोषैरुपप्लुते ।
जानाति पुद्गलान्यस्य, न मे किञ्चिदुपप्लुतम् ॥२७-९॥ यश्चेति-यश्च निर्ममभावेनाकालं सकलपरिग्रहोपादानशून्यचिदानन्दैकमूर्तिकशुद्धात्मस्वभावानुभवजनितेन निर्ममत्वेन । काये शरीरे । दोषैर्ध्वरशूलादिभिरुपप्लुते । जानाति पुद्गलान्यस्य मतो (स्यात्मनो) न मे किञ्चिदुपप्लुतं, पुद्गला एव परमुपप्लुता इति ॥२७-९।।
રોગાદિ દોષોથી કાયા વ્યાપ્ત થયે છતે; કાયાની પ્રત્યે મમત્વનહોવાથી, “પુદ્ગલથી અન્ય એવા મને કોઈ ઉપદ્રવ નથી' આ પ્રમાણે જેઓ જાણે છે, તેઓ ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂ. સાધુભગવંતો સારી રીતે સમજે છે કે આત્માનું મૂળભૂત સ્વરૂપ અનાદિકાળથી પરિશુદ્ધ છે. સર્વ પ્રકારના પરિગ્રહના ગ્રહણથી તે શૂન્ય છે, અર્થાત્ કર્માદિનું તે ગ્રહણ કરતો નથી. ચિદાનંદસ્વરૂપ જ આત્માનો શુદ્ધ સ્વભાવ છે. આવા સ્વભાવનું અનુભાવન કરવાના કારણે પૂ. સાધુભગવંતોને આત્માને છોડીને બીજે ક્યાંય મમત્વ હોતું નથી.
આ પ્રમાણે શુદ્ધાત્મસ્વભાવના અનુભવથી ઉત્પન્ન થયેલા નિર્મમત્વના કારણે પૂ. સાધુભગવંતો જાણે છે કે શરીરથી ભિન્ન એવા મારે, તાવ કે શૂલ વગેરે દોષોથી વ્યાપ્ત એવા શરીરના ઉપપ્લવથી કોઈ જ ઉપપ્લવ નથી. જે કાંઈ ઉપપ્લવ છે તે પુદ્ગલને છે. શરીરાદિ પગલોથી ભિન્ન એવા પોતાના સ્વરૂપને જેઓ જાણે છે તે ભાવભિક્ષુ છે. ર૭-લા
स्वसंसर्गिणि निर्ममत्वभावनौपयिकं नमिराजर्षिदृष्टान्तमुपदर्शयति
પોતાના શરીરાદિને વિશે નિર્મમત્વભાવનાને કેળવવા માટે ઉપાયભૂત શ્રીનમિરાજર્ષિનું દષ્ટાંત જણાવાય છે–
૧૦૬
ભિક્ષુ બત્રીશી