Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જણાવી નથી.. ઇત્યાદિ સમજી લેવું જોઇએ. આથી વિશેષ આવિષયનું વર્ણન સ્વયં ગ્રંથકારશ્રીએ અધ્યાત્મમત પરીક્ષાદિમાં કર્યું છે. વિસ્તારાર્થીએ તે ત્યાંથી જ જાણી લેવું જોઈએ. //ર૬-૨૪ો. યોગના અચિંત્ય સામર્થ્યનું દષ્ટાંતથી સમર્થન કરાય છે–
अपि क्रूराणि कर्माणि, क्षणाद् योगः क्षिणोति हि ।
ज्वलनो ज्वालयत्येव, कुटिलानपि पादपान् ॥२६-२५॥ “ભયંકર એવાં પણ કમને ક્ષપકશ્રેણીકાળમાંનો જ્ઞાનયોગ ક્ષણવારમાં ક્ષીણ કરે છે. ગમે તેવાં કુટિલ એવાં વૃક્ષોને અગ્નિ બાળે જ છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે વૃક્ષોને જેમ અગ્નિ બાળે છે, તેમ સામર્થ્યયોગમાં પ્રગટેલો જ્ઞાનાગ્નિસ્વરૂપ યોગ કર્મસ્વરૂપ ઇન્ધનને પણ ક્ષણવારમાં બાળી નાંખે છે.
યોગના અચિંત્ય સામર્થ્યનો ખ્યાલ ઉપર જણાવેલી વાતથી સારી રીતે આવે છે. સામર્થ્યયોગની અવસ્થામાં પ્રાપ્ત થતા યોગનો પ્રભાવ ખૂબ જ પ્રસિદ્ધ છે. ભવોભવની સાધનાની સિદ્ધિનો એ અનુભવ છે. અનાદિ અને અનંત આ સંસારમાં કર્મની ભયંકરતાની પ્રતીતિ થાય નહીં અને તેના ઉચ્છેદની ભાવના ન થાય, ત્યાં સુધી અહીં વર્ણવેલા યોગનું માહાસ્ય સમજવાનું શક્ય નથી. એક અંત:કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળાં કર્મોનો ક્ષય માત્ર અંતર્મુહૂર્ત કાળમાં થાય છે – એ એકમાત્ર યોગનો પ્રભાવ છે. આપણે ઉત્કટ સાધનને ઇચ્છીએ છીએ પરંતુ સિદ્ધિની ઉત્કટ ઇચ્છા છે કે નહિ – એનો વિચાર પણ કરતા નથી. હિાસાથી દિદક્ષા સુધી પહોંચતા તો સાધનાની કંઈકેટલી ય ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે. ત્યાર પછી જ આ કર્મનાશક યોગની પ્રાપ્તિ થાય છે. ર૬-૨પા
યોગની પ્રાપ્તિ થયા પછી ભૂતકાળનાં કોઇ પણ કર્મો નાશ પામ્યા વિના રહેતાં નથી – એ દષ્ટાંતથી જણાવાય છે અર્થાત્ યોગથી ગમે તેવા કર્મો પણ નાશ પામે છે-એ દષ્ટાંતથી જણાવાય છે–
दृढप्रहारिशरणं, चिलातिपुत्ररक्षकः ।
પ પાતાં થોડ, પક્ષપાતા શો રદ્દદ્દા “દઢપ્રહારીએ જેનું શરણું સ્વીકારેલું અને ચિલાતીપુત્રનું રક્ષણ કરનાર એવો યોગ પાપ કરનારના પક્ષપાતથી શંકા નથી કરતો.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ અને ગાય - એ ચારની હત્યાને કરનાર દઢપ્રહારીનો વૃત્તાંત અને સુષમાનું માથું ધડથી જુદું કરનાર શિલાતિપુત્રનો વૃત્તાંત પ્રસિદ્ધ છે. આવાં ભયંકર પાપ કરનારા પણ યોગને પ્રાપ્ત કરી ક્ષણવારમાં સ્વકલ્યાણનાં ભાજન બન્યા છે. એ વખતે “આ પાપી છે માટે
૯૪
યોગમાયાભ્ય બત્રીશી