Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
समानस्य जयाद् धामोदानस्याबाद्यसङ्गता ।
दिव्यं श्रोत्रं पुनः श्रोत्रव्योम्नोः सम्बन्धसंयमात् ॥ २६-१३।।
समानस्येति–समानस्याग्निमावेष्ट्यव्यवस्थितस्य समानाख्यस्य वायोर्जयात् संयमेन वशीकारान्निरावरणस्याग्नेरूर्ध्वगत्वाद् धाम तेजः तरणिप्रतापवदवभासमानमाविर्भवति, येन योगी ज्वलन्निव प्रतिभाति । यदुक्तं—“समानजयाज्ज्वलनः (म्)” [ ३-४०] । उदानस्य कृक्राटिकादेशादा शिरोवृत्तेर्जयादितरेषां वायूनां निरोधादूर्ध्वगतित्वसिद्धेरबादिना जलादिनाऽसङ्गताऽप्रतिरुद्धता । जितोदानो हि योगी जले महानद्यादौ महति वा कर्दमे तीक्ष्णेषु वा कण्टकेषु न सजति, किं तु लघुत्वात्तूलपिण्डवज्जलादावनिमज्जन्नुपरि तेन ગચ્છતીત્વર્થ: । તવુ મ્—“વાનનયાન્નતપવćવિષ્વસઙ્ગા ડાન્તિÆ” [૩-૨૬] | શ્રોત્રં શબ્દग्राहकमाहङ्कारिकमिन्द्रियं व्योम, शब्दतन्मात्रजमाकाशं, तयोः पुनः सम्बन्धसंयमाद्देशदेशिभावसम्बन्धसंयमाद्दिव्यं युगपत्सूक्ष्मव्यवहितविप्रकृष्टशब्दग्रहणसमर्थं श्रोत्रं भवति । तदुक्तं - “ श्रोत्राकाशयोः सम्बन्धસંયમાદ્દિવ્યં ોત્રમ્" [રૂ-૪૧] ||૨૬-૧૩||
“સમાનવાયુને જીતવાથી તેજ પ્રગટે છે. ઉદાન વાયુના જયથી પાણી વગેરેનો સંગ પ્રતિરોધક બનતો નથી. તેમ જ શ્રવણેન્દ્રિય અને આકાશના સંબંધને વિશે સંયમ કરવાથી શ્રવણેન્દ્રિય દિવ્ય બને છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જઠરાગ્નિની બધી બાજુએ સમાન નામનો વાયુ રહેલો છે. એ વાયુથી આચ્છાદિત અગ્નિ જોઇએ તેવો પ્રકાશતો નથી. પરંતુ સમાન વાયુના જયથી અર્થાત્ તેને વિશે સંયમ કરવા વડે તેને સ્વાધીન કરવાથી આવરણરહિત અગ્નિનો સ્વભાવ ઉપર જવાનો હોવાના કારણે તેનું તેજ, સૂર્યના પ્રતાપની જેમ ભાસતું પ્રગટ થાય છે, જેને લઇને યોગી અગ્નિજેવા તેજસ્વી પ્રતિભાસે છે. આ પ્રમાણે પાતંજલયોગસૂત્ર(૩-૪૦)માં જણાવ્યું છે.
ગળાની ઘંટીથી માંડીને મસ્તક સુધીના ભાગમાં રહેનાર ઉદાનવાયુના જયથી (તેને વિશે સંયમ કરવાથી) બીજા બધા વાયુનો નિરોધ થવાના કારણે ઊર્ધ્વગતિની સિદ્ધિ થાય છે અને તેથી જળ વગેરેથી પ્રતિરોધ થતો નથી. ઉદાનવાયુને જીતનારા યોગી મહાનદીઓના પાણીમાં, ચિકાર કાદવમાં અને તીક્ષ્ણ એવા કાંટાઓમાં વિના અવરોધે ચાલે છે. કારણ કે તેઓ લઘુ હોવાથી કપાસની જેમ પાણીમાં રહેવા છતાં પાણી ઉપર ચાલે છે - આ વાતને જણાવતાં યોગસૂત્ર(૩૩૯)માં કહ્યું છે કે ‘ઉદાનવાયુના જયથી યોગી જલ, કાદવ કે કાંટા વગેરેમાં લેપાયા વિના (અલિપ્તપણે) ઉપર ચાલે છે. ઉદાનવાયુના જયનું ફળ જ એ છે કે પ્રયાણકાળમાં ઊર્ધ્વગમન કરવાનો લાભ પ્રાપ્ત થાય છે.
સાંખ્યોની માન્યતા મુજબ અહંકારતત્ત્વથી નિર્માણ પામેલ શ્રોત્રેન્દ્રિય છે, જે શબ્દનું ગ્રહણ કરે છે અને આકાશ શબ્દતન્માત્રથી ઉત્પન્ન થયેલું છે. શ્રોત્ર અને આકાશમાં દેશદેશિભાવ(આધાર
૮૨
યોગમાહાત્મ્ય બત્રીશી