Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
संयमाद् ग्रहणादीनामिन्द्रियाणां जयस्ततः ।
मनोजवो विकरणभावश्च प्रकृते र्जयः ॥२६-१६॥ संयमादिति-ग्रहणादयो ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वानि । तत्र ग्रहणमिन्द्रियाणां विषयाभिमुखी वृत्तिः । स्वरूपं सामान्येन प्रकाशकत्वम् । अस्मिता अहङ्कारानुगमः । अन्वयार्थवत्त्वे प्रागुक्तलक्षणे । तेषां यथाक्रमं संयमादिन्द्रियाणां जयो भवति । तदुक्तं-“ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमादिन्द्रियजयः” इति [३-४७] । तत इन्द्रियजयान्मनोजवः शरीरस्य मनोवदनुत्तमगतिलाभः । विकरणभावश्च कायनैरपेक्ष्येणेन्द्रियाणां वृत्तिलाभः । प्रकृतेः प्रधानस्य जयः सर्ववशित्वलक्षणो भवति । तदुक्तं-“ततो મનોવિત્વે વિવરમાવ: પ્રધાનનાશ” [૩-૪૮] ર૬-૧દ્દા
“ગ્રહણાદિના સંયમથી ઇન્દ્રિયોનો જય થાય છે અને ઇન્દ્રિયોના જયથી મનની જેમ વેગ પ્રાપ્ત થાય છે અને વિકરણભાવ તથા પ્રકૃતિ ઉપર જય પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં જણાવ્યું છે કે ગ્રહણ, સ્વરૂપ, અસ્મિતા, અન્વય અને અર્થવસ્વ : આ પાંચ અહીં “પ્રફળ પદથી વિવક્ષિત છે.
તેમાં ઇન્દ્રિયોની વિષયાભિમુખી વૃત્તિને ગ્રહણ કહેવાય છે. સામાન્યથી પ્રકાશકત્વ (પ્રકાશ) સ્વરૂપ છે. અમિતા, અહંકારના અનુગમ(સંબંધોને કહેવાય છે. અન્વય અને અર્થવસ્વ આ પૂર્વે (૧પમા શ્લોકમાં) વર્ણવ્યું છે. અનુક્રમે ગ્રહણ, સ્વરૂપ... વગેરે પાંચને વિશે સંયમ કરવાથી ઇન્દ્રિયો ઉપર જય પ્રાપ્ત થાય છે - એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર(૩-૪૭)માં ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે કે “ગ્રહણ, સ્વરૂપ, અમિતા, અન્વય અને અર્થવત્ત્વના સંયમથી ઇન્દ્રિયો ઉપર જય પ્રાપ્ત થાય છે.”
આ રીતે ઇન્દ્રિયો ઉપર જય પ્રાપ્ત થવાથી મનોજવની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ યોગીને; મન જેવી રીતે શીઘ દૂર સુદૂર જતું રહે છે, તેમ શરીરની અનુત્તમ(સર્વોત્કૃષ્ટ) ગતિ પ્રાપ્ત થાય. છે. તેમ જ યોગીને વિકરણભાવની પ્રાપ્તિ થાય છે. ભિન્ન દેશમાં અને ભિન્ન કાળમાં શરીર હોવા છતાં અપરદેશકાલવૃત્તિ પદાર્થનું ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે. ત્યારે શરીરની અપેક્ષા હોતી નથી. આવી જ રીતે પ્રકૃતિપ્રધાન ઉપર જયની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ કાર્યમાત્ર સ્વાધીન બને છે. આને મધુપ્રતીકા નામની સિદ્ધિ કહેવાય છે. આથી સ્પષ્ટ છે કે “ઇન્દ્રિયજયથી મનોજવિત્વ વિકરણભાવ અને પ્રધાનજય પ્રાપ્ત થાય છે.' - આ પ્રમાણે પાતંજલયોગસૂત્ર(૩-૪૮)માં વર્ણવાયું છે. //ર૬-૧૬ll.
પૂર્વોક્ત બધા ય સંયમોનું ફળ જે વિવેકખ્યાતિને માટે વર્ણવાયું છે, તે વિવેકખ્યાતિનું અવાંતર ફળ વર્ણવાય છે–
स्थितस्य सत्त्वपुरुषान्यताख्यातौ च केवलम् । सार्वज्यं सर्वभावानामधिष्ठातृत्वमेव च ॥२६-१७॥
૮૬
યોગમાહાભ્ય બત્રીશી