Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ. પ્રસંગથી અહીં કેવલી - સમુદ્યાતના સ્વરૂપનું પણ અનુસંધાન કરવું જોઇએ. ર૫-૩૧ તાત્વિકક્લેશ હાનિનું ફળ જણાવવાપૂર્વક પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે–
ततो निरुपमं स्थानमनन्तमुपतिष्ठते ।
भवप्रपञ्चरहितं, परमानन्दमेदुरम् ॥२५-३२॥ તત તિ–વ્યm: Bર-રૂરી.
શ્લોકાર્થ સ્પષ્ટ છે. સર્વથા કર્મ-ક્લેશોની હાનિ થવાથી, ભવના પ્રપંચથી રહિત પરમાનંદથી વ્યાપ્ત એવા નિરુપમ-મોક્ષ નામના અનંત સ્થાનને પ્રાપ્ત કરે છે. શ્રી સિદ્ધિગતિનું વાસ્તવિક સ્વરૂપ અને એને પ્રાપ્ત કરવા માટેના વાસ્તવિક ઉપાયો માત્ર શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં જ વર્ણવ્યા છે, જેના માટે કોઈ ઉપમા નથી. જ્યાં આધિ વ્યાધિ કે ઉપાધિ; જન્મ જરા કે મૃત્યુ અને રાગ દ્વેષ કે મોહ વગેરે સ્વરૂપ ભવનો પ્રપંચ નથી તેમ જ પરમોચ્ચ કોટિનો અનંત આનંદ જ્યાં છે એવા સ્થાનની અર્થાત્ અનંત સુખના ધામ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ ક્લેશની સર્વથા હાનિથી થાય છે. અંતે એ પરમતારક ઉપાયના આસેવનથી સર્વથા કર્મ-ક્લેશરહિત બની નિરુપમ સ્થાનમાં અક્ષય સ્થિતિને કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૨૫-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां क्लेशहानोपायद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન