Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પાતંજલદર્શનના મતે ક્લેશ હાનિના ઉપાયના નિરૂપણનું સમાપન કરાય છે
इत्थं दृग्दृश्ययोगात्माऽऽविद्यको भवविप्लवः ।
નાશાથત્યવિદાયા, તિ પતિના નપુ: રપ-રફી इत्थमिति-इत्थं दुःखरूपो दृग्दृश्ययोः पुरुषबुद्धितत्त्वयोर्योगो विवेकाख्यातिपूर्वकः संयोग आत्मा कारणं यस्य स तथा । आविद्यकोऽविद्यारचितो भवविप्लवः संसारप्रपञ्चोऽविद्याया नाशानश्यति । अविद्यानाशात्स्वकार्यग्दृश्यसंयोगनाशे तत्कार्यभवप्रपञ्चनाशोपपत्तेरिति पातञ्जला जगुर्भणितवन्तः ।।२५-२३।।
“આ પ્રમાણે પુરુષ અને બુદ્ધિના યોગ સ્વરૂપ ભવપ્રપંચ, અવિદ્યાના કારણે છે. અવિઘાના નાશથી તેનો નાશ થાય છે - એમ પાતંજલીએ કહ્યું છે.” - આ પ્રમાણે ત્રેવીસમાં શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ પ્રમાણે સમગ્ર સંસાર દુઃખસ્વરૂપ છે, જેનું કારણ વિવેક-અખ્યાતિપૂર્વકનો પુરુષ અને બુદ્ધિતત્ત્વનો સંયોગ છે. એ સંસારપ્રપંચ અવિદ્યાથી નિર્મિત છે, જેનો નાશ; અવિદ્યાના નાશથી થાય છે. અવિદ્યાનો નાશ થયે છતે અવિદ્યાના કાર્યભૂત દગુદશ્યસંયોગનો નાશ થાય છે અને તેથી તાદશ સંયોગના કાર્ય સ્વરૂપ ભવપ્રપંચનો નાશ ઉપપન્ન બને છે – એમ પાતંજલો કહે છે. પુરુષ અને બુદ્ધિતત્ત્વમાં સર્વથા ભેદ હોવા છતાં તેમાં અભેદનો જે ગ્રહ છે તેને વિવેકાખ્યાતિ(વિવેક-અખ્યાતિ) કહેવાય છે... ઈત્યાદિ વિચારવું જોઇએ. ૨૫-૨૩ પાતંજલોની માન્યતામાં દોષ જણાવાય છે–
नैतत् साध्वपुमर्थत्वात्, पुंसः कैवल्यसंस्थितेः ।
क्लेशाभावेन संयोगाजन्मोच्छेदो हि गीयते ॥२५-२४॥ नैतदिति-न एतत् पातञ्जलमतं साधु न्याय्यं, पुंसः कैवल्यसंस्थितेः सदातनत्वेनापुमर्थत्वात् पुरुषप्रयत्नासाध्यत्वात् । हि यतः क्लेशाभावेन संयोगस्याविद्यकस्य स्वयमेव निवृत्तस्याजन्मानुत्पाद उच्छेदो गीयते । तदेव च पुरुषस्य कैवल्यं व्यपदिश्यत इति न पुनर्मूर्तद्रव्यवत्संयोगपरित्यागोऽस्य युज्यते, कूटस्थत्वहानिપ્રસરિતિ દિ પરસિદ્ધાન્ત: | તલુ–“તવમાવલિંયTમાવો ફાતિ” રિ-રર-૨૪
“આ પતંજલિએ જણાવેલ સિદ્ધાંત યુક્ત નથી. કારણ કે પુરુષની કૈવલ્યાવસ્થા સદા માટે હોવાથી તે પુરુષાર્થનો વિષય નથી. ક્લેશનો અભાવ હોવાથી સંયોગનો અજન્મ જ ઉચ્છેદ કહેવાય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાતંજલીના મતે અનાદિકાળથી પુરુષ પોતાના શુદ્ધ સ્વરૂપ-કૈવલ્યમાં સંસ્થિત છે. તેથી તે સ્વભાવસિદ્ધ અવસ્થા પ્રયત્નથી સાધ્ય નથી. કારણ કે પુરુષમાં ક્લેશનો અભાવ નિસર્ગથી જ હોવાથી અવિદ્યાથી ઉત્પન્ન થનારો જે બુદ્ધિનો સંયોગ છે તે સ્વયં જ નિવૃત્ત હોય છે, તેની
૫૪
ક્લેશતાનોપાય બત્રીશી