Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ઉત્પત્તિ નહિ થાય; કારણ કે આત્મસ્વરૂપ ક્ષણનો, સ્વસદશ ક્ષણાંતરને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નથી. તેથી પ્રથમ પક્ષમાં દોષ છે.
બીજા પક્ષમાં દોષનું ઉદ્દભાવન, શ્લોકના ઉત્તરાર્ધથી કરાય છે. આશય એ છે કે આત્મસ્વરૂપ ક્ષણનો બીજા સ્વસદશ ક્ષણને ઉત્પન્ન કરવાનો સ્વભાવ સ્વીકારવામાં આવે તો સ્વસદશ ક્ષણાંતરની ઉત્પત્તિ થાય તો પણ પોતાની નિવૃત્તિ સંગત નહીં થાય. કારણ કે પોતાની નિવૃત્તિ કરવાનો સ્વભાવ નથી. સ્વભાવ ન હોય તો વિવક્ષિત કાર્ય ન થાય.. એ સ્પષ્ટ છે. ૨૫-લા
तृतीये त्वाहત્રીજા પક્ષમાં દૂષણ જણાવાય છે
उभयैकस्वभावत्वे, न विरुद्धोऽन्वयोऽपि हि ।
ન ચ તસ્કેતુ: નૈદિ:, વિખ્ત વયોવઃ ર૧-૧૦ उभयेति-उभयैकस्वभावत्वे स्वनिवृत्तिसदृशापरक्षणोभयजननैकस्वभावत्वेऽन्वयोऽपि हि न विरुद्धः। यदेव किञ्चिन्निवर्तते तदेवापरक्षणजननस्वभावमितिशब्दार्थान्यथानुपपत्त्यैवान्वयसिद्धेरुक्तोभयैकस्वभावत्ववत्पूर्वापरकालसम्बन्धैकस्वभावत्वस्याप्यविरोधाद् । इत्थमेव प्रत्यभिज्ञाक्रियाफलसामानाधिकरण्यादीनां निरुपचरितानामुपपत्तेरिति निर्लोठितमन्यत्र । न च तद्धेतुक आत्मदर्शनहेतुकः स्नेहः किं तु कर्मोदयोद्भवो मोहनीयकर्मोदयनिमित्तकः । अतो नायमात्मदर्शनापराध इति भावः ॥२५-१०॥
“ઉભય (સ્વનિવૃત્તિ અને સ્વસદશાપરક્ષણજનનોભય) એક સ્વભાવવાળો આત્મસ્વરૂપ ક્ષણ માનવામાં આવે તો તાદેશાત્માનો પૂર્વાપર ક્ષણની સાથે સંબંધ વિરુદ્ધ નથી. તેમ જ નેહ, આત્મદર્શનના કારણે નથી. પરંતુ કર્મના ઉદયથી તે થાય છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. તાત્પર્ય એ છે કે આત્મસ્વરૂપ ક્ષણને સ્વનિવૃત્તિ અને પોતાના જેવા બીજા ક્ષણને ઉત્પન્ન કરવાના ઉભય એક સ્વભાવવાળો માનીએ તો આત્માનો પૂર્વાપરકાળની સાથેનો સંબંધ પણ ઘટી શકે છે.
જે કોઈ નિવૃત્ત થાય છે તે જ બીજા ક્ષણને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું છે. આ પ્રમાણેના શબ્દાર્થની અન્યથાનુપપત્તિથી જ તાદેશાત્માનો પૂર્વાપર ક્ષણની સાથેના અન્વયસંબંધની સિદ્ધિ થાય છે. જો એ રીતે પૂર્વાપર ક્ષણની સાથે અન્વય ન માનીએ તો જે પોતે જ નષ્ટ થાય છે, તે બીજાને ઉત્પન્ન કઈ રીતે કરે? બીજાને ઉત્પન્ન કરવા માટે તેનો બીજા ક્ષણમાં સંબંધ માન્યા વિના ચાલે એવું નથી. પૂર્વ અને અપર: આ બે ક્ષણની સાથે એક જ આત્માનો સંબંધ કઈ રીતે થાય?' - આવી શંકા બૌદ્ધ ના કરવી જોઇએ. કારણ કે અભાવસ્વરૂપ સ્વનિવૃત્તિ અને સ્વસદેશ અપરક્ષણસ્વરૂપ ભાવ - આ બંન્ને પરસ્પર વિરોધી એવા બેને ઉત્પન્ન કરવાનો એક સ્વભાવ જો આત્મામાં માની શકાય છે, તો તેની જેમ પૂર્વકાળ અને અપરકાળ : બંન્નેની સાથે એક સંબંધ રાખવાનો સ્વભાવ પણ આત્મામાં માની શકાય છે.
૪૨
ક્લેશતાનોપાય બત્રીશી