Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
રક્ષણની પ્રસિદ્ધિ ન હોવાથી આત્માને આશ્રયીને કરેલા અનુષ્ઠાનના ફળની અનુપત્તિ થાય છે. સર્વથા વિનાશ થતો હોવાથી અનંતર ક્ષણની સાથે તેની પૂર્વેના ક્ષણનો કોઈ જ સંબંધ રહેતો નથી. બંન્ને ક્ષણો સર્વથા ભિન્ન જ છે. અન્યથા, ભાવથી જ ભાવની અર્થાત્ પૂર્વેક્ષણથી જ ઉત્તરક્ષણની ઉત્પત્તિ થાય છે – એમ માનવામાં આવે તો પૂર્વેક્ષણ ઉત્તરક્ષણનું અંગ હોવાથી પૂર્વેક્ષણ જ ઉત્તરક્ષણમાં પરિણત છે અર્થાત્ પૂર્વેક્ષણ ઉત્તરક્ષણ સ્વરૂપે (પરિણામીભાવે) વિદ્યમાન છે – એમ માનવું જોઈએ અને તેથી પૂર્વેક્ષણ જ કથંચિકારણરૂપે) અભાવરૂપે થઇને ઉત્તરક્ષણસ્વરૂપે પરિણામ પામેલો હોવાથી પૂર્વેક્ષણસ્વરૂપ પદાર્થની સ્થિતિ બે ક્ષણ માટે હોવાના કારણે ધ્રૌવ્ય(સ્થિરત્વ) સિદ્ધ થશે, જે ક્ષણિકવાદીને અનિષ્ટ છે.
સર્વથા અસહ્યી સરૂપ પરિણામ થાય છે – એ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે સર્વથા અસત્ એવા ખરવિષાણ(ગધેડાના શિંગડા)માં ઉત્તરક્ષણસ્વરૂપ ભાવમાં પરિણમવાની શક્તિ નથી. સમાન ક્ષણાંતરની સામગ્રીમાં અત્યંત યોગ્યતાવિશિષ્ટ જે શક્તિ છે તેનાથી જ પૂર્વેક્ષણ ઉત્તરક્ષણમાં પરિણમે છે, જે વસ્તુની સ્થિરતા વિના શક્ય નથી... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ. ર૫-૮
किं च क्षणिको ह्यात्माभ्युपगम्यमानः स्वनिवृत्तिस्वभावः स्यात्, उतान्यजननस्वभावः, उताहो उभयस्वभावः ? इति त्रयी गतिः, तत्राद्यपक्षे आह
આત્માને સર્વથા ક્ષણિક માનનારના મનમાં પ્રકારોતરથી દોષ જણાવાય છે – હિંદ ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે ક્ષણિક આત્માને સ્વીકારીએ તો પોતાની મેળે નિવૃત્તિના સ્વભાવવાળો તે છે, તેથી તે ક્ષણિક છે કે પછી બીજાને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો હોવાથી તે ક્ષણિક છે; કે પછી બંન્ને સ્વભાવવાળો હોવાથી તે ક્ષણિક છે - આ ત્રણ પક્ષ-વિકલ્પ છે. તેમાંથી પ્રથમ અને દ્વિતીય પક્ષમાં જે દોષ છે તે જણાવાય છે–
स्वनिवृत्तिस्वभावत्वे, न क्षणस्यापरोदयः ।
अन्यजन्मस्वभावत्वे, स्वनिवृत्तिरसङ्गता ॥२५-९॥ स्वनिवृत्तीति-स्वनिवृत्तिस्वभावत्वे क्षणस्यात्मक्षणस्य अभ्युपगम्यमाने । नापरोदयः सदृशोत्तरक्षणोत्पादः स्यात् । पूर्वक्षणस्योत्तरक्षणजननास्वभावत्वात् । द्वितीये त्वाह-अन्यजन्मस्वभावत्वे सदृशापरक्षणोत्पादकस्वभावत्वे स्वनिवृत्तिरसङ्गता, तदजननस्वभावत्वादेव ।।२५-९।।
“આત્મસ્વરૂપ ક્ષણનો સ્વનિવૃત્તિ સ્વભાવ હોય તો પોતાની જેવા બીજા ક્ષણની ઉત્પત્તિ નહીં થાય. આત્મસ્વરૂપ ક્ષણનો અન્યક્ષણને ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોય તો પોતાની નિવૃત્તિ અસંગત છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો ભાવ સ્પષ્ટ છે કે પોતાની નિવૃત્તિના સ્વભાવવાળા આત્મસ્વરૂપ ક્ષણનો સ્વીકાર કરવામાં આવે તો સ્વસદશ બીજા ક્ષણની
એક પરિશીલન
૪૧