Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“આ વિવેકખ્યાતિના બળે અવિદ્યા નાશ પામે છે. આ અવિઘા, પ્રસુત તનું વિચ્છિન્ન અને ઉદાર એવા અસ્મિતા વગેરે ક્લેશોનું ઉદ્ભવસ્થાન છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અને અભિનિવેશ - આ પાંચ ક્લેશ છે. એમાં અવિદ્યા, અસ્મિતાદિ ચારનું ઉત્પત્તિસ્થાન છે. અવિદ્યાને લઈને અસ્મિતાદિની ઉત્પત્તિ થાય છે. અવિદ્યાના અભાવમાં અસ્મિતાદિનો પણ અભાવ હોય છે. અવિદ્યા મિથ્યાજ્ઞાન સ્વરૂપ છે. તેનાથી અસ્મિતાદિ ક્લેશની ઉત્પત્તિ થાય છે. એ બધાનું સ્વરૂપ હવે પછી જણાવાશે. (જુઓ શ્લો.નં. ૧૮ થી ૨૦).
અવિદ્યા જેનું મૂળ છે એવા અસ્મિતાદિ ચાર ક્લેશોના પ્રમુખ તનુ વિચ્છિન્ન અને ઉદારઃ આ ચાર ભેદ છે. તેનું પણ સ્વરૂપ હવે પછીના શ્લોકથી જણાવાય છે. આ વાત, યોગસૂત્ર(૨-૪)માં જણાવી છે. એનો આશય સ્પષ્ટ છે કે પ્રસુપ્ત તનુ વિચ્છિન્ન અને ઉદાર એવા અસ્મિતાદિ ક્લેશોનું ઉત્પત્તિસ્થાન અવિદ્યા છે. ૨૫-૧૩ પ્રસુત ક્લેશનું સ્વરૂપ જણાવાય છે
स्वकार्य नारभन्ते ये, चित्तभूमौ स्थिता अपि ।
विना प्रबोधकबलं, ते प्रसुप्ताः शिशोरिव ॥२५-१४॥ स्वकार्यमिति-ये क्लेशाश्चित्तभूमौ स्थिता अपि स्वकार्यं नारभन्ते । विना प्रबोधकस्योद्बोधकस्य बलमुद्रेकं । ते क्लेशाः प्रसुप्ताः शिशोरिव बालकस्येव ।।२५-१४।।
“જે ક્લેશો, ચિત્તસ્વરૂપ ભૂમિમાં રહેલા હોવા છતાં તેને જગાડનારા બળ વિના પોતાના કાર્યનો આરંભ કરતા નથી, તે ક્લેશો બાળકની જેમ પ્રસ્તુત કહેવાય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે બાળકો સૂતેલાં હોય તો જેમ તેઓ કોઈ કાર્ય કરતા નથી પણ તેમને કોઈ જગાડે તો તેઓ પોતાનું કાર્ય કરે છે, તેમ ચિત્તમાં જોશો રહેલા હોવા છતાં તે ક્લેશો ઉબોધકના બળ વિના પોતાનું કાર્ય કરતા નથી, તેથી તે ક્લેશોને પ્રસુપ્ત કહેવાય છે.
સામાન્ય રીતે તત્ત્વમાં લીન બનેલા યોગીઓના ક્લેશો પ્રસુત હોય છે. તત્ત્વમાં લીન હોવાથી એ યોગીની ચિત્તપરિણતિ વિષયથી(રૂપાદિથી) વિમુખ હોય છે. તેથી ચિત્તમાં રહેલા લેશોને કોઈ ઉબોધક બળ પ્રાપ્ત થતું નથી. વિષયોને પ્રાપ્ત કરીને ચિત્તમાં વિદ્યમાન ક્લેશો કાર્ય કરે છે... ઇત્યાદિ સમજી શકાય છે. અપ્રશસ્ત વિષયોની પ્રવૃત્તિ સંક્લેશની ઉદ્ધોધક બનતી હોય છે. ર૫-૧૪ll તનું ક્લેશનું સ્વરૂપ વર્ણવાય છે–
भावनात्प्रतिपक्षस्य शिथिलीकृतशक्तयः ।
तनवोऽतिबलापेक्षा, योगाभ्यासवतो यथा ॥२५-१५॥ એક પરિશીલન
૪૭