Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
યોગીઓને આ સાત પ્રકારની પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. સકલ કાર્યો જેમાં સમાપ્ત થાય છે તે પ્રજ્ઞાને કાર્યવિમુક્તિ પ્રજ્ઞા કહેવાય છે. સામાન્યથી પ્રજ્ઞાના પોતાના ચાર પ્રકારનાં કાર્ય હોવાથી કાર્યવિમુક્તિ પ્રજ્ઞા ચાર પ્રકારની છે. એમાં “ર જે જ્ઞાતવ્ય વિઝિતિ'... ઇત્યાકારક પ્રજ્ઞા પ્રથમ પ્રકારની છે. સમગ્ર સંસારમાં સઘળા ય હેય પદાર્થોને મેં જાણી લીધા છે; હવે કોઈ પણ હેય મારે જાણવા યોગ્ય રહ્યા નથી. આવી પ્રજ્ઞા વિવેકખ્યાતિપ્રાપ્ત યોગીને પ્રાપ્ત થાય છે.
ત્યાર પછી “મારા અવિદ્યાદિ સર્વ ક્લેશો ક્ષીણ થયા છે, હવે મારા માટે ક્ષય કરવા યોગ્ય કોઈ ક્લેશ નથી.' - આવા પ્રકારની બીજી કાર્યવિમુક્તિ પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. જેનું સ્વરૂપ સ્પષ્ટ છે કે “ક્ષીપા ને વત્તેશા ન મે ક્ષેતવ્ય વિઝિતિ આવા પ્રકારની જે બુદ્ધિ છે, તેને બીજી કાર્યવિમુક્તિ પ્રજ્ઞા કહેવાય છે. ગાય મથા દ્વાન (જ્ઞાનમ)' અર્થાત મેં કૈવલ્યસ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે - આવા પ્રકારની ત્રીજી કાર્યવિમુક્તિ પ્રજ્ઞા છે અને પ્રાપ્ત વિવેણ્યતિઃ' અર્થાત્ ઍવિવેકખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે... આવા પ્રકારની જે બુદ્ધિ છે, તે ચોથી કાર્યવિમુક્તિ પ્રજ્ઞા છે. અન્યત્ર “સાક્ષાત નિરોથHથના દાન” અને “માવિત વિવેવસ્થાતિરૂપી દાનોપાયઃ'... ઇત્યાદિરૂપે ત્રીજી અને ચોથી કાર્યવિમુક્તિ પ્રજ્ઞા વર્ણવી છે. કાર્યવિષયક નિર્મળ જ્ઞાનસ્વરૂપ એ ચારે ય પ્રજ્ઞા છે.
“રિતાર્યા ને શુદ્ધિ, શુ હતાિરા મોદીનામાનું કુત્તોડનીષાં રોદ' અર્થાતું મારી બુદ્ધિ ચરિતાર્થ થઈ છે, કોઈ પણ કાર્ય કરવાનું હવે રહેતું નથી. સત્ત્વ, રજ અને તમો ગુણોનો અધિકાર પૂર્ણ થયો છે. મોહનું બીજ ન હોવાથી એનો પ્રરોહ ક્યાંથી થાય? અથતુ ન જ થાય... આવા પ્રકારની પ્રજ્ઞા પાંચમી છે. “સાત્મીમૂત ને સમાધિઃ' અર્થાત્ મને સમાધિ આત્મસાત્ થઈ છે - આવા પ્રકારની છઠ્ઠી પ્રજ્ઞા છે. અને “સ્વપતિશ્કેડ અર્થાત્ મેં મારું સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું છે; હું મારા સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત થયો છું – આવા પ્રકારની સાતમી પ્રજ્ઞા છે. આ છેલ્લી ત્રણ પ્રજ્ઞાઓ ગુણવિષયક જ્ઞાનસ્વરૂપ છે, જેને ચિત્તવિમુક્તિ પ્રજ્ઞા કહેવાય છે. આ પ્રજ્ઞાનું વર્ણન પાતંજલયોગસૂત્રમાં “તી સણથા પ્રજ્વઃિ પ્રજ્ઞા” (રાળા) આ સૂત્રથી કરાયું છે. જેનો આશય સમજી શકાય છે કે ઉત્પન્ન થઈ છે વિવેકખ્યાતિ જેને એવા યોગીની પ્રજ્ઞા; વિષયને આશ્રયીને સાત પ્રકારની ઉત્કૃષ્ટ અવસ્થારૂપ છે... ઇત્યાદિ ઉપર જણાવ્યું છે. ll૧૫-૧રી. વિવેકખ્યાતિથી અવિદ્યાદિ ક્લેશોનો ઉચ્છેદ કઈ રીતે થાય છે તે જણાવાય છે–
बलानश्यत्यविद्यास्या, उत्तरेषामियं पुनः ।
प्रसुप्ततनुविच्छिनोदाराणां क्षेत्रमिष्यते ॥२५-१३॥ बलादिति-अस्या विवेकख्यातेर्बलादविद्या नश्यति । इयमविद्या पुनरुत्तरेषामस्मितादीनां क्लेशानां प्रसुप्ततनुविच्छिन्नोदाराणां क्षेत्रमिष्यते । तदुक्तम्-“अविद्याक्षेत्रमुत्तरेषां प्रसुप्ततनुविच्छिन्नोदाराणामिति” રિ-૪] ર૦-૧રૂા.
ક્લેશતાનોપાય બત્રીશી
૪૬