Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અવિદ્યાદિ ચાર ક્લેશોનું સ્વરૂપ વર્ણવાય છે–
विपर्यासात्मिकाविद्यास्मिता दृग्दर्शनकता ।
रागस्तृष्णा सुखोपाये द्वेषो दुःखाङ्गनिन्दनम् ॥२५-१९॥ विपर्यासात्मिकेति-विपर्यासोऽतस्मिंस्तद्ग्रहस्तदात्मिकाऽविद्या । यथाऽनित्येषु घटादिषु नित्यत्वस्य, अशुचिषु कायादिषु शुचित्वस्य, दुःखेषु विषयेषु सुखरूपस्य, अनात्मनि च शरीरादावात्मत्वस्य अभिमानः । तदुक्तम्-“अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्येति” [२-५] । दृग्दर्शनयोः पुरुषरजस्तमोऽनभिभूतसात्त्विकपरिणामयोः भोक्तभोग्यत्वेनावस्थितयोरेकताऽस्मिता । तदुक्तं-“दृग्दर्शनशक्त्योरेकात्मतैवास्मिता” [२-६] । सुखोपाये सुखसाधने तृष्णा सुखज्ञस्य सुखानुस्मृतिपूर्वो लोभपरिणामो रागः । तदुक्तं-“सुखानुशयी रागः” इति [२-७] । दुःखाङ्गानां दुःखकारणानां निन्दनं दुःखाभिज्ञस्य તવનુસ્મૃતિપૂર્વ વિપર્દિની ઉષ: I યત ૩ “કુવાનુશથી ડેષ:” રૂતિ રિ-૮] રિ-93/
વિપર્યાસસ્વરૂપ અવિદ્યા છે. દર્-દર્શનની(પુરુષબુદ્ધિની) એકતા સ્વરૂપ અસ્મિતા છે. સુખના ઉપાયોની તૃષ્ણા સ્વરૂપ રાગ છે અને દુઃખનાં કારણોની નિંદા કરવા સ્વરૂપ દ્વેષ છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે અવિદ્યાસ્વરૂપ ક્લેશ વિપર્યાસાત્મક છે. અતમાં તો જે ગ્રહ છે તેને વિપર્યાસ કહેવાય છે. જે, તે નથી તેને તે જાણવું.. ઇત્યાદિ સ્વરૂપ વિપર્યાસ(મિથ્યાજ્ઞાન-ભ્રમ), અવિદ્યાનું સ્વરૂપ છે. જેમ અનિત્ય એવા ઘટાદિમાં નિત્યત્વનો જે ગ્રહ થાય છે, અશુચિ એવી કાયામાં શુચિપણાનો જે ગ્રહ થાય છે, દુઃખસ્વરૂપ વિષયોમાં(રૂપાદિમાં) સુખરૂપતાનો જે ગ્રહ થાય છે અને અનાત્મ(આત્માથી ભિન્ન)ભૂત શરીરાદિમાં આત્મત્વનું જે અભિમાન થાય છે, તે બધો ગ્રહ વિપર્યાસ છે; તેમ તાદશ કોઈ પણ પ્રકારનો વિપર્યાસ અવિદ્યાસ્વરૂપ છે. આ વસ્તુને જણાવતાં પાતંજલ યોગસૂત્રમાં(૨-૫માં) જણાવ્યું છે કે “અનિત્ય, અશુચિ, દુઃખ અને અનાત્મમાં અનુક્રમે નિત્ય શુચિ સુખ અને આત્મ સ્વરૂપનો જે ગ્રહ થાય છે, તે અવિદ્યા છે. ઘટાદિની અનિત્યતા, શરીરની અપવિત્રતા, વિષયોની દુઃખરૂપતા અને શરીરની અનાત્મતા સર્વાનુભવસિદ્ધ છે. મોહાધીન આત્માઓ તેમાં(ઘટાદિમાં) વિપરીત ગ્રહ કરે છે, જે અવિદ્યાનું સ્વરૂપ છે.
દે અને દર્શનની એકતા એ અસ્મિતાસ્વરૂપ છે. દેગુ એટલે દ્રષ્ટા-પુરુષ (દશક્તિ) અને દર્શન એટલે દર્શનશક્તિ-રજોગુણ અને તમોગુણથી અભિભૂત ન થયેલ સાત્ત્વિક પરિણામ છે જેનો એવી બુદ્ધિ સત્ત્વગુણની પ્રધાનતાવાળું અંતઃકરણતત્ત્વ)ની એકતા સ્વરૂપ અસ્મિતા છે. આશય એ છે કે પુરુષતત્ત્વ અને બુદ્ધિતત્ત્વ તદ્દન જ ભિન્ન હોવા છતાં અવિદ્યાને કારણે એ બંન્નેમાં એકતા જેવો “હું કર્તા છું, ભોક્તા છું...' ઇત્યાદિ ગ્રહ થાય છે તે અસ્મિતા છે. વિવેકખ્યાતિની પ્રાપ્તિ પછી તેનો નાશ થાય છે. અસ્મિતાના કારણે જ પુરુષ પોતાને કર્તા અને ભોક્તા માને
ક્લેશતાનોપાય બત્રીશી
૫o